ભાવનગરથી સુરેન્દ્રનગર ટ્રેન ફરીથી શરૂ થશે, પણ મહુવાથી ઉપડતી ટ્રેનો હજી પણ બંધ
- કોરોના કાળમાં સંક્રમણના અટકાવવાના હેતુથી બંધ કરવામાં આવેલી ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન ફરી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો
નવનીત દલવાડી/ભાવનગર :કોરોનાનું સંક્રમણ વધતા દેશમાં અનેક જગ્યાઓ પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. ગુજરાતમાં અનેક ટ્રેનો રોકી દેવામાં આવી હતી. હાલ કોરોનાના કેસ દિવસેને દિવસે સતત ઘટી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા વધુને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે હવે પરિવહનનું સૌથી મોટું માધ્યમ ગણાતી ટ્રેનો ફરી ચાલુ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે તે અંતર્ગત ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે.
ભાવનગર સુરેન્દ્રનગર અને અન્ય ટ્રેન શરૂ કરાશે
કોરોના કાળમાં સંક્રમણના અટકાવવાના હેતુથી બંધ કરવામાં આવેલી ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન ફરી ચાલુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ગુજરાતમાં કોરોના કેસ ઘટી રહ્યા છે અને સરકારની ગાઈડલાઈનના પાલન સાથે વધુ ને વધુ છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે આજે 12 જૂન 2021 થી ભાવનગર સુરેન્દ્રનગર ટ્રેન ફરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો : નાગણે લીધો નાગના મોતનો બદલો, કાકી-ભત્રીજીને દંશથી મારી નાંખી, માનવામાં ન આવે તેવી ઘટના બની
ભાવનગરથી ડેઇલી સ્પેશિયલ ટ્રેન શરૂ થશે
ભાવનગરથી સુરેન્દ્રનગર દોડનારી ડેઇલી સ્પેશિયલ ટ્રેન નંબર 09528 ભાવનગર ટર્મિનસથી સવારે 5:00 ઉપડી સવારે 9 કલાકે સુરેન્દ્રનગર પહોંચશે. જ્યારે ટ્રેન નંબર 09533 સુરેન્દ્રનગરથી ભાવનગર દૈનિક સ્પેશિયલ ટ્રેન સુરેન્દ્રનગરથી સવારે 09:40 કલાકે ઉપડી બપોરે 01:30 કલાકે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
સરકાર દ્વારા નવી સૂચના ન મળે ત્યાં સુધી ટ્રેન ચાલુ રહેશે.
આ પણ વાંચો : માણસ હજી અંધશ્રદ્ધામાંથી બહાર નથી આવ્યો, સાપને મારતા પહેલા આ માહિતી જરૂર જાણી લેવી
મહુવાથી ઉપડતી ટ્રેનો ફરી શરૂ કરવા માંગ કરાઇ
કોરોના કાળમાં ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. હાલમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, ત્યારે બંધ પડેલી ટ્રેન ફરી ચાલુ કરવા માંગ કરવામાં આવી છે, મહુવાથી રોજની ત્રણ ટ્રેનનું આવન-જાવન ચાલુ હતું, જેમાં મહુવા, રાજુલા, મહુવા, મહુવા ધોળા જંક્શન મહુવા, અને મહુવા ભાવનગર મહુવા ટ્રેન ચાલુ હતી, પરંતુ હાલ એ પૈકી માત્ર મહુવા ભાવનગર મહુવા ટ્રેન શરૂ છે. બાકીની બંને ટ્રેનો બંધ કરવામાં આવી છે. મહુવા ભાવનગર મહુવા ટ્રેન બપોરે 2:20 કલાકે ઉપાડવામાં આવે છે, ટ્રેનો બંધ કરવામાં આવી હોવાથી તેમજ ભાવનગર મહુવા રોડ અતિશય બિસ્માર હાલતમાં હોવાથી મહુવા, સાવરકુંડલા અને રાજુલાના મુસાફરોને ખૂબ હાલાકી ભોગવવી પડે છે. ત્યારે બંધ કરવામાં આવેલ દૈનિક ટ્રેન ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ પણ વાંચો : ખોડલધામના નરેશ પટેલનું મોટું નિવેદન, પાટીદાર સમાજના મુખ્યમંત્રી હોવા જોઈએ
લાંબા અંતરની ટ્રેનો ફરી શરૂ થાય
મહુવાને બ્રોડગેજ લાઇન મળ્યા પછી લાંબા અંતરની એક પણ ટ્રેન હજી સુધી મળી નથી. એક માત્ર લાંબા અંતરની મહુવા બાંદ્રા મહુવા ટ્રેન જે અઠવાડિયામાં બે વખત ચાલતી હતી, તેને પણ કોરોના કાળમાં બંધ કરી દેવામાં આવી હતી. જ્યારે સુરત મુંબઈ બાંદ્રા વિકલી ટ્રેન અને મહુવા ધોળા ટ્રેન પણ બંધ કરી દેવામાં આવતા મહુવા પંથકના મુસાફરો ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે, જેથી મહુવા સુરત મહુવા ટ્રેન અને મહુવા બાંદ્રા મહુવા ટ્રેન ફરી શરૂ કરવામાં આવે તેવી મહુવાના મુસાફરોએ માંગ કરી છે.