ધોળકા બેઠક કેસ અંગે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ સુપ્રિમનો દરવાજો ખખડાવ્યો
ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાના હાઇકોર્ટના નિર્ણય મામલે રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સુપ્રિમ કોર્ટમાં અરજી ફાઇલ કરી છે. આમ, તેઓએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.
હિતલ પારેખ/ગાંધીનગર :ધોળકા વિધાનસભાની ચૂંટણી રદ કરવાના હાઇકોર્ટના નિર્ણય મામલે રાજ્યના શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (Bhupendrasinh Chudasama) એ સુપ્રિમ કોર્ટમાં અરજી ફાઇલ કરી છે. આમ, તેઓએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની ગુજરાત વિધાનસભાની જે ચૂંટણી શંકાના દાયરામાં હતી, તેને ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી રદ કરી છે, જેમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે આ અંગે અરજી કરી હતી. વર્ષ 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પર ગેરરીતિ આચરી જીત મેળવી હોવાનો અશ્વિન રાઠોડે આક્ષેપ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટનો આ ચુકાદો માત્ર ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા માટે જ નહિ, પરંતુ ભાજપ પક્ષ અને રૂપાણી સરકાર માટે પણ સૌથી મોટો ઝટકો બન્યો છે.
વિજય નહેરા ફરીથી AMCમાં સત્તા પર આવી શકે છે, ગમે ત્યારે ચાર્જ સંભાળશે
ટ્વિટ કરીને સુપ્રિમમાં જવાની માહિતી આપી હતી
ગઈકાલે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ આ અંગે ટ્વિટ કરીને કહ્યું હતું કે, આપ સૌની માહિતી માટે, આજે ચુકાદો આવ્યા બાદ આખો દિવસ હાઈકોર્ટમાં જે વકીલો કેસ લડ્યા હતા અને હવે સુપ્રિમ કોર્ટમાં જે વકીલો દ્વારા હાઈકોર્ટના ચુકાદાને પડકારવાનો છે, આ બંને વકીલો સાથે આવેલા જજમેન્ટની ચર્ચા કરી અને સુપ્રીમ કોર્ટમાં જઈને સ્ટે મેળવવા પ્રયત્ન કરીશું.
આખરે ગુજરાતના 33માં જિલ્લામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ, અમરેલીમાં પહેલો કેસ આવ્યો
[[{"fid":"263762","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"chudasama_supreme_tweet_zee.gif","field_file_image_title_text[und][0][value]":"chudasama_supreme_tweet_zee.gif"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"chudasama_supreme_tweet_zee.gif","field_file_image_title_text[und][0][value]":"chudasama_supreme_tweet_zee.gif"}},"link_text":false,"attributes":{"alt":"chudasama_supreme_tweet_zee.gif","title":"chudasama_supreme_tweet_zee.gif","class":"media-element file-default","data-delta":"1"}}]]
શું છે સમગ્ર મામલો
ભૂપેન્દ્રસિંહ ચુડાસામા રૂપાણી સરકારની કેબિનેટમાં શિક્ષણ મંત્રી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા આંગળીના વેઢે ગણી શકાય તેટલા મતોથી જીત્યા હતા. ધોળકા વિધાનસભા બેઠક પર માંડ 327 મતોથી કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડ સામે જીત્યા હતા. ત્યારે કોંગ્રેસે તેમની આ જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. બીજી તરફ, ચૂંટણી પંચે પણ કબૂલ્યુ હતું કે, ધોળકા બેઠકની મતગણતરીમાં ગફલત થઈ છે અને તેણે ગુજરાત સરકારને ધોળકાના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ઓર્બ્ઝવર આઈએએસ વિનીતા બોહરા સામે સખત પગલા લેવા પણ જણાવ્યું હતું. ત્યારે હવે આ સમગ્ર મામલો અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આચારસંહિતા હતી ત્યારે જ ભૂપેન્દ્ર ચુડાસમાને ફાયદો કરાવવા માટે ડે. કલેક્ટર તરીકે ગૌરાંગ પ્રજાપતિને બદલીને તેમના સ્થાને ધવલ જાનીની નિમણૂક કરવામાં આવી હતી.
બિસ્તરા-પોટલા માથે ઉપાડીને GMDC મેદાનમાં પહોંચ્યા પરપ્રાંતિયો, પણ નિરાશ થઈને પરત ફર્યાં
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નહિ રહે હાજર
શિક્ષણ અને કાયદા મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજની કેબિનેટ બેઠકમાં હાજરી નહિ આપે. તેઓ ધોળકા વિધાનસભા બેઠક સંદર્ભે ગઈકાલે હાઇકોર્ટે આપેલા ચુકાદા સંદર્ભમાં સ્ટે મેળવવા માટે આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે. મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર કેબિનેટ બેઠકમાં તેઓ ગેરહાજર રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર