• ભાવનગર ખાતે ગૌશાળાની મુલાકાત લેતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

  • ગાયની માવજત, નિભાવ, સારી પ્રજાતિની ગાય માટેના પ્રયત્નો વિશે માહિતગાર થતાં રાજ્યપાલ


નવનીત દલવાડી ભાવનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત (acharya devvrat) આજે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને એરપોર્ટ ખાતેથી વિદાય આપ્યા બાદ સીધા જ ભાવનગર (bhavnagar) ના કાળીયાબીડ વિસ્તારમાં આવેલી ગૌશાળાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે ગૌશાળાના સંચાલક પ્રદિપસિંહ રાઓલ પાસેથી ગાયની માવજત, નિભાવ, સારી પ્રજાતિની ગાય માટેના પ્રયત્નો વગેરે વિશેની માહિતી મેળવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યપાલે સમગ્ર ગૌશાળામાં ફરીને ગાયોનું નિરીક્ષણ કર્યું હતું. આ ગૌશાળામાં ૫૦૦ કરતાં વધુ ગૌવંશનો નિભાવ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલનો ગાય પ્રત્યેનો અનુરાગ ખૂબ જાણીતો છે. તેઓ અવાર નવાર સમય મળે ત્યારે ગૌશાળાની મુલાકાત લેતાં હોય છે અને ગૌવંશ વિશેની ઉપયોગી માહિતીનું આદાન પ્રદાન કરતાં હોય છે. રાજ્યપાલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, એક દેશી ગાયની મદદથી ૩૦ એકર પ્રાકૃતિક કૃષિ થઈ શકે છે. પ્રાકૃતિક કૃષિથી દેશી ગાયના જતન અને સંવર્ધનમાં વધારો થાય છે.


આ પણ વાંચો : પાડોશી પરિણીતા પર આવી ગયું યુવકનું દિલ, સાથ છૂટતા જ વીડિયો બનાવીને કર્યો આપઘાત


ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વૈદિક પરંપરાને અનુસરે છે. તેઓ ગૌપાલનમાં સારી જાણકારી ધરાવે છે. ગુજરાતમાં રાજ્યપાલનો કાર્યભાર સંભાળ્યા બાદ તેમણે રાજભવનમાં ગૌશાળા તૈયાર કરાવી હતી. જેમાં ગીર ગાય અને વાછરડાને પાળવામાં આવે છે. તેમણે એ પહેલ શરૂ કરી કે, સમગ્ર રાજભવનમાં આ ગૌ શાળાના દૂધનો ઉપયોગ કરાશે. એટલુ જ નહિ, સ્ટાફના બાળકોને પણ ગૌશાળાનું દૂધ આપવામા આવશે.