પાડોશી પરિણીતા પર આવી ગયું યુવકનું દિલ, સાથ છૂટતા જ વીડિયો બનાવીને કર્યો આપઘાત
Trending Photos
નિલેશ જોશી/વલસાડ :વલસાડના યુવકે પરિણીત પ્રેમિકાનું નામ લઈને આત્મહત્યા (suicide) કરી છે. 28 વર્ષીય યુવકને પાડોશી પરિણીતા સાથે પ્રેમ થયો હતો. ત્યારે પરિણીતાના સ્વજનો સાથે તકરાર થતા યુવકે મોત વ્હાલુ કર્યુ છે. જોકે, આત્મહત્યા કરતા પહેલા તેણે વીડિયો (death video) બનાવ્યો હતો. જેમાં તેણે પરિણિત પ્રેમિકાએ છોડી દેતા યુવકે આત્મહત્યાનુ પગલુ ભર્યુ હતું.
ઉમરગામ નગરપાલિકા વિસ્તારની આ ઘટના છે. જેમાં ઉમરગામના રોહિતવાસ ખાતે રહેતા રોહિત પરિવારનો 28 વર્ષીય યુવાન સચિન નરેશ સુરવેએ આપઘાત કર્યો છે. તેણે પોતાના ઘરે લોખંડની એંગલ સાથે નાયલોનની દોરી બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુ હતું. આ ઘટના બાદ સ્વજનોએ પોલીસને જાણ કરતાં ઉમરગામ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે સચિન સુરવેએ પરિણીત પ્રેમિકાને કારણે આત્મહત્યા કરી હતી.
આ પણ વાંચો : સાળી-જીજાજી વચ્ચે પ્રેમ પાંગર્યો અને પછી જન્મેલી બાળકીનું પાપ છુપાવવા તેને કચરામાં ફેંકી દીધી
મૃતક યુવાન સચિન નજીકમાં રહેતી પરિણીતા સાથે પ્રેમ સંબંધ ધરાવતો હતો. જેને લઈને થોડા સમય પહેલાં પરિણીતાના સ્વજનો સાથે વિવાદ થયો હતો. યુવાન સામે તાજેતરમાં જ પોલીસ કાર્યવાહી થઈ હતી, જેથી પ્રેમિકાએ તેનો સાથ થોડી દીધો હતો. જેથી આઘાતમાં આવેલા યુવકે આત્મહત્યા કરી હતી. જોકે, મોત પહેલા યુવકે ફેસબુક ઉપર વીડિયો બનાવ્યો હતો. જે પોલીસના હાથ લાગ્યો છે.
સચિને પોતાના વીડિયોમાં એક મહિલા સહિત બે પુરૂષનો નામનો ઉલ્લેખ કરીને ત્રણેય વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી થાય તેવી અપીલ કરી હતી. તેમજ તેઓ જેલ ભેગા થાય તેવી રજૂઆત કરતો વીડિયો વાયરલ કરી આપઘાત કર્યાનું સામે આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે