Bhavangar News ભાવનગર : ભાવનગરમાં ડમી કાંડ ગુનાની તપાસ ખુબ જ ઉંડાણપુર્વક તથા તલસ્પર્શી કરવા માટે આઇજી દ્વારા સીટની રચના કરવામા આવી છે. ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર અને પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ (S.I.T.) ની રચના કરાઈ છે. જેમાં SIT નાં સુપરવિઝન અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક આર.આર.સિંઘાલની નિમણુંક કરવામા આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર ડમી વિદ્યાર્થી કૌભાંડમાં મામલે SIT ની રચના કરવામાં આવી છે. હવે નાયબ પોલીસ અધિક્ષક આર.આર. સિંઘલના સુપરવિઝન હેઠળ સમગ્ર તપાસ કરવામાં આવશે. પીઆઈ કક્ષાના 1 અધિકારી, પીએસઆઇ કક્ષાના 9 અધિકારી તેમજ સ્ટાફના માણસો દ્વારા કરવામાં તપાસ કરાશે. સમગ્ર મામલે અત્યાર સુધીમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. અત્યાર સુધી પ્રદીપ બારૈયા, શરદ પનોત, બળદેવ રાઠોડ અને પ્રકાશ ઉર્ફે પીકે દવેની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ઝડપી પાડેલા 4 પૈકી 3 આરોપીઓ સરકારી નોકરિયાત છે. 


પિયર નહિ, અહી ફરવા લઈ જવા ગુજરાતી પત્નીઓ પતિ સામે કરી રહી છે જીદ


  • તપાસ અધિકારીમાં SOG PI એસ.બી.ભરવાડ, P.S.I. આર.બી.વાઘીયા, P.S.I. વી.સી.જાડેજા, P.S.I. એચ.આર.જાડેજા, P.S.I. ડી.એ.વાળા અને P.S.I. એચ.એસ.તિવારીની નિમણુંક

  • પોલીસ સ્ટાફનાં રાઇટર તરીકે કુલ-૦૭ માણસો તથા

  • પોલીસ હેડ કવાર્ટર ખાતેથી કુલ-૧૨ માણસોની નિમણુક કરવામાં આવી.

  • સહયોગી અધિકારીઓમાં INC. PI બી.એચ.શીંગરખીયા, P.S.I. કે.એમ પટેલ, P.S.I. પી.બી.જેબલીયા અને P.S.I. પી.આર.સરવૈયા કામગીરીમાં સમાવેશ.

  • આ ઉપરાંત એલ.સી.બી, એસ.ઓ.જી. તથા પેરોલ ફર્લો સ્કવોડ સ્ટાફનાં માણસો પણ સાથે મદદમાં જોડાયેલ છે


અમદાવાદીઓ દાળવડા ખાતા પહેલાં સો વાર વિચારજો, ફેમસ દાળવડા સેન્ટરમાં માર્યું સીલ


બાકીના 32 લોકોની શોધ શરૂ 
ભાવનગર ડમી કાંડ વિદ્યાર્થીઓનાં મામલામાં પોલીસ તપાસ તેજ બની છે. ગઈકાલે પોલીસે સત્તાવાર રીતે 4 લોકોની ધડપકડ કર્યા બાદ બાકી રહેલા 32 લોકોની શોધખોળ શરૂ કરી છે. ભાવનગર જિલ્લાના તળાજા, સિહોર તાલુકામાં રહેઠાણ ધરાવતા 32 આરોપીઓનાં ઘરે પહોંચવા પોલીસે તૈયારી આરંભી છે. આ માટે ભાવનગર પોલીસે 4 ટીમો બનાવી જુદાજુદા વિસ્તારમાં આરોપીઓ ઝડપી પાડવા અભિયાન હાથ ધર્યું છે. પોલીસે ઝડપવાનાં બાકી રહેલા આરોપીઓનાં કોલ ડિટેલ્સ માટે ટેક્નિલ ટીમની મદદ પણ લીધી છે. 


તો ડમી કાંડમાં વધુ એક આરોપી સંજય પંડ્યાની કરાઈ તાલીમ કેન્દ્રથી અટકાયત કરાઈ છે. સંજય પંડ્યાએ 2021 માં બિન સચિવાલયની પરીક્ષા આપી હતી. કરાઈ ખાતે પીએસઆઈની તાલીમ મેળવી રહ્યો હતો. ભાવનગર પોલીસે સંજય પંડ્યાની અટકાયત કરી છે.


ડમી કાંડમાં મોટો ખુલાસો : પોલીસ કરાઈ એકેડમમીમાં તાલીમ લઈ રહેલ યુવાને આપી હતી પરીક્ષા