CMOના પૂર્વ એડિશનલ PRO હિતેશ પંડ્યાનો મોટો ખુલાસો, PM મોદી વિશે કહી દીધી આ વાત

પૂર્વ એડિશનલ PRO હિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી મારા સર્જક અને પ્રણેતા છે. મારા કારણે તેમની પ્રતિભા સાથે સાથે તેમને પણ અસર થઈ છે, જેના કારણે મેં રાજીનામું આપ્યું છે. કિરણ પટેલ કેસમાં હું હાલ કોઈ નિવેદન કરવા માંગતો નથી.

CMOના પૂર્વ એડિશનલ PRO હિતેશ પંડ્યાનો મોટો ખુલાસો, PM મોદી વિશે કહી દીધી આ વાત

ઝી બ્યુરો/ગાંધીનગર: મહાઠગ કિરણ પટેલ કેસમાં ગુજરાતમાં મુખ્યમંત્રીના એડિશનલ PRO હિતેશ પંડયાનું રાજીનામું આપવું પડ્યું છે. હવે CMOમાંથી હાંકી કઢાયેલા પૂર્વ એડિશનલ PRO હિતેશ પંડ્યા મીડિયા સામે આવીને પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતે ગઈકાલે રાજીનામું આપ્યાનો ખુલાસો કર્યો હતો. પરંતુ તેમણે જ્યુડિશીયલ પ્રક્રિયા હોવાથી કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. 

પૂર્વ એડિશનલ PRO હિતેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી મારા સર્જક અને પ્રણેતા છે. મારા કારણે તેમની પ્રતિભા સાથે સાથે તેમને પણ અસર થઈ છે, જેના કારણે મેં રાજીનામું આપ્યું છે. કિરણ પટેલ કેસમાં હું હાલ કોઈ નિવેદન કરવા માંગતો નથી. અમિત પંડ્યાને નુકસાની ગઈ તેવી કોઈ માહિતી નથી. હિતેશ પંડ્યાએ ઉમેર્યું હતું કે, અત્યારે અમિત પંડ્યા કશ્મીર છે. ભાજપે અમિત પંડ્યાને સસ્પેંડ કર્યા નથી. ડિસેમ્બરમાં ચુંટણી પુરી થયા પછી જાન્યુઆરીમાંથી જ મુક્ત કર્યો છે. 

કોણ છે હિતેશ પંડ્યા?
નોંધનીય છે કે, હિતેશ પંડયા લાંબા સમયથી CMOમાં કાર્યરત હતા. પરંતુ કિરણ પટેલ કેસમાં તેમના પુત્ર પર આરોપ લાગ્યા બાદ તેમણે રાજીનામું આપી દીધું હતું. 31 માર્ચ સુધી હિતેશ પંડયા કાર્યરત રહેશે. મહાઠગ કિરણ પટેલ સાથે ભાજપ નેતા અમિત પંડ્યાનું નામ આવતા ભાજપે અમિત પંડયા સાથે છેડો ફાડયો હોવાની વાત સામે આવી હતી. આ કેસમાં અમિત પંડ્યાનું નામ સામે આવતા ઘણા સમયથી એ ચર્ચા ચાલી રહી હતી કે પુત્રના કારનામાને કારણે પિતાનું પદ પણ છીનવાઈ શકે છે. આ શકયતાઓ વચ્ચે હિતેશ પંડ્યાના રાજીનામાના અહેવાલ સામે આવ્યા છે.

ભાજપના સોશિયલ મીડિયા ઉત્તર ઝોન ઈન્ચાર્જ અમિત પંડ્યાને હટાવ્યા છે. જો કે અમિત પંડ્યાને જવાબદારીમાંથી મુક્ત કર્યાનો ભાજપે કોઇ સત્તાવાર પત્ર કર્યો નથી. મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક અધિકારી હિતેષ પંડ્યાનો પુત્ર અમિત પંડ્યા છે. અમિત પંડ્યા CCTV નેટવર્કિંગની કંપની ચલાવે છે અને ગુજરાત ભાજપ પ્રદેશની ટીમમાં મીડિયા ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો. અમિત પંડ્યા કાશ્મીરમાં CCTVનો ધંધો કરવા માગતો હતો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news