અમદાવાદમાં વર્ચસ્વની લડાઈમાં ગેંગવોરની આશંકા! આ વિસ્તારમાં 10 લોકોએ કરી વાહનોમાં તોડફોડ

6 ફેબ્રુઆરીના રોજ વસ્ત્રાલના ઉમિયાનગરમાં બાઈક પર આવેલા 10 બુકાની ધારી અસામાજિક ટોળાએ 20થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી. જે સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી માં પણ કેદ થયા હતા. જે મામલે રામોલ પોલીસે ફરિયાદ નોંધી હતી. ત્યારે રામોલ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે.

Trending Photos

 અમદાવાદમાં વર્ચસ્વની લડાઈમાં ગેંગવોરની આશંકા! આ વિસ્તારમાં 10 લોકોએ કરી વાહનોમાં તોડફોડ

ઉદય રંજન/અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં ઉમિયા નગરમાં સોસાયટીમાં વર્ચસ્વની લડાઈમાં તોડફોડ મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. રામોલ પોલીસે કુલ 5 આરોપીની ધરપકડ કરી છે. અન્ય ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. સાથે જ શા માટે વર્ચસ્વ જમાવવું હતું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

ગઇ તારીખ 6 ફેબ્રુઆરીના રોજ વસ્ત્રાલના ઉમિયાનગરમાં બાઈક પર આવેલા 10 બુકાની ધારી અસામાજિક ટોળાએ 20થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી. જે સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી માં પણ કેદ થયા હતા. જે મામલે રામોલ પોલીસે ફરિયાદ નોંધી હતી. ત્યારે રામોલ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે. જેમાં સંગ્રામ સિકરવાર, મોહીત સેન્દર, અજય સોનકર, શિવમ ચૌહાણ અને અમિતસિંઘ ભદોરિયાની ધરપકડ કરવામાં આવી છે. 

પોલીસ તપાસમાં સામે આવ્યું કે બે ગેંગ વચ્ચે વર્ચસ્વની લડાઈ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી જેને પગલે આ તોડ ફોડ નો આખો બનાવ બનવા પામ્યો હતો જેમાં નિર્દોશ લોકોના વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી પોલીસ ની તપાસ માં સામે આવ્યા મુજબ આ ગેંગ ને આ વિસ્તાર માં પોતાની ધાક જમાવવા ઈચ્છતા હતા.

સંગ્રામ સિકરવાર અને હંસરાજ તોમર વચ્ચે ચાલતી ગેંગવોરના પગલે હંસરાજ તોમરની સોસાયટી ઉમિયાનગરમાં લોકોને ડરાવવા માટે આ તોડફોડ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જોકે આ હુમલા બાદ હંસરાજ અને તેની ગેંગ પણ વળતો હુમલો કરવા માટે જવાની હતી. જો કે તે પહેલા પોલીસે તેમને ઝડપી લીધા હતા. જેથી રામોલ પોલીસ દ્વારા હુમલો રોકી શકાયો હતો. 

તોડફોડ કરી અરાજકતા ફેલાવવાના ગુનામાં પોલીસે રાયોટીંગ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી લીધી છે. ઝડપાયેલા આરોપીની તપાસ કરતા સંગ્રામ અને શિવમ ભૂતકાળમાં હત્યાના ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું છે. સાથે જ પોલીસને શંકા છે કે ભવિષ્યમાં આ બે ગેંગ વચ્ચે વોર પણ થઈ શકે છે. ત્યારે પોલીસ આ ગેંગ વોરને રોકવા માટે આગમચેતી પગલા હાથ ધર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news