આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત આ વિસ્તારોમાં ફૂંકાશે મિની વાવાઝોડા! કડાકા ભડાકા સાથે તૂટી પડશે વરસાદ

Gujarat Rains: ગુજરાતમાં મેઘરાજાએ બીજા રાઉન્ડમાં અનેક જગ્યાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકને લઇને એક મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર,  કચ્છ, પાટણ, સુરેન્દ્રનગર, આણંદ અને, મોરબીમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.

1/4
image

હવામાન વિભાગે આગામી 3 કલાકને લઈને આપેલીમાં આગાહીમાં જણાવ્યું છે કે, 40 km/h ની ઝડપે પવન પણ ફૂંકાશે. આ સિવાય મહેસાણા, અરવલ્લી, પંચમહાલ, સાબરકાંઠા, મહીસાગર,  વડોદરા, ભરૂચ, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, દમણ દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે, આ સાથે અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.

2/4
image

ગુજરાતમાં આગામી 7થી 15 જુલાઈ દરમિયાન સારો વરસાદ થશે. 11 અને 12 જુલાઈના રોજ દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે. 18થી 20 જુલાઈએ પણ વરસાદની સંભાવના છે. ગુજરાતમાં 25 જુલાઈથી 8 ઓગસ્ટ ભારેથી અતિભારે વરસાદ થશે. આ સમયગાળા દરમિયાન ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 

3/4
image

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 8મી જુલાઈ સુધીમાં ગુજરાતના મહત્તમ ભાગોમાં વરસાદ થશે. આ દરમિયાન હળવાથી ભારે વરસાદ થઈ શકે છે. કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે.

4/4
image

જુલાઈના અંતમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત કચ્છના ભાગોમાં વરસાદ થશે. જુલાઈ મહિનાનો વરસાદ ડેમો અને જળાશયોમાં પાણી લાવશે. જુલાઈમાં સૌરાષ્ટ્ર - કચ્છના ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. જુલાઈના અંતમાં તથા ઓગસ્ટની શરુઆતમાં વિષમ હવામાનની વિપરિત અસર રહેવાની શક્યતાઓ છે.