ગુજરાતમાં ગેનીબેનની જીત ભાજપ માટે મોટો સંદેશ, આ નેતાએ કહ્યું આ તો ટ્રેલર પિક્ચર બાકી

ગુજરાતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપનું હેટ્રિકનું સપનું રોળાઈ ગયું. 26માંથી 25 બેઠક જીતી પરંતુ બનાસકાંઠામાં હારનો સ્વાદ ચાખવો પડ્યો. વાવથી ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરની ભવ્ય જીત બનાસકાંઠામાં થઈ. હવે કોઈ પણ બે પદ રહી શકતું નથી. ત્યારે ગેનીબહેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે.

ગુજરાતમાં ગેનીબેનની જીત ભાજપ માટે મોટો સંદેશ, આ નેતાએ કહ્યું આ તો ટ્રેલર પિક્ચર બાકી

Loksabha Election 2024: લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં 26માંથી 25 બેઠક ભાજપે જીતી. એક માત્ર બનાસકાંઠા બેઠક જીતવામાં કોંગ્રેસ સફળ થયું. વાવના ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરની જીત થતાં તેમણે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું. હવે વાવમાં પેટા ચૂંટણી થશે તો ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનીકે ગેનીબહેનની જીત પર એક મોટું નિવેદન આપ્યું. જુઓ ગેનીબહેનના રાજીનામા અને વાસનિકના નિવેદન પર અમારો આ ખાસ અહેવાલ.

  • ગેનીબહેન ઠાકોરે આપ્યું રાજીનામું
  • હવે ધારાસભ્ય નહીં સાંસદ ગેનીબહેન
  • વાવ બેઠકના MLA તરીકે આપ્યું રાજીનામું
  • પ્રભારી મુકુલ વાસનિકનું મોટું નિવેદન 

હવે કોઈ પણ બે પદ રહી શકતું નથી
ગુજરાતમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપનું હેટ્રિકનું સપનું રોળાઈ ગયું. 26માંથી 25 બેઠક જીતી પરંતુ બનાસકાંઠામાં હારનો સ્વાદ ચાખવો પડ્યો. વાવથી ધારાસભ્ય ગેનીબહેન ઠાકોરની ભવ્ય જીત બનાસકાંઠામાં થઈ. હવે કોઈ પણ બે પદ રહી શકતું નથી. ત્યારે ગેનીબહેન ઠાકોરે વાવના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસના નેતાઓ સાથે ગેનીબહેન ઠાકોર અધ્યક્ષ શંકર ચૌધરીની ઓફિસમાં પહોંચ્યા હતા. રાજીનામું આપ્યા બાદ પોતાની જીત માટે કોંગ્રેસના કાર્યકરો અને જનતાનો આભાર માન્યો હતો.

ગેનીબહેન ઠાકોર સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો
ગેનીબહેન રાજીનામું આપવા ગયા ત્યારે અધ્યક્ષ શંકર ચૌધરીના મોઢા પર જે હાસ્ય હતું તે ઘણું બધું કહી જતું હતું કારણ કે બનાસકાંઠામાં લડાઈ ગેનીબહેન અને શંકર ચૌધરી વચ્ચે જ હતી. ગેનીબહેન પોતાના ચૂંટણી ભાષણોમાં ભાજપના ઉમેદવાર રેખા ચૌધરીની જગ્યાએ શંકર ચૌધરી પર વધારે પ્રહાર કરતાં હતા અને તે પણ સત્ય છે કે રેખા ચૌધરીની ટિકિટ અપાવવામાં શંકર ચૌધરીનો મોટો રોલ હતો પરંતુ શંકર ચૌધરી જીત ન અપાવી શક્યા અને પોતાના કટ્ટર હરીફ ગેનીબહેન ઠાકોર સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો. ગેનીબહેનના રાજીનામાંથી હવે વાવ બેઠક ખાલી થઈ ગઈ છે. વાવમાં હવે વિધાનસભાની ચૂંટણી યોજાશે. ભાજપ અને કોંગ્રેસમાંથી અનેક નામ હાલ ચર્ચામાં ચાલી રહ્યા છે.

ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી
તો લોકસભા ચૂંટણીના પરિણામ પછી પહેલી વખત ગુજરાતની મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે ગેનીબહેનની જીતને વધાવી સાથે જ ગુજરાતમાં આવેલા પરિણામને શ્રેય રાહુલ ગાંધીને આપ્યો.  મુકુલ વાસનિકે ગેનીબહેનની જીત પર કહ્યું કે, આ ગુજરાતમાં આ એક શરૂઆત છે.  લોકસભા ચૂંટણીમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી. જો કે 2014 અને 2019 જેવી સ્પષ્ટ બહુમતી ભાજપને નથી મળી પરંતુ સતત ત્રીજી વખત પ્રધાનમંત્રી બનવામાં નરેન્દ્ર મોદી સફળ રહ્યા છે. ગુજરાતમાં ગેનીબહેન ઠાકોરની જીત ભાજપ માટે એક મોટો સંદેશ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news