ડમી કાંડમાં મોટો ખુલાસો : પોલીસ કરાઈ એકેડમમીમાં તાલીમ લઈ રહેલા યુવાને આપી હતી પરીક્ષા
dummy candidate scam : ભાવનગર ડમી ઉમેદવાર કાંડની તપાસમાં મોટો ખુલાસો.... પોલીસ કરાઈ એકેડમમીમાં તાલીમ લઈ રહેલા યુવાને આપી હતી પરીક્ષા....ડમી ઉમેદવાર તરીકે સંજય પંડ્યાએ આપી હતી પરીક્ષા... અક્ષર બારૈયાની જગ્યાએ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું
Trending Photos
Bhavangar News નવનીત દલવાડી/ભાવનગર : ભાવનગર ડમી ઉમેદવાર કાંડની તપાસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ કરાઈ એકેડમમીમાં તાલીમ લઈ રહેલા યુવાને પણ પરીક્ષા આપી હોવાનું ખૂલ્યું છે. ડમી ઉમેદવાર તરીકે સંજય પંડ્યાએ પરીક્ષા આપી હતી. અક્ષર બારૈયાની જગ્યાએ સંજય પંડ્યાએ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2022માં તેણે ક્લાર્ક એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષા આપી હતી. સંજય હાલ કરાઈ એકેડમીમાં તાલીમ લઈ રહ્યો છે. ભાવનગર પોલીસે બંન્ને આરોપી બનાવી તપાસ હાથ ધરી છે.
ભાવનગર ડમી કાંડ અપડેટ :
- 70 થી 80 પરીક્ષામાં ડમી પરિક્ષાર્થી તરીકે સંજય પંડ્યાએ પરીક્ષા આપી હોવાનું સામે આવ્યું છે
- MPHW ( મલ્ટી પર્પજ હેલ્થ વર્કર ) પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પરીક્ષા આપી
- 2022 માં MPHW ની કૌશિક મહાશંકર જાની જગ્યા અન્ય પરીક્ષા આપી પાસ પણ થઈ ગયાનું સામે આવ્યું
- 2022માં MPHW માં ભગીરથ અમૃત પંડિયાની જગ્યા ડમી વ્યક્તિ પરીક્ષા આપી
- 2022માં MPHW માં નિલેશ ધનશાયમ જાની જગ્યા એ ડમી ઉમેદવાર બેસાડેલ
- 2022માં MPHW ની જયદીપ ભદ્રેશભાઈ ધંધાલિયા ની જગ્યાએ ડમી ઉમેદવાર બેસાડેલ
- 2022માં અમરેલી ખાતે ક્લાર્ક 3 ની પરીક્ષામાં અક્ષર રમેશ બારૈયા ની જગ્યા એ ડમી પરિક્ષાર્થી બેસાડેલ
- 2022/23માં પોલીસ કર્મી દિનેશ પંડિયાના ભાઈ ભદ્રેશ SI ની પરીક્ષામાં ડમી પરિક્ષાર્થી બેસાડે
આપના નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા થોડા દિવસો પહેલા પ્રેસ કોન્ફરન્સ યોજી ભાવનગર જિલ્લામાં કથિત કૌભાંડમાં 4 લોકોના નામ જાહેર કરી તેના નોકરીના કોલ લેટર સાથેના પુરાવા રજૂ કર્યા હતા. જ્યારે પોલીસે આ બાબતમાં વધુ કાર્યવાહી કરી 36 લોકો સામે ફરિયાદ નોંધી છે. આજે આ ઘટનામાં નવો વળાંક આવ્યો જેમાં યુવરાજસિંહના સાથી એવા બિપિન ત્રિવેદીએ આજે યુવરાજસિંહ પર રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો અને જેનો વિડીયો વાયરલ થયો હતો. બિપિન ત્રિવેદી શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલી શાળા નંબર 38 માં ધો.6 અને 7 માં ભાષાના શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ઉપરાંત લીલાસર્કલ વિસ્તારમાં આવેલી પંકજ જોશી કેરિયર ઇન્સ્ટિટયૂટમાં લેક્ચર પણ આપવા જાય છે. જે હાલ 3 દિવસથી પોતાની ફરજ પર હાજર નથી રહેતા.
યુવરાજસિંહે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી 4 લોકોના નામ જાહેર કર્યા ત્યારે તેમની પાસે વધુ લોકોના પણ પુરાવા હતા. પરંતુ મસમોટી રકમની સોદાબાજી કરી તેમણે નામો જાહેર ન કર્યાનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયો હતો. તેમજ રૂપિયાની લેતીદેતી સમયના પોલીસના કબ્જામાં રહેલા નેત્ર (પોલીસ કેમેરા)ના વિડીયો અને ફોટા વાયરલ થયા હતા. જેમાં પ્રદીપ અને જીગો નામના વ્યક્તિઓ કાળિયાબીડ વિસ્તારમાં આવેલા એક સર્કલમાં એક્ટિવા સ્કુટરમાં આવતા તેમજ જીગા ના ખભે જે બેગ દેખાય છે. તેમાં રૂપિયા ભરેલા હોય અને જે સર્કલમાં એક કારમાં બેઠેલા કોઈ ઘનશ્યામ નામના વ્યક્તિને આપ્યા હોય ત્યારે ખુદ જે વ્યક્તિએ ડમી ઉમેદવારોના કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો તેની સામે જ તેના સાથીએ અમુક નામો ન જાહેર કરવા માટે મોટી રકમની સોદાબાજી કરી હોવાના આક્ષેપોથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જ્યારે ભાવનગર શહેરમાં પોલીસની ત્રીજી આંખ સમાન નેત્ર કે જેનો કંટ્રોલરૂમ નવાપરા એસપી કચેરી ખાતે જ હોય ત્યારે તેમથી કેવી રીતે વાયરલ થઈ લોકો સુધી પહોંચ્યા તે પણ એક સવાલ છે.
પેપર લીકની ઘટનામાં પેપર તો લીક થયા પણ નેત્રના કંટ્રોલરૂમમાંથી વિડીયો ફોટા કેવી રીતે વાયરલ થયા તે એક મોટો સવાલ છે. જેથી આમાં કોઈ પોલીસ કર્મી પણ જવાબદાર હોય શકે જેની શક્યતા નકારી શકાતી નથી. જ્યારે પોલીસે અટકાયત કરેલા ચારેય આરોપીઓ (૧) શરદકુમાર ભાનુશંકર પનોત, (૨) પ્રકાશભાઈ ઉર્ફ પીકે કરશનભાઈ દવે રહે. પીપરલા, (૩) પ્રદીપકુમાર નંદલાલ બારૈયા રહે. લીલાં સર્કલ, તેમજ (૪) બળદેવ રમેશભાઈ રાઠોડ રહે. દિહોર. ને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જેથી તેની તપાસમાં વધુ લોકોના નામ ખુલે એવી પૂરી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે