ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે અને તેમની સારવાર વૈષ્ણવદેવી સર્કલ પાસે આવેલી કે ડી હોસ્પિટલમાં ચાલી રહી છે. હાલ અનુજ પટેલની તબિયત સ્થિર છે અને ઑબ્ઝર્વેશન હેઠળ 2 દિવસ માટે હોસ્પિટલમાં રાખવામાં આવી શકાય એમ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જામનગર શહેરને દુલ્હનની જેમ રોશનીથી શણગારાયું, જાણો શું છે આવતીકાલે CMનો કાર્યક્રમ


આ વિશે મળતી માહિતી પ્રમાણે, આજે (રવિવારે) ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા તેમને તાત્કાલિક કે. ડી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. અનુજ પટેલ પર 2 કલાક સુધી ઓપરેશન કરવામાં આવ્યું છે. હાલ CM ભૂપેન્દ્ર પટેલ સહિતના પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે.



લોકસભાની 126 સીટ પર BJPનું વિશેષ ફોકસ, ગુજરાતની 5 સીટ પર વધુ ધ્યાન આપવા છૂટ્યા આદેશ


અનુજ પટેલ વિશે?
અનુજ પટેલ રિયલ એસ્ટેટના બિઝનેસ સાથે સંકળાયેલા છે અને તેઓ એન્જિનિયર છે. અનુજ કન્સ્ટ્રક્શનનો બિઝનેસ કરે છે. અનુજે પણ પિતાની જેમ જ ડિપ્લોમા એન્જિનિયરિંગ કરેલું છે.