બાપ રે!! 22 ઈંચ વરસાદથી આખું સૂત્રાપાડા પાણીમાં ડૂબ્યું, ચારેતરફ તબાહી જ તબાહી

Gujarat Weather Forecast : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 176 તાલુકામાં વરસાદ...ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ તો વેરાવળમાં 19.5 ઈંચ વરસાદથી જળબંબાકાર...13 તાલુકામાં ચાર ઈંચથી વધારે વરસાદ વરસ્યો

બાપ રે!! 22 ઈંચ વરસાદથી આખું સૂત્રાપાડા પાણીમાં ડૂબ્યું, ચારેતરફ તબાહી જ તબાહી

Gir Somnath HeayRain : રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. પંરતુ ગીર સોમનાથના સૂત્રાપાડામાં આભ ફાટ્યુ છે. કારણ કે, માત્ર 24 કલાકમાં એકલા સૂત્રાપાડામાં 22 ઈંચ વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ, જન જીવનને માઠી અસર પડે તેવો વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં આભ ફાટ્યું છે. 24 કલાકમાં 22 ઇંચ જેટલો વરસાદ વરસ્યો ગતો. તો બીજી તરફ, ગીર સોમનાથના વેરાવળમાં સાડા 19 ઇંચ વરસાદથી ભારે તારાજી સર્જાઈ છે. ગીર સોમનાથના તલાલા અને રાજકોટના ધોરાજીમાં 12 ઇંચ જેટલો વરસાદ તૂટી પડ્યો હતો. આમ, સમગ્ર ગીર સોમનાથ જળમગ્ન બન્યું છે. 

છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો, ગીર સોમનાથના કોડીનારમાં પોણા નવ ઇંચ વરસાદ વરસ્યો હતો. તો જૂનાગઢના માંગરોળમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. આમ, રાજ્યના 13 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના 25 તાલુકામાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોઁધાયો છે. રાજ્યના 54 તાલુકામાં એક ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન પણ સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળ્યું. સવારના બે કલાક દરમિયાન જ રાજ્યના 32 તાલુકામાં વરસાદ નોંધાયો. તો સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોલમાં 5.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જૂનાગઢના માળિયા હતીનામાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ગીર સોમનાથના વેરાવળ અને વલસાડના વાપીમાં 3.5 ઇંચ થી વધુ વરસાદ નોંધાયો છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 19, 2023

 

સતત વરસાદથી વેરાવળ શહેર જળબંબાકાર બન્યું છે. વેરાવળમાં છેલ્લા 24 કલાકમાં 16 ઈંચથી વધુ વરસાદ પડતા ચારેતરફ પાણી જ પાણી છે. વેરાવળમાં મેઘમહેરથી અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે. આવાસ યોજના રોડ પર પાણી ભરાઈ જતા હાલાકીનો સામનો કરવો પડી હ્યો છે. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી. વેરાવળ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદનું પાણી ભરાઈ ગયા છે. તો વેરાવળ શહેરના બ્રહ્મકૂંડ શિવ મંદિરમાં પાણી ભરાઈ ગયા છે. મંદિરનું પરિસર પાણીમાં ગરકાવ થઈ ગયું છે. વેરાવળ શહેર મા આવેલ બ્રહ્મકૂડ શીવમંદીર પરીસર મા પાણી ભરાયા છે. 

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 19, 2023

 

જામકંડોરણાના પીપરડી ગામે આભ ફાટ્યું હતું. પીપરડી ગામે 5 કલાકમાં 13 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેમાં 5 જેટલા ચેક ડેમો તૂટતા ગામમાં વરસાદની પાણી ઘૂસ્યા છે. પીપરડી ગામમાં નદી જેવા દ્રષ્યો જોવા મળ્યા હતા. ગામમાં અનેક મકાનોમાં પાણી ઘુસતા ઘર વખરીને નુકશાન થયું છે. તો વિજપોલ ધરાશાયી થતા ગામમા વીજળી ગુલ થઈ છે. લોકોને લાઈટ વગર અંધારામાં રહેવાની ફરજ પડી છે. પીપરડી ગામે આભ ફાટતા ખેતરોમાં પાકોનું ધોવાણ થયું છે. ગામમાં બનેલ નવા રોડનું પણ ધોવાણ થયું છે. 

અતિ ભારે વરસાદના કારણે વેરાવળ કોડીનાર હાઇવે બંધ થયો છે. સુત્રાપાડા ફાટક નજીક હાઈવે ઉપર પાણી ફરી વળ્યું છે. સુત્રાપાડા ફાટક આખું પાણી પાણી થયું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news