ઝી બ્યુરો/અમદાવાદ: રખિયાલમાં આતંક મચાવનારા ગુંડાઓના ઘર ઉપર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. જી હા... 2 કોમર્શિયલ અને ઘર પર બુલડોઝર ફરી વળ્યું છે. ગઈકાલે આતંક મચાવનાર આરોપનું પોલીસે સરઘસ કાઢ્યું હતું. પોલીસ દ્વારા આરોપીઓ પર એક્શન લીધા બાદ હવે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. AMCની જમીન પર કરાયેલા દબાણો દૂર કરવા માટે બુલડોઝર પહોંચ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં પોલીસની હાજરીમાં ખુલ્લેઆમ તલવાર અને તીક્ષ્ણ હથિયાર સાથે આંતક મચાવનારા લુક્ખા તત્ત્વોને પોલીસે ઝડપી બરાબરનો પાઠ ભણાવ્યો હતો. અમદાવાદ પોલીસે  ધરપકડ કરાયેલા આરોપી સમીર શેખ, આફતાબ શેખ, ફઝલ શેખ, મહેફૂઝ તમામનો ઘટના સ્થળે વરઘોડો કાઢીને દાદાગીરીની બધી હવા કાઢી નાંખી હતી અને જાહેરમાં જનતા સમક્ષ માફી પણ મંગાવી હતી. આજે એમએમસી દ્વારા તેમના ઘર પર એક્શન લેવાયું હતું. 



બાપુનગરમાં અકબરનગરના છાપરા ખાતે બપોર બાદ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. કાયદો હાથમાં લેનારા ગુંડાઓના ગેરકાયદેસર બાંધકામ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. ઝડપાયેલા આરોપીઓ પૈકી ફઝલ શેખ દ્વારા AMCની જમીન પર 3 પાકા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. 2 કોમર્શિયલ અને એક રહેણાંક મળી ત્રણેય બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. 


ત્રણેય બાંધકામ H ડિવિઝન ACP કચેરીને અડીને જ આવેલા છે, જે AMC દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. બુલડોઝરની કામગીરી દરમિયાન ડ્રોનની મદદથી સતત સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે આ બાંધકામો દૂર કરવા BJP કોર્પોરેટરે AMC એ પત્ર લખ્યો હતો. આરોપીઓ દ્વારા સિસ્ટમને ચેલેન્જ કરનારને પોલીસ બાદ AMCએ બરાબરનો પાઠ ભણાવ્યો હતો.