ભાવનગર : શહેરના ટીબી રોગના સ્પેશિયાલીસ્ટ ડોક્ટર દિપક ગોળવાલકરએ કોરોના વાયરસથી બચવા માટે મીથેલીન બ્લુનો દર્દીઓ પર કરેલો પ્રયોગ ખૂબ જ સફળ થઈ રહ્યો છે. જેના કારણે અનેક લોકો કોરોનાને માત આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 3 હજારથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, તેમનો દાવો છે કે દરરોજ જીભ નીચે માત્ર અડધી ચમચી મિથેલીન લેવાથી કોરોના વાયરસથી બચી શકાય છે, મિથેલીન લેવાથી કોરોના સામે પ્રતિકાર માટે શરીરમાં ઇમ્યુનિટી વધે છે. જોકે તેમણે આ પ્રયોગ ફેફસાની વર્ષોની સારવારના અનુભવના આધારે કરેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

12 વર્ષના બાળકને ગરીબ મા-બાપે 7 હજાર માટે મજૂરી કામ માટે ગીરવે મૂક્યો


વિશ્વભરમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેમાં કોરોના સામે રોગપ્રતિકાર શક્તિ વધારવા વિશ્વમાં થયેલા અનેક સંશોધનો બાદ કોરોના વેકશીન પણ લોકોને અપાઈ રહી છે, પરંતુ કોરોના અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે ભાવનગરના ટીબી અને ફેફસાના રોગના સ્પેશિયાલીસ્ટ એવા ડોક્ટર ગોલવાલકરે બનાવેલ આ મિથેલીન દ્રાવણને તેઓ પોતે ઉપયોગ કરી રહ્યા છે. તેમજ મિથેલીન પરના વિશ્વાસના કારણે દિપક ગોળવાલકર ભાવનગરના એક માત્ર એવા ડોક્ટર છે. જે પીપીઈ કીટનો ઉપયોગ કર્યા વગર કોરોના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. મોંઘીદાટ ખાનગી હોસ્પિટલ સામે દિપક ગોળવાલકર સાવ નજીવા ખર્ચે સારવાર કરતા હોવાને કારણે અનેક દર્દીઓ સંકોચ વગર સારવાર લઇ રહ્યા છે. સારવાર માટે આવતા દર્દીઓને મિથેલીન બ્લુનું દ્રાવણ તેઓ વિનામૂલ્યે આપી રહ્યા છે. જેનો ઉપયોગ કરનારને કોરોનાની કોઈ અસરો થતીના હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, તેમજ મિથેલીનનો ઉપયોગ કરનાર દર્દીઓ ખૂબ ઝળપથી સાજા થઈ રહ્યા છે.


વડોદરામાં ભાજપના ઢગલાબંધ નેતા કોરોના પોઝિટિવ, કાઉન્સિલર શકુંતલા શિંદેનું મોત


સારવાર લેવા આવનાર કોઈ વ્યક્તિને કોરોના હોય તો ડોક્ટર દ્વારાએ દર્દીના તમામ પરિવારના લોકોને મિથેલીનનું સેવન કરવાની સલાહ આપે છે, અને અત્યાર સુધીમાં દિપક ગોળવલકર પાસે સારવાર લઈ રહેલા દર્દીના પરિવારના એકપણ વ્યક્તિને કોરોનાની અસર જોવા નથી મળી. જેથી ભાવનગર શહેરમાં મિથેલીન બ્લુની માંગ વધતા ડોક્ટર દ્વારા તમામ લેવા આવનાર લોકોને મિથેલીનનું દ્રાવણ મફત આપવામાં આવે છે, અને જેના ખુબજ સારા પરિણામ આવતા કોરોના વાયરસ સામે આશાનું એક કિરણ ઉભું થવા પામેલ છે. 


દીવ-દમણ જતાં પહેલાં પર્યટકો એક વાર વિચારી લેજો, ત્યાં જઈને પસ્તાવું ના પડે


કોરોના વાઇરલ ઇન્ફેક્શનમાં ત્રણ લક્ષણો મુખ્યત્વે જોવા મળે છે ગળામાં સોજો, શ્વાસ નળીમાં સોજો અને ફેફસા નબળા પડવા, ઓક્સિજન મળતો અટકવા પર તેની સારવાર અંગે વિશ્વમાં ઘણા સંશોધનો થયા છે. ત્યારે ભાવનગરના ખૂબ જ નામાંકિત ડોક્ટર દિપક ગોલવાલકરે પણ કોરોના પર એક સંશોધન રજૂ કર્યું છે. તેમાં મીથીલીન બ્લુ દ્વારા કોરોના દર્દીઓને સાજા કરી શકાય છે. જ્યારે દર્દીઓના ફેફસા નબળા પડી જાય ત્યારે મીથીલિન બ્લુ તેના બ્લોકને તોડવાનું કામ કરે છે. ઉપરાંત ફાઈબ્રોસીસ પણ થવા દેતું નથી તેવું તેમના વર્ષોના અનુભવને આધારે તેમણે જણાવ્યું હતું.


Somnath થી દીવની આજથી ટુરીસ્ટ બસનો પ્રારંભ, જાણો કેટલામાં રૂપિયા છે ટિકિટ


ડો. ગોળવાલકરે આ પ્રયોગ 12 વર્ષ પહેલા ટીબીના દર્દીઓની સારવાર માટે કર્યો હતો. જેમાં ટીબીના દર્દીના ફેફસા સાજા કરવા માટે મીથીલીન બ્લુ નો પ્રથમ ઉપયોગ કર્યો હતો અને તેના ખૂબ સારા પરિણામ મળ્યા હતા, જેને લઈને હાલના કોરોના વાઇરસ ઇન્ફેક્શન દરમિયાન ડોક્ટર ગોલવાલકર દ્વારા આ પ્રયોગ લગભગ 3 હજાર જેટલા દર્દીઓ પર કર્યો છે અને તે સાજા થઈ ગયા છે. આ ઉપરાંત 10 હજારથી વધુ દર્દીઓના સંબંધીઓને પણ આ પ્રકારની સારવાર આપવાથી તેમને કોરોનાની અસર થતી અટકાવી શક્યા છે.


મુખ્યમંત્રીની પત્ની સાથે સારા સંબંધ હોવાનું કહીને આ મહિલાએ પિતા-પુત્ર પાસેથી 13 લાખ ખંખેર્યાં



મિથેલીનની શોધ 142 વર્ષ પહેલાં 1878 માં પોલ એહર્લિચ નામના જર્મન સાયન્ટિસ્ટ દ્વારા કરવામાં આવી હતી. જેમાં 1908 માં તેમને તેમના સંશોધનના કારણે નોબેલ પ્રાઈઝ મળ્યો હતો, ખાસ તો આનો ઉપયોગ મેલેરિયા માટે કરાતો હતો, તેમજ કેન્સર ની કિમો થેરાપી જેવી સારવારમાં મિથેલીન મુખ્ય છે. જેના પર 5200 જેટલા રિસર્ચ પેપર પબ્લિશ થયા છે. જેને WHO દ્વારા વેબસાઈટ પર જાહેર કરાયેલી યાદીમાં લાઈફ સેવિંગ ડ્રગ તરીકે મિથેલીન ૪થા સ્થાન પર છે, તેની સામે કોઈ પણ પ્રકાર નો વાયરસ ટકી શકતો નથી. મિથેલીનના પ્રયોગ અને સંશોધનો અમેરિકા ફ્રાન્સ અને રશિયામાં પણ થયા છે જે રેકોર્ડ પર પણ છે. ફ્રાન્સમાં કેન્સરના દર્દીઓના બે જૂથ પાડી એક જૂથને મીથિલીન આપ્યા બાદ તે વાયરસથી સંક્રમિત થયા નથી, જ્યારે બીજા જૂથના અનેક દર્દીઓ કોરોના સંક્રમિત થયા હતા. કોરોના વાયરસનું સંક્રમણ વધ્યા બાદ ડો. ગોળવાલકરની ફોર્મ્યુલા આધારિત મિથેલીન બ્લૂની 4 લાખથી વધુ બોટલોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. વેકસીનેશન ના થાય ત્યાં સુધી અને બાદ પણ લોકોએ કોઈ પણ જાત ના સંકોચ કે ભય વગર મિથેલીન બ્લૂ નું સેવન કરવું જોઈએ જેના કારણે સંક્રમણ અટકાવી શકાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube