દીવ-દમણ જતાં પહેલાં પર્યટકો એક વાર વિચારી લેજો, ત્યાં જઈને પસ્તાવું ના પડે

ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં કોરોના કેસમાં (Coronavirus) સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના મહામારીને લઇને સંઘપ્રદેશ દીવ (Diu) અને દમણમાં (Daman) રજા એન્જોય કરવા જતાં ટુરિસ્ટો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે

દીવ-દમણ જતાં પહેલાં પર્યટકો એક વાર વિચારી લેજો, ત્યાં જઈને પસ્તાવું ના પડે

રજનિ કોટેચા, નિલેશ જોશી/ ઝી મીડિયા: ગુજરાત સહિત દેશના ઘણા ભાગોમાં કોરોના કેસમાં (Coronavirus) સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે કોરોના મહામારીને લઇને સંઘપ્રદેશ દીવ (Diu) અને દમણમાં (Daman) રજા એન્જોય કરવા જતાં ટુરિસ્ટો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. દીવ અને દમણ આવતા પર્યટકો (Tourists) માટે તમામ બીચ બંધ (Beach Closed) કરવામાં આવ્યા છે. દીવ અને દમણમાં કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે પ્રશાસન દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત દીવ આવતા તમામ પર્યટકોને કોરોન્ટાઇન (Quarantine) કરવામાં આવશે.

દેશમાં ફરી એકવાર કોરોનાએ (Coronavirus) માથું ઉચક્યું છે. આ સાથે ગુજરાત (Gujarat) અને મહારાષ્ટ્રમાં (Maharashtra) સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને અટકાવવા માટે સરકાર દ્વારા આકરા અને ત્વરીત પગલાં લેવામાં આવી રહ્યા છે. પરંતુ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા જતાં કેસને લઇને સંઘપ્રદેશ દીવ (Diu) અને દમણમાં (Daman) આવતા પર્યટકો માટે દરિયા કિનારે નો એન્ટ્રી. દીવ અને દમણમાં શનિવાર અને રવિવારના દિવસે દરિયા કિનારા પર પર્યટકો (Tourists) માટે રોક લગાવવામાં આવી છે. શનિવાર અને રવિવારના ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં પર્યટકો અહીં દરિયા કિનારે ફરવા માટે આવતા હોય છે.

એવામાં રજાના દિવસોમાં પ્રવાસીઓના આવવાથી કોરોનાનો ફેલાવ વધવાની શક્યાતાને જોઇને દીવ અને દમણ પ્રશાસન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. હાલમાં દમણમાં કોરોનાના કેસ વધતા આજ રોજથી પર્યટકોને દરિયા અને લાઈટ હાઉસની જગ્યા પર જવા મળશે નહીં. તો બીજી તરફ દીવના નાગવા બીચ, જલધર બીચ અને ઘોઘલ બીચ પણ બંધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત દીવ આવતા તમામ પર્યટકોને કોરોન્ટાઈન કરવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news