અમદાવાદીઓ દાળવડા ખાતા પહેલાં સો વાર વિચારજો, ફેમસ દાળવડા સેન્ટરમાં માર્યું સીલ
Ahmedabad News : અમદાવાદ હેલ્થ વિભાગના દરોડામાં નવરંગપુરા વિસ્તારમાં આવેલા અંબિકા દાળવડા સેન્ટરને સીલ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અત્યાર સુધી અમદાવાદભરમાં કુલ 241 એકમોને નોટિસ મોકલી
Trending Photos
Ambica Dalvada Raid : દાળવડાના દિવાના ગુજરાતના ગામેગામ હોય છે. ભાગ્યે જ કોઈ ગુજરાતી એવો મળે જેને દાળવડા પસંદ ન હોય. અમદાવાદમાં પણ દાળવડાના અનેક એવા સ્પોટ છે, જ્યાંના દાળવડા પ્રખ્યાત છે. પરંતુ જો અમદાવાદીઓને સ્વાદના આ ચટાકા માટે સાચવીને રહેવાની જરૂરી છે. અમદાવાદમાં આરોગ્ય વિભાગે ફેમસ દાળવડા વેચતા સેન્ટર પર દરોડા પાડ્યા હતા. જેમાં દુકાનમાં બિનઆરોગ્યપ્રદ સ્થિતિ દેખાતા અંબિકા દાળવડાની દુકાન સીલ કરવામા આવી છે. નવરંગ પુરા વિસ્તારમાં આવેલી દીવાન ભેળ-પકોડી સેન્ટર સીલ મારવામાં આવ્યું છે.
અમદાવાદ હેલ્થ વિભાગના દરોડામાં નવરંગપુરા વિસ્તારમાં આવેલા અંબિકા દાળવડા સેન્ટરને સીલ કરવામાં આવ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે અત્યાર સુધી અમદાવાદભરમાં કુલ 241 એકમોને નોટિસ મોકલી છે. જેમાં અંબિકા દાળવડા પણ છે, જે નવરંગપુરા વિસ્તારમાં આવેલું છે.
શા માટે સીલ કરાયું
અંબિકા દાળવડાના તેલમાં ટીપીસીનું પ્રમાણ વધુ હોવાના કારણે તેને સીલ કરી દેવામાં આવી છે. તેલમાં ટીપીસીનું પ્રમાણ વધારે હોવાથી સિલ કરવામાં આવ્યું હતુ. જુદી જુદી ખાાદ્ય ચીજોને તળવા માટે ખાદ્ય તેલનો ઉપયોગ કરવામાં આવતાે હોય છે અને તેની ચકાસણી માટે ટોટલ પોલાર કમ્પાઉન્ડની સિસ્ટમ અમલમાં છે. આ મશીનને 40 થી 200 ડિગ્રીનું તાપમાન ધરાવતા ગરમ ખાદ્ય તેલમાં મૂકવાનું હોય છે અને જો ટીપીસી 25થી વધુ હોય તો રેડ સિગ્નલ દેખાડે છે.જોકે, ટીપીસી 25 સુધી હોય તો ખાદ્ય તેલ આરોગ્ય માટે સલામત ગણાય છે.
અન્ય કયા કયા એકમ સીલ કરાયા
નવરંગપુરામાં આવેલું અંબિકા દાળવડા, વાસણામાં આવેલું ન્યુ લક્ષ્મી ચવણા માર્ટ વસ્ત્રાલની એ.બી નમકીનને નોટિસ આપવામાં આવી છે. વાસણાનાં ન્યૂ લક્ષ્મી ચવણા માર્ટનાં સિંગભજીયા અને વસ્ત્રાલના એ.બી. નમકીનની ઝીણી સેવ ભેળસેળવાળી હોવાની સામે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે