BJP અને AAP વચ્ચે ખરાખરીનો ખેલ! કોળી મતદારો પર છે જીતનો મદાર, ભાજપ ચાલી રહી છે આ ચાલ
ભાવનગરમાં પણ બક્ષીપંચ વર્સિવ બક્ષીપંચના ઉમેદવારની લડાઈ છે. બન્ને પાર્ટીએ કોળી સમાજમાંથી આવતા ઉમેદવારને ટિકિટ આપતા ખેલ રસાકસીનો થઈ ગયો છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે કોંગ્રેસ નહીં પણ તેમના ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીને આ બેઠક ફાળવવામાં આવી છે.
Loksabha Election 2024: બનાસકાંઠાની માફક ભાવનગરમાં પણ બક્ષીપંચ વર્સિવ બક્ષીપંચના ઉમેદવારની લડાઈ છે. ભાજપ અને વિપક્ષના ગઠબંધને કોળી સમાજ પર વિશ્વાસ મુક્યો છે. બન્ને પાર્ટીએ કોળી સમાજમાંથી આવતા ઉમેદવારને ટિકિટ આપતા ખેલ રસાકસીનો થઈ ગયો છે. સૌથી મોટી વાત એ છે કે આ વખતે કોંગ્રેસ નહીં પણ તેમના ગઠબંધનમાંથી આમ આદમી પાર્ટીને આ બેઠક ફાળવવામાં આવી છે. ત્યારે જુઓ મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરીના રાજકીય સમિકરણનો આ અહેવાલ.
દબદબો છતાં ટેન્શન! રેખાબેનને જીતાડવા ભાજપના ધમપછાડા, બનાસની બેને દોડતા કર્યા
- ભાવનગરમાં બે કોળી વચ્ચે લડાઈ
- કોળી VS કોળીનો જામ્યો છે જંગ
- ભાજપ અને AAP વચ્ચે ખરાખરીનો ખેલ
- કોળી મતદારો કોને આપશે આશીર્વાદ?
લખીને રાખજો...આ તારીખે ગુજરાતમાં મન મૂકીને વરસશે મેઘરાજા, ગરમી વચ્ચે અંબાલાલની આગાહી
મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નગરી ભાવનગરમાં લોકસભાનો જંગ બરાબર જામ્યો છે. આ વખતે બન્ને પાર્ટીના ઉમેદવાર એક જ જ્ઞાતિના હોવાથી મુકાબલો રોમાંચક બની ગયો છે. ભાજપમાંથી પૂર્વ મેયર નિમુબહેન બાંભણિયા જ્યારે આમ આદમી પાર્ટીમાંથી ધારાસભ્ય ઉમેશ મકવાણા મેદાનમાં છે. આ બેઠક પર સત્તાની ચાવી હંમેશાથી કોળી સમાજના હાથમાં રહી છે. ભાવનગર લોકસભા બેઠક પર કોળી સમાજના 3 લાખથી વધુ મતો છે. હાલ આ બન્ને કોળી ઉમેદવારો મતદારોને રિઝવવા માટે ગામડે ગામડે અને મહોલ્લે મહોલ્લે ફરીને પોતાને જીતાડવા માટે આજીજી કરી રહ્યા છે.
અમદાવાદમાં વર્ચસ્વની લડાઈમાં ગેંગવોરની આશંકા! આ વિસ્તારમાં 10 લોકોએ કરી તોડફોડ
ભાવનગર જ્ઞાતિગત સમિકરણોની વાત કરીએ તો, સૌથી વધુ કોળી સમાજના 3 લાખ મતો છે. બીજા નંબરે બ્રાહ્મણ સમાજના 1.75 લાખ મત, ક્ષત્રિય સમાજના 1.60 લાખ, પાટીદાર સમાજના 1.50 લાખ, દલિતના 1.50 લાખ સહિત મુસ્લિમો પણ 1.50 લાખ છે. આ તમામ જ્ઞાતિઓ સિવાય અન્ય ઈતર જ્ઞાતિ પણ દિલ્લીના દરબારમાં કોણ પહોંચશે તે નક્કી કરતી હોય છે.
ભાવનગરના જ્ઞાતિગત સમીકરણો
- સૌથી વધુ કોળી સમાજના 3 લાખ મતો
- બીજા નંબરે બ્રાહ્મણ સમાજના 1.75 લાખ મત
- ક્ષત્રિય સમાજના 1.60 લાખ મત
- પાટીદાર સમાજના 1.50 લાખ મત
- દલિત અને મુસ્લિમોના એક સમાન 1.50 લાખ મત
તમાકુ પકવતા ગુજરાતના ખેડૂતોને બખ્ખાં! ભાવ પહોંચ્યો ઐતિહાસિક સપાટીએ, સાંભળી હરખાશો!
ભાવનગર બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ રહી છે. છેલ્લી બે ચૂંટણીની વાત કરીએ તો ભાજપના ડૉ.ભારતીબેન શિયાળ વિજેતા રહ્યા હતા. તો આ જ બેઠકથી પહેલા ભાજપના રાજેન્દ્રસિંહ રાણા સતત પાંચ ટર્મ સુધી સાંસદ રહ્યા હતા. ભાવનગરમાં આવતી સાત વિધાનસભામાં માત્ર બોટાદ સિવાય તમામ ભાજપ પાસે છે.
પનીર ખાવાના શોખીન છો? તો સાવધાન, ગુજરાતમાં અહીંથી ઝડપાયો સૌથી મોટો જથ્થો!
દરેક ચૂંટણીમાં મોટી રાજકીય પાર્ટીઓએ સામેવાળાના મત તોડવા માટે અપક્ષ ઉમેદવારો ઉભા રાખતી હોય છે. ભાજપ બોટાદમાં આપના મત તોડવા માટે અપક્ષ ઉમેદવારો ઉભા કરી શકે છે. તો સામે આમ આદમી પાર્ટી પણ ભાજપની પરંપરાગત મતબેંકમાં તરાપ મારવા અપક્ષ ઉમેદવારો ઉભા રાખી શકે છે. અપક્ષ કેટલા મતો થઈ જાય છે તેના પર હાર જીતનો મદાર રહેતો હોય છે.
કોણ ખાઈ જાય છે ગુજરાતમાં ગરીબોનું અનાજ? હવે આ જગ્યાથી ઝડપાયો લાખોનો મુદ્દામાલ
ભાજપનો ગઢ છે ભાવનગર
- ભાવનગર બેઠક પરંપરાગત રીતે ભાજપનો ગઢ રહી છે
- છેલ્લી 2 ચૂંટણીમાં ડૉ.ભારતીબેન શિયાળ વિજેતા રહ્યા હતા
- ભાજપના રાજેન્દ્રસિંહ રાણા સતત પાંચ ટર્મ સુધી MP રહ્યા હતા
- વિધાનસભામાં માત્ર બોટાદ સિવાય તમામ ભાજપ પાસે
પ્રેમ કહાનીનું કરૂણ અંજામ; શંકા-કુશંકામાં હર્યો ભર્યો પરિવાર વીંખાયો, પ્રેમિકાની...
ભાજપ અને આપના ઉમેદવાર હાલ જોરશોરથી પોતાના પ્રચાર અભિયાનમાં જોડાયેલા જોવા મળી રહ્યા છે. બન્ને પ્રજા વચ્ચે જવાનો એક પણ દિવસ છોડી રહ્યા નથી. આમ આદમી પાર્ટીના ઉમેદવાર સાથે પ્રદેશ આપના મોટા નેતાઓ પણ પ્રચારમાં લાગ્યા છે. તો ભાજપના નિમુબેન બાંભણિયા સાથે મૂળ ભાવનગર વતની તથા કેન્દ્રમાં આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પણ પ્રચારમાં જોવા મળ્યા હતા. જો કે માંડવિયા પોતે પણ પોરબંદરથી ઉમેદવાર છે. ભાજપનો ગઢ કહેવાતી આ બેઠક પર કોળી વર્સિસ કોળીની લડાઈમાં પ્રજા કોને દિલ્લી દરબારમાં પહોંચાડે છે તે જોવું રહ્યું.