Hospitals In Ahmedabad અતુલ તિવારી/અમદાવાદ : અમદાવાદની હોસ્પિટલો માટે સમસ્યા બનેલું સી ફોર્મ આખરે રદ કરાયું છે. નર્સિંગ હોમને હવે ગુજરાત નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ 1949 અંતર્ગત નોંધણી નહીં કરાવવી પડે. ગુજરાત ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટના નિયમોનું હવે પાલન કરવાનું રહેશે. ગુજરાત સરકારે ગુજરાત નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ 1949 રદ કરવા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, મ્યુનિસિપલ હદ વિસ્તારોમાં ગુજરાત નર્સિંગ હોમ રજીસ્ટ્રેશન એક્ટ 1949 અંતર્ગત સી ફોર્મ ફરજિયાત કરાયું હતું. આ કારણે અમદાવાદમાં આવેલી 2000 કરતા વધુ હોસ્પિલમાંથી 200 જેટલી હોસ્પિટલને સી ફોર્મ મેળવવામાં સમસ્યા થતી હતી. તેથી નિયમોમાં મોટા ફેરફારો કરાયો છે.


ગુજરાતમાં તબાહીની આગાહી : આજે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, વરસાદ રૌદ્ર રૂપ બતાવશે


નવા નિયમ મુજબ, હવે 50 બેડ હોય તેવી હોસ્પિટલને ગુજરાત ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટના નિયમોનું પાલન કરવાનું રહેશે. 50 કરતા ઓછા બેડ હશે એવી હોસ્પિટલ ગુમાસ્તા ધારાને આધારે દર્દીઓની સેવા કરી શકશે. સી ફોર્મ ના હોય તો વીમા કંપનીઓ મેડિકલેમના દાવા પાસ કરતી ન હતી. હવે સી ફોર્મ રદ થતા મેડિકલેમના દાવા મેળવવામાં પણ સમસ્યા નહીં રહે. તેમજ દર્દીઓ સરળતાથી નજીકની 5 થી 10 બેડની હોસ્પિટલમાં પણ સારવાર મેળવી શકશે. 


બાપ રે!! 22 ઈંચ વરસાદથી આખું સૂત્રાપાડા પાણીમાં ડૂબ્યું, ચારેતરફ તબાહી જ તબાહી


સી ફોર્મ રજીસ્ટ્રેશન રદ કરવા અંગે આહના અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે બે દિવસ પહેલા મળેલી બેઠકમાં આ સ્પષ્ટતા કરઈ છે. સી ફોર્મ રદ કરવા અંગે તેમજ ગુજરાત ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટનું પાલન કરવા અંગે આગામી બે દિવસમાં AMC તરફથી સત્તાવાર પત્ર પણ જાહેર કરી દેવાશે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાત ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટ 2021 વિધાનસભામાં પારીત કરાયું છે. 13/9/2022 એ ગુજરાત ક્લિનિકલ એસ્ટેબલિશમેન્ટ એક્ટ અમલમાં લવાયું છે, ત્યારબાદ 28/9/2022 ના રોજ ગેઝેટ નોટિફિકેશન પણ પ્રસિદ્ધ થયું છે.


ગીર-સોમનાથમાં આભ ફાટ્યું : સૂત્રાપાડા અને વેરાવળમા ભારે વરસાદથી તબાહી મચી, નદીઓ ગાંડીતૂર બની