BHAVNAGAR: કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ અઢી કરોડનાં ખર્ચે સ્થાપિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કર્યું
સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ સહિતના મહાનુભાવો વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિતિ રહ્યાં હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, દેશના નાગરિકોની સેવાના સંકલ્પ સાથે નયા ભારતનું નિર્માણ કરવું છે. દેશ હવે એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યો છે.
ભાવનગર : સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવીયાએ વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ સહિતના મહાનુભાવો વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિતિ રહ્યાં હતા. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, દેશના નાગરિકોની સેવાના સંકલ્પ સાથે નયા ભારતનું નિર્માણ કરવું છે. દેશ હવે એક નવા વિઝન સાથે આગળ વધી રહ્યો છે.
GUJARAT CORONA UPDATE: નવા 32 કેસ, 262 સાજા થયા, 23 જિલ્લામાં એક પણ કેસ નહી
સર ટી. હોસ્પિટલમાં ઓક્સિજનથી સગવડ વધવાથી ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને વધુ સારી સારવાર આપી શકાશે. મ્યુકરમાઇકોસીસની સારવાર માટેના નવાં સાધનો સાથેના વોર્ડનો શુભારંભ કરાવતાં શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, આ ભાવનગર માટે ખુબ જ મોટી રાહતના સમાચાર છે.
વર્ષો સુધી સામ સામે લડ્યા, હવે સાથે છીએ, નરહરિ અમીન લડાયક નેતા છે: અમિત શાહ
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ આજે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખાતે રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે સ્થાપિત ૨૦૦૦ લીટર પ્રતિ મિનિટ ક્ષમતા ધરાવતાં ૨ ઓક્સિજન જનરેશન પ્લાન્ટનું દિલ્હીથી વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું હતું. આ લોકાર્પણ કાર્યક્રમમાં પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને આયુષ મંત્રી સર્વાનંદ સોનોવાલ, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ અને પ્રવાસન રાજ્યમંત્રી પદ યેસ્સો નાઇક, કેન્દ્રીય પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ રાજ્યમંત્રી શાન્તનુ ઠાકુર પણ વર્ચ્યુઅલ રીતે જોડાયાં હતાં.
SURAT: આત્મહત્યા કરવા જઇ રહેલી મહિલાને 181 અભયમ હેલ્પ લાઇને કર્યો બચાવ
કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યું કે, કોરોનાએ આપણને ઓક્સિજનની જરૂરિયાત સમજાવી છે. આથી કોરોનાનો ત્રીજો વેવ આવે તે પહેલાં દેશની ૨૨૦૦ હોસ્પિટલોમાં સી.એસ.આર. ની મદદથી ઓક્સિજન પ્લાન્ટ બની રહ્યાં છે. આજે દિનદયાળ પોર્ટ ટ્રસ્ટની સી.એસ.આર. એક્ટીવિટીમાંથી આ ઓક્સિજન પ્લાન્ટ નિર્મિત કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, આ પ્લાન્ટ માત્ર એક જ અઠવાડિયાના ટૂંકાગાળામાં ચાલું કરી દેવામાં આવ્યો છે. દેશ બદલાઇ રહ્યો છે અને આપણે અગાઉથી જ તેની જરૂરિયાત પારખીને તેનું અમલીકરણ શરૂ કરી દઇએ છીએ જેથી જે- તે સમસ્યાની મારક ક્ષમતાને ઘટાડી શકાય.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube