• કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

  • ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી


રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ભૂજના લાંચરુશવત વિરોધી બ્યુરોએ ગઈ કાલે રાત્રે ભૂજ તાલુકાના કુકમા ગામના મહિલા સરપંચ કંકુબેન વણકરના પતિ, ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃતલાલ વણકર સહિતના ત્રણ જણાને છટકાના સ્વરૂપમાં દરોડો પાડી રૂપિયા ચાર લાખની રકમની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એન્ટી કરપ્શન બ્યુરો ભૂજ ઓફિસના પી.આઈ. એમ.જે. ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી માઇન્સ અને મિનરલ વ્યવસાય સાથે સંકળાયેલ છે. તેમણે ઔધોગિક બાંધકામ માટે ગ્રામ પંચાયત ટૂંકમાં પાસેથી આકરણી અને મંજૂરી આપવા અને તેમની કંપની વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન કરવા કુકમાના મહિલા સરપંચ પાસે રજૂઆત કરી હતી. આ અંગે કુકમા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ કંકુબેન અમૃતભાઈ મારવાડાએ રૂપિયા પાંચ લાખની લાંચ માંગી હતી. એ પૈકી રૂપિયા એક લાખ ફરિયાદીએ આપી દીધા હતા, જ્યારે બાકીના ચાર લાખ આપવાના હતા. પરંતુ આ રકમ વધારે હોય ફરિયાદી આ રકમ ઓછી કરવા આજીજી કરેલી, પરંતુ મહિલા સરપંચ કંકુબેન દ્વારા દાદ ન અપાતાં ફરિયાદીએ મદદનીશ નિયામક એન્ટી કરપ્શન બ્યુરો ભૂજનો સંપર્ક કર્યો હતો. આ મામલે ભૂજ એસીબી પીઆઈ એમ.જે. ચૌધરીને સૂચના અપાયા બાદ ફરિયાદી સાથે સંપર્ક કરીને છટકું ગોઠવવામાં આવ્યું હતું. એસીબી ભૂજ દ્વારા ગઈકાલે રાત્રે ભૂજમાં મહાદેવ નાકા નજીક હમીરસર તળાવ પાસે આ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી.


અગાઉ એક લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા
ભૂજ ખાતે મહાદેવ નાકા નજીક કુકામાના મહિલા સરપંચના પતિ સહિત 3 જણા રૂપિયા 4 લાખની લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધા હતા. કુકમા ગામના મહિલા સરપંચના પતિ ચાર લાખ જેવી માતબર રકમ લાંચરૂપે સ્વીકારતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે ઝડપાઇ ગયાની ઘટનાએ સનસનાટી મચાવી દીધી છે. દરમિયાન બાકીના રૂપિયા 4 લાખ આપવાનું નક્કી થયું હતું. ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી મહિલા સરપંચ કંકુબેનને વાત કરતા કંકુબેન ભૂજ ખાતે મહાદેવ નાકા પાસે તેમનો પતિ અમૃતલાલ બેચરભાઈ મારવાડા તેમણે આ રકમ આપી દેવાનું કહેતા છટકું ગોઠવાયું હતું. જેમાં ફરિયાદી પાસેથી રૂપિયા 4 લાખ સ્વીકારતા સરપંચ કંકુબેનના પતિ અમૃતલાલ મારવાડા અને તેમના સંબંધી રવજીભાઈ બુચિયા તથા રિતેશ રવજી બુચિયા રકમ સ્વીકારતા રંગે હાથે પકડાઈ ગયા હતા. 


આ પણ વાંચો : હાથી સિમેન્ટ દુર્ઘટનામાં મોતનો આંકડો 3 પર પહોંચ્યો, જુહી ચાવલાના પતિ કરે છે આ ફેક્ટરીનું સંચાલન


અન્ય 2 લોકોની મદદગારી પણ ખૂલતા અટકાયત
છટકામાં કુકમા જૂથ પંચાયતના સરપંચ કંકુબેન વણકર તેમના પતિ અને ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃત મારવાડા, સરપંચના સંબંધી રવજી બુચિયા અને રીતેશ બુચિય સામે ગુનો નોંધાયો છે. ઉપરાંત સરપંચ સિવાયના ત્રણ જણાને પકડવામાં આવ્યા હતા અને ACB દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


ભૂજ ACB ની સફળ ટ્રેપ
એસીબી દ્વારા ગ્રામ પંચાયતના સ્તરે આ પ્રકારે લાંચના છટકામાં આટલી મોટી કાર્યવાહી થઈ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે. જેની સામે ગુનો નોંધાયો છે એ મહિલા સરપંચ અને તેમના પરિવારના મોટાભાગના સભ્યો હસ્તકલાના ક્ષેત્રે રાષ્ટ્રીય એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. ઉપરાંત મહિલા સરપંચ કંકુબેન વણકર પંચાયતના સરપંચ તરીકે ઇન્ડિયા ફેલોના મોડલ સરપંચનો ખિતાબ પણ જીતી ચૂક્યા છે તથા કચ્છ જિલ્લા ભાજપના મહિલા મોરચાના મંત્રી પણ છે.


આ પણ વાંચો : ગુજરાતના 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડાશે


સરકારી ચોપડે અને ACB માં નોંધાયેલી હાલની વિગતો, પણ કહેવાય છે કે કોઈ પણ સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. પણ અહીં ઊલટું છે, એક સફળ મહિલા સરપંચની પ્રતિષ્ઠા અને આબરુના ધજાગરા ઉડાવવામાં, મહિલા સરપંચને કાયમ વિવાદમાં રાખવા બદલ, એમનાં પતિનાં ચાર હાથ રહ્યા છે. એવું જો કુકમા ગામ અને ગ્રામ પંચાયત હેઠળ આવતો વિસ્તાર અને અહીં આવતી કમ્પનીઓ સાથેનો ગ્રામપંચાયતનો વહીવટ જોતાં સ્પષ્ટ દેખાઈ આવે છે.


ઉલ્લેખનીય છે કે, કુકમા જુથ ગ્રામ પંચાયત મહિલા સરપંચ કંકુબેન ચૂંટાયા ત્યારથી તેમના સારા કાર્યોની ચર્ચા કરતા. પોતાના પતિના કારણે સતત વિવાદમાં રહ્યા છે. કુકમા ગામમાં દબાણોની વાત હોય, કંપનીઓ સાથેનો દરેક પ્રકારનો વહીવટ હોય જેમાં સરપંચ પતિનો હાથ હોવાની અનેક ફરિયાદો ભૂતકાળમાં જાગૃત નાગરિકો દ્વારા થઈ ચૂકી છે.


આ પણ વાંચો : Gujarat Corona Update: હવે માત્ર 6 જિલ્લા સુધી સિમિત રહ્યા કોરોના કેસ