ઝી બ્યુરો/ગાંધીનગર: મોરબી પુલ હોનારત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચના અનુસાર રાજ્યના 35, 731 પુલોની સમીક્ષા કામગીરી હાથ ધરવામાં આવી છે. સર્વેમાં મરમતની જરૂર હોય તેવા 121 પુલોની મરામતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી અમદાવાદીઓનો ભરોસો તૂટ્યો! ભરોસાની ભાજપ સરકારે કહ્યું; હવે નહિ થાય કર્ણાવતી નામ


મંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે, સરવેમાં જે 12 પુલો ભયજનક જણાયા હતા, ત્યાં ટ્રાફિકની અવરજવર બંધ કરી ટ્રાફિકને ડાયવર્ઝન અપાયું છે. જ્યારે અન્ય 12 પુલોનું તાત્કાલિક રિપેરીંગ કરી ટ્રાફિક ચાલુ રખાયો છે. આ તમામ 24 પુલોના પુનઃબાંધકામ માટે રૂ. 145.64 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. તેમજ 116 પુલોનું રૂ. 151.41 કરોડનો ખર્ચ મંજૂર કરી મજબૂતીકરણ કરવા માટે મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. 


ખેડૂતો માટે આનંદના સમાચાર: વીજ કનેક્શન આપવા મુદ્દે ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય


મંત્રીએ વધુમાં જણાવ્યું કે, પુલોના પુન:બાંધકામ તથા મજબુતીકરણ માતે રૂ. 197 કરોડ ફાળવવામાં આવેલ છે.


ગુજરાતમાં ફરી એક ઝાટકે 5 IAS અધિકારીઓની બદલી-બઢતી, વિજય નેહરાને વધારાની જવાબદારી