Bhavngar News : ભાવનગરમાં ધારાસભ્યના પુત્રની ગુંડાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. તળાજા ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના પુત્રની ગુંડાગીરી સીસીટીવીમાં કેદ થઈ છે. MLA ગૌતમ ચૌહાણના પુત્ર ગૌરવ ચૌહાણે કોન્સ્ટેબલને ઢોર માર માર્યો હતો. MLA નો  પુત્ર પિતાની ગાડી લઈને રૌફ જમાવવા નીકળ્યો હતો. બાઈક અથડાવવા મુદ્દે ધારાસભ્યનાં પુત્રની બબાલ થઈ હતી. જે બાદમાં કોન્સ્ટેબલ શૈલેષ ધાંધલિયાને સમાધાન માટે બોલાવતા ધારાસભ્યનાં પુત્રએ તેમને માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તળાજા ભાજપના ધારાસભ્ય ગૌતમ ચૌહાણના દીકરા અને કોન્સ્ટેબલ વચ્ચે મારામારીનો બનાવ બન્યો છે. ધારાસભ્ય ગૌતમ ચૌહાણના દીકરા ગૌરવ ચૌહાણે પોલીસ કોન્સ્ટેબલ વિરુદ્ધ તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. તારીખ 3-5-2023 ના રોજ ધારાસભ્યનો દીકરો ગૌરવ ચૌહાણ (ઉંમર વર્ષ 18) પિતાની ગાડી લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ અને તેમની સાથે રહેલ અજાણ્યા એક ઈસમે ગાડી આગળ કરવા બાબતે ઝઘડો થયો હતો. જે અંગેનો સીસીટીવી વીડિયો પણ સામે આવ્યા છે.


ગાંધીનગરમાં નવાજૂનીના સંકેત : પીએમ મોદીની મુલાકાત બાદ મોટા પરિવર્તનની ચર્ચા શરૂ


ધોરણ-1માં એડમિશનના સરકારના નિયમ પર હાઈકોર્ટે આપ્યો આ આદેશ


બાદમાં બોલાચાલી થતા ધારાસભ્યના દીકરાને માર માર્યો હોય તેવી પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે. જોકે બીજી તરફ પોલીસ કોન્સ્ટેબલને સમાધાન માટે બોલાવીને ઢોર માર માર્યો હતો. આ બાદ પોલીસ કોન્સ્ટેબલને સારવાર અર્થે ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.


સૌથી મોટો સવાલ એ છે કે ધારાસભ્યની ગાડી તેમના દીકરાને શા માટે આપી હતી? શું ધારાસભ્યની ગાડી તેમના પ્રોટોકોલ મુજબ તેમના દીકરો ચલાવી શકે તેવા અનેક સવાલો ઉભા થયા છે.


આજે તલાટીની 3437 જગ્યાઓ માટે ભરતી પરીક્ષા : ઉમેદવારો આ નિયમોનું ખાસ ધ્યાન રાખજો


તલાટીની પરીક્ષા આપવા નીકળેલા ઉમેદવારો લૂંટાયા, એસટીએ વસૂલ્યુ વધારે ભાડું