ઝી ન્યૂઝ/અમદાવાદ: ZEE 24 કલાકના શિક્ષા કોન્કલેવમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ZEE 24 કલાકના એડિટર દીક્ષિત સોનીને આપેલા એક્સક્લુઝીવ ઈન્ટરવ્યૂમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં 21 થી 23 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ યોજાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોના મહામારી પછી ઑનલાઈન શિક્ષણનો વ્યાપ પણ ખૂબ વધ્યો છે. તેનો લાભ પણ ગુજરાત લઈ રહ્યું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ એક લાખથી વધારે વિદ્યાર્થીઓ નવી તકોની શોધમાં છે. ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહના અંદાજે 15 લાખ વિદ્યાર્થીઓ પણ પરિણામ જાહેર થયા પછી શ્રેષ્ઠ વિકલ્પની શોધ કરશે. 


ZEE 24 કલાકના શિક્ષા કોન્કલેવમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીનો EXCLUSIVE ઈન્ટરવ્યુ. વાઘાણીએ કહ્યું શાળાઓમાં 13 હજાર નવા ઓરડાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું, કોંગ્રેસની સરકાર વખતે 44 હજાર ઓરડાની ઘટ હતી. જીતુ વાઘાણીએ શિક્ષણ વિભાગને લગતા તમામ મુદ્દા પર વાત કરી હતી. એડિટર દીક્ષિત સોનીને આપેલા EXCLUSIVE ઈન્ટરવ્યુમાં વાઘાણીએ જણાવ્યું હતું કે રાજ્યની સરકારી શાળાઓમાં 14  હજાર જેટલા શિક્ષકોની ઘટ છે, જેમાંથી 9 હજાર જેટલા શિક્ષકોની ભરતી બાકી છે, જે ટૂંક સમયમાં કરવામાં આવશે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારે તાજેતરમાં 3300 શિક્ષકોની પારદર્શક રીતે ભરતી કરી છે. સાથે જ વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે અગાઉ શિક્ષકોએ ભરતી માટે પૈસા આપવા પડતા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે વિપક્ષના શાસન વખતે શિક્ષણની શું સ્થિતિ હશે ?


Watch LIVE: શિક્ષણમંત્રી જિતુ વાઘાણી સાથે EXCLUSIVE ઈન્ટરવ્યૂ@DixitGujarat @jitu_vaghani #zee24kalak https://t.co/3Pzr0BkCtK


CM ભૂપેન્દ્ર પટેલ સાથે GTની મુલાકાત તસવીરોમાં: હાર્દિકે દરેક ખેલાડીઓની ઓળખ આપી, રાશિદે કહ્યું; 'મને લોકોનો સપોર્ટ ખુબ જ ગમ્યો'


આ તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ZEE 24 કલાક લાવી છે શિક્ષણમાં સોનેરી કારકિર્દીના અવસર. જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠાં મેળવી શકે, ઉચ્ચ શિક્ષણની માહિતી, ઉચ્ચ શિક્ષણના વિકલ્પ, પસંદગીના કોર્સની શિક્ષણ ફી, હૉસ્ટેલની સુવિધા અને નોકરીની તકો અંગેનું સચોટ માર્ગદર્શન. 


ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી અને સમગ્ર શિક્ષણ વિભાગ મિશન સ્કૂલ્સ ઑફ એક્સલન્સ પ્રોજેક્ટને સાકાર કરવા માટે કામ કરી રહ્યો છે. ગુજરાતની 20 હજાર સરકારી શાળાઓને હાઈટેક બનાવવાનું લક્ષ્ય પૂરું કરવા માટે દરેક જિલ્લામાં કામ ચાલી રહ્યુ છે. અનેક સ્માર્ટ ક્લાસ બનીને તૈયાર થઈ ચૂક્યા છે. ગુજરાતના વિદ્યાર્થીઓ આ સ્માર્ટ ક્લાસમાં જ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ ભણશે. ગાંધીનગરમાં તૈયાર કરાયેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રની મદદથી પણ ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે અનેક નવતર પહેલ કરવામાં આવી છે.


સૌથી મોટા સમાચાર: ખોડલધામ ચેરમેન નરેશ પટેલની રાજકીય હલચલ પર IBની વોચ ગોઠવાઈ


ઉલ્લેખનીય છે કે, વિશ્વભરમાં હિંદુસ્તાનની આન-બાન અને શાન વધારનારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 20 વર્ષ પહેલાં જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ગુજરાતના શિક્ષણમાં ક્રાંતિકારી બદલવાની શરૂઆત કરી હતી. ઉનાળાના ધોમધખતા તાપમાં ગામડે ગામડે જઈને વિદ્યાર્થીઓનું નામાંકન, દીકરીઓને ભણાવવા માટેનું માતાપિતા પાસેથી વચન, દરેક જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ, દરેક તાલુકામાં કોલેજ અને ઉચ્ચ શિક્ષણ માટે ઘરઆંગણે સુવિધાઓ ઊભી કરીને ગુજરાતને વિદ્યાનું એવું ધામ બનાવ્યું જ્યાં આજે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દીના પાઠ ભણી રહ્યા છે.


CM આવાસ પર ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓએ કરી શુભેચ્છા મુલાકાત, જાણો અમદાવાદમાં GTના ભવ્ય રોડ શોની રૂપરેખા


2 દાયકા પહેલાં નરેન્દ્ર મોદીએ પ્રગટાવેલી શિક્ષણની દિવ્ય જ્યોતથી ગુજરાત હવે સમગ્ર દેશમાં ઝળહળી રહ્યું છે. ગુજરાતમાં હાલ 30 મેડિકલ કોલેજો છે જેમાં 8 હજાર બેઠકો ઉપલબ્ધ છે. આ ઉપરાંત ગુજરાતમાં 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, સ્પોર્ટ્સ યુનિવર્સિટી, આયુર્વેદ યુનિવર્સિટી, ટેકનોલોજીકલ યુનિવર્સિટી, કામધેનુ યુનિવર્સિટી, સંસ્કૃત યુનિવર્સિટી, રેલવે યુનિવર્સિટી, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને પેટ્રોલિયમ યુનિવર્સિટી સહિત અનેક યુનિવર્સિટીઓ કાર્યરત છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube