ગાંધીનગરમાં નવાજૂનીના સંકેત : પીએમ મોદીની મુલાકાત બાદ મોટા પરિવર્તનની ચર્ચા શરૂ

PM Modi In Gujarat : પ્રધાનમંત્રી મોદીની ગુજરાત મુલાકાત બાદ મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની પણ ચર્ચા થાય તેવુ પણ કેટલાકનું માનવું છે. હાલ મંત્રીમંડળનં કદ 17 સભ્યોનું છે. તેનું કદ પણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે

ગાંધીનગરમાં નવાજૂનીના સંકેત : પીએમ મોદીની મુલાકાત બાદ મોટા પરિવર્તનની ચર્ચા શરૂ

Gujarat Politics : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12 મેના ગુજરાતના પ્રવાસે છે. 12 મેના રોજ બે કાર્યક્રમોનું આયોજન કરાયું છે. સવારે અખિલ ભારતીય શિક્ષક સંઘના રાષ્ટ્રીય અધિવેશનની તેઓ શરુઆત કરાવશે. બાદમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમમાં હજારી આપશે. જેમાં શહેરી વિકાસ વિભાગ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મકાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાનાર છે. તેમજ અમદાવાદના તથા અન્ય વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. ત્યારે પ્રધાનમંત્રીની આ ગુજરાત મુલાકાત ખાસ ગણવામાં આવી રહી છે. કારણ કે, તેઓ પાર્ટીના કેટલાક નેતાઓ સાથે મહત્વની બેઠક કરવાના છે. ત્યારે પીએમની મુલાકાત બાદ ભાજપમાં નવાજૂની થઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. 

હાલ ગુજરાત ભાજપમાં સંગઠનને લઈને કેટલાક બદલાવો થવાના છે તેવી ચર્ચા છે. ત્યારે આ મામલે હાલ પક્ષમાં સળવળાટ થી રહ્યો છે. ત્યારે ગુજરાતની મુલાકાતમાં પ્રધાનમંત્રી કેટલાક નેતાઓ સાથે બેઠકો કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ છે. પીએમ મોદીની મુલાકાત બાદ બોર્ડ નિગમમાં નિયુક્તિ થાય તેવી ગણતરી મંડાઈ રહી છે. કારણે ગુજરાત સરકારમાં બોર્ડ નિગમમાં નિમણૂંક લાંબા સમયથી અટકેલી છે. ત્યારે આ જાહેરાત થાય તેવી શક્યતા છે. 

જોકે, બીજી તરફ મંત્રીમંડળમાં વિસ્તરણ થવાની પણ ચર્ચા થાય તેવુ પણ કેટલાકનું માનવું છે. હાલ મંત્રીમંડળનં કદ 17 સભ્યોનું છે. તેનું કદ પણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે. 

અગાઉ જ્યારે માર્ચ મહિનામાં પીએમ મોદી ગુજરાતના મુલાકાતે આવ્યા હતા, ત્યારે તેઓએ પોતાનું રોકાણ ચાર કલાક લંબાવ્યુ હતું. આ દરમિયાતેઓે ભાજપના નેતાઓ તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગુપ્ત મીટિંગ કરી હતી. જેમાં સરકારના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠકોનો દોર ચાલ્યો હતો. આ બાદ સંગઠનમાં નાના મોટા બદલાવ આવ્યા હતા. તેમજ સરકારની કાર્યશૈલીમાં પણ બદલાવ આવ્યો હતો. ત્યારે ફરી એકવાર પ્રધાનમંત્રીની મુલાકાતને લઈને મોટા બદલાવ આવે તેવુ દેખાઈ રહ્યું છે. 

તો સાથે જ ભાજપ સંગઠનમાં સીઆર પાટીલની ત્રણ વર્ષની ટર્મ જુલાઈ મહિનામાં પૂરી થઈ રહી છે. ત્યારે તેમની ટર્મમાં વધારા માટે પણ ચર્ચા થવાની શક્યતા છે.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news