ભુજ: ભુજના કોડકી ગામમાં ટ્રસ્ટ સંચાલિત લાલજી લક્ષ્મણ હિરાણી વિદ્યા મંદિરમાં અનુ.જાતિના બાળકોને પ્રવેશ અપાતો નથી એવી પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે ફરિયાદ આવી હતી. જે બાદ કારણદર્શક નોટિસ ફટકારાઈ હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા ડીપીઈઓએ 5 સભ્યોની તપાસ સમિતિ રચી હતી. જે સમિતિ રિપોર્ટ કરશે એ બાદ કાર્યવાહી કરવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર પાસે એકાદ અઠવાડિયા પહેલા કોડકી ગામના મહેશ્વરી કરસન અને મહેશ્વરી પ્રવિણે લેખિત ફરિયાદ કરી હતી, જેમાં જણાવાયું હતું કે, કોડકી ગામની ખાનગી ટ્રસ્ટ સંચાલિત શાળા દ્વારા ભેદભાવ રાખવામાં આવે છે અને અનુસૂચિત જાતિના બાળકોને પ્રાથમિક ધોરણમાં પ્રવેશ અપાતો નથી. જેથી છેક માનકુવા ગામમાં બાળકોને ભણવા મોકલવા પડે છે. જે બાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે શાળા સંચાલકોને કારણદર્શક નોટિસ ફટકારી હતી, જેમાં સંતોષકારક ખુલાસો મળ્યો ન હતો.

વડોદરામાં સમલૈંગિક સમુદાયના લોકોએ કાઢી સન્માન યાત્રા


આ દરમિયાન ડીપીઈઓ અને ડીઈઓની કચેરીના કર્મચારીઓની 5 સભ્યોની તપાસ ટીમ રચી હતી. જે સમિતિ આજે તપાસ કરવા શાળામાં પહોંચી રિપોર્ટ બાદ ફરિયાદમાં ખરાઈ જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે ZEE  ટીમે પણ રૂબરૂ મુલાકાત લીધી હતી ત્યારે આ અંગે જે ફરીયાદી છે તેમને વિદ્યા મંદિરમાં આવેલ બાળ મંદિરમાં પોતાના બાળકોને પ્રવેશ માટે કહ્યું હતું.

ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે વધુ ગુણાત્મક સુધાર અને સામાજિક દાયિત્વ માટે રોડમેપ તૈયાર કરાશે : શિક્ષણમંત્રી


તો આ અંગે શાળાના ટ્રસ્ટ ના પ્રમુખે ZEE ૨૪ કલાકની ટીમ સાથે વાત કરી અને આવા આક્ષેપોને નકાર્યા હતા અને કોઈ ભેદભાવ ન હોવાની વાત કરી હતી અને આ બાળ મંદિર આ ટ્રસ્ટથી અલગ છે. જો કે હજુ તપાસણી ટીમની તપાસ ચાલુ છે ગામમાં અન્ય સેવાઓ અંગે પણ વાત કરી હતી. ત્યારે જીલ્લા શિક્ષણાધિકારીએ નોટીસની વાત સ્વીકારી છે અને ટીમની તપાસણી ચાલુ છે જો બાળ મંદિર સાર્વજનિક છે તો સૌને પ્રવેશ આપવો પડે અને ખાનગી હોય તો આ શાળાના સંકુલમાં આવેલો છે એટલે તપાસણી પછી વધુ વિગતો મળશે.