રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: આજના આ આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં રોજ લોકો કંઈ ને કંઈ અલગ કરીને રાતોરાત ચર્ચામાં આવી જતા હોય છે અને ફેમસ થઈ જતાં હોય છે. ખાસ કરીને હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ચાલી રહેલા અવનવી રીલના ટ્રેન્ડ માટે લોકો ખૂબ જ મહેનત કરીને કન્ટેન્ટ બનાવી રહ્યા છે.તો ફુડની કેટેગરીમાં કાઇક અલગ કરી યુવાનો રાતોરાત ચર્ચામાં આવ્યા છે જેમાં પાણીપુરી આઈસ્ક્રીમ, મેગીના ભજીયા, કુલ્હડ પિત્ઝા, બાહુબલી ગોલો વગેરે જેવા ફયુઝન ફૂડ વેરાયટીઓ થકી નામના મેળવી છે. ત્યારે ભુજના યુવાને પણ કાઇક નવુ કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગોધરા ટ્રેન અગ્નિકાંડ કેસ,સુપ્રીમ કોર્ટ 10 એપ્રિલે ગુજરાત સરકારની અરજીઓનો નિકાલ કરશે


ભુજના મંગલમ વિસ્તારમાં છેલ્લાં 7 વર્ષોથી વડાપાંઉ અને ભજીયાના ધંધા સાથે સંકળાયેલ સંદીપભાઈ બુધ્ધભટ્ટી અને તેમના દીકરા દેવ બુધ્ધભટ્ટીએ સોશિયલ મિડીયા થકી બે સંસ્થાઓનો સંપર્કમાં આવ્યા અને કંઇક અલગ કરવાની ભાવના સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે પ્રયત્ન કરવાનું નક્કી કર્યુ જેમાં સૌથી મોટો વડાપાઉં બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો અને દેવ બુધ્ધભટ્ટીએ 6 વખત મોટામાં મોટો વડાપાઉં બનાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ કંઇકને કંઇક રીતે તે નિષ્ફળ જતો હતો.


CMOના પૂર્વ એડિશનલ PRO હિતેશ પંડ્યાનો મોટો ખુલાસો, PM મોદી વિશે કહી દીધી આ વાત


12×12 નો વડાપાઉં બનાવીને ઇન્ફ્યુલેન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મેળવ્યું સ્થાન
દેવે વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવા અંગે Zee મિડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, 7મી વાર પ્રયત્ન કરી અને રેકોર્ડ તો પોતાના નામે કર્યો છે પરંતુ સોશિયલ મિડીયામાં પણ ભારે ચર્ચામા આવ્યો છે. 12 ×12 ની સાઇઝનું અને 2.656 કિલોનો વડાપાંઉ હાલ ખુબ ચર્ચામા છે.દેવ બુધ્ધભટ્ટીને તેના પિતા સંદીપભાઈએ 12 × 12 અને 2.656 કિલોનો વડાપાંઉ બનાવવા માટે પ્રેરણા આપી. ત્યારબાદ દેવ રાજસ્થાનની ઇન્ફ્યુલેન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને સોસાયટી પોઇન્ટ ફાઉન્ડેશન MP સાથે સોશીયલ મિડીયામાં સંપર્કમાં આવ્યો હતો અને ત્યાર બાદ તેણે નવુ કરવા સાથે રેકોર્ડ કરવાનુ નક્કી કર્યુ હતુ.



Free Medical Education: ભારતની આ કોલેજમાંથી મફતમાં MBBS કરો,હોસ્ટેલ પણ ફ્રીમાં રહેશે


દેવે 7મી વારના પ્રયત્નમાં 30 મિનિટની અંદર 1.262 કિલોનો વડો અને 650 ગ્રામ વજનના પાંઉ સાથે 2.656 કિલોનો જંબો વડાપાંઉ તૈયાર કર્યો અને મોટાં મોટો વડાપાઉં હોવાનો દાવો કર્યો છે. જંબો વડાપાઉં બનાવી ટાસ્ક પુર્ણ કર્યો હતો જેને લઇને બન્ને સંસ્થાએ તેને સર્ટીફીકેટ આપી પ્રોત્સાહીત કર્યો છે. આમ, જંબો વડાપાઉં બનાવીને ભુજનો આ યુવાન હાલ ચર્ચામાં છે.


IAS Success Story:દરજીના દીકરાએ અખબાર વેચી કાઢ્યો ભણતરનો ખર્ચ, મહેનતના જોરે બન્યો DM


દેવના પિતા સંદીપભાઈ બુધ્ધભટ્ટીએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, પરિવારમાં ખુશીનો માહોલ છે કે દેવે મોટામાં મોટો વડાપાઉં બનાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તે હંમેશા કંઇક નવું કરવામાં જ માનતો હોય છે અને પરિવારના દરેક સભ્ય દ્વારા તેને સપોર્ટ કરવામાં આવતું હોય છે.આ ઉપરાંત તેને કવિતા લખવાનો અને ફોટોગ્રાફીનો પણ શોખ છે.