નવનીત દલવાડી/ભાવનગર: શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં સાંજના 4.30 કલાકે ખૂની ખેલ ખેલાયો હતો, જેમાં કોઈ બાબતે થયેલા ઝગડાએ ઉગ્રરૂપ ધારણ કરતા મામા ભાણીયા એ બે સગ્ગા ભાઈઓ પર 3 રાઉન્ડ ફાયરિંગ કરતા એક ભાઈનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. બનાવને પગલે એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુસુફ પઠાણ સાંસદ બન્યા બાદ વિવાદમાં! વડોદરા કોર્પોરેશનની જમીન પર કર્યો કબજો


ભાવનગર શહેરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં જૂની અદાવતે થયેલી ઉગ્ર બોલાચાલીની ઘટનામાં ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં રાજુ વેગડ અને રાહુલ વેગડ નામના મામા ભાણીયા એ બે સગ્ગા ભાઈઓ કુલદીપસિંહ ઝાલા અને ઋતુરાજસિંહ ઝાલા ઉપર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે ઘટનામાં કુલદીપસિંહનું સ્થળ પર મોત નીપજ્યું હતું જ્યારે ઋતુરાજસિંહ ને માથાના ભાગે ગોળી વાગતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે સર.ટી.હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યો છે. 


ગુજરાતના ખેડૂતો તૈયાર રહેજો! સરકારી યોજનાનો લાભ લેવા આ તારીખથી ખુલ્લુ મુકાશે પોર્ટલ


આ ઘટનાને અંજામ આપતા ઉગ્ર બનેલા મામા ભાણીયા એ બચાવવા વચ્ચે પડેલા પડોશીઓ ઉપર પણ બંધુક તાકી અહીંથી જતું રહેવા કહ્યું હતું. ફાયરિંગની ઘટનાને અંજામ આપી મામા ભાણેજ નાસી છૂટ્યા હતા. ઘટનાને પગલે એસપી, ડીવાયએસપી, એલ.સી.બી, એસ.ઓ.જી, સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો. હતો. આ ઘટનામાં એફ.એસ.એલ ની પણ મદદ લેવામાં આવી રહી છે. 


ગુજરાતમાં હવે ક્યારે પહોંચશે ચોમાસું, ક્યારે આવશે તોફાની વરસાદ, આ આગાહીથી ચિંતા વધી!


વધુ માહિતી જે સામે આવી રહી છે તેમાં પોલીસની વરવી ભૂમિકા પણ સામે આવી છે. રાહુલ વેગડ કે જે બુટલગર હોય અને જેને દારૂ નું સ્ટેન્ડ શરૂ કર્યું હતું. જેમાં મરણજનાર કુલદીપસિંહ આ વિસ્તારનો માથાભારે ઇસમ હોય જે આવા ધંધાર્થી પાસેથી હપ્તા વસુલ કરતો હતો. દારૂનું સ્ટેન્ડ જો શરૂ રાખવું હોય તો હપ્તો આપવો પડશે જે બાબતે આજે બપોરે રાહુલ વેગડને કુલદીપસિંહ અને ઋતુરાજસિંહ ના ઘર પાસે બોલાચાલી થયેલી જેથી રાહુલે તેના મામા રાજુ વેગડને ફોન કરતા બંને ભાઈઓને રાહુલના ઘર પાસે બોલાવી ઉગ્ર બોલાચાલી કરતા ગુસ્સે ભરાયેલા રાજુએ તેની પાસે રહેલી રિવોલ્વર વડે બંને ભાઈઓ પર 3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 


ગુજરાતમાં ગેનીબેનની જીત ભાજપ માટે મોટો સંદેશ, આ નેતાએ કહ્યું આ તો ટ્રેલર પિક્ચર બાકી


આ ઘટનામાં પોલીસ ઉપર જે આંગળીઓ ઉઠી રહી છે તેમાં શહેરમાં ચાલતા દારૂના સ્ટેન્ડ પોલીસની મહેરબાનીથી ચાલી રહ્યા છે, ફાયરિંગ કરનાર રાહુલ પાસે રિવોલ્વર ક્યાંથી આવી તે એક મોટો સવાલ છે. હથિયારો ભાવનગર માં આવી રહ્યા છે અને પોલીસ અજાણ હોય જે પોલીસની નિષ્ક્રિયતા દર્શાવે છે.