Parsottam Rupala Controversy : ગુજરાતની રાજનીતિમાં આવતી કાલે સૌથી મોટો ભૂકંપ આવી શકે છે. પહેલા ક્યારેય ન બન્યું તે ગુજરાતમાં બનશે. ગુજરાતની રાજનીતિમાં શનિવારનો દિવસ ભૂકંપ લાવી દેશે. રૂપાલાને બદલવાની આગમાં ગુજરાતની રાજપૂતાણીઓ જોહર કરશે. ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે. ત્યારે ક્ષત્રિયાણીઓની આ જાહેરાતથી પોલીસ દોડતી થઈ છે. અમદાવાદમાં ક્ષત્રાણીઓના જૌહરના નિર્ણય બાદ પોલીસ ક્ષત્રિય મહિલાઓના ઘરે પહોંચી છે. ક્ષત્રાણીઓના નિવેદન લેવા પોલીસની ટીમ પહોંચી છે. 


  • ભાજપે રૂપાલા નહીં બદલાયનો સ્પષ્ટ સંદેશો આપતાં ક્ષત્રિયો બગડ્યા

  • ભાજપના સ્થાપના દિવસે કમલમે થશે હોબાળો

  • 7 ક્ષત્રિયાણીઓ આવતીકાલે જૌહર કરશે!, આજે ઘરે મહેંદીનો પ્રસંગ

  • ગુજરાતમાં જૌહરની આગ પ્રગટી તો પડઘા દેશભરમાં પડશે

  • ક્ષત્રિય આગેવાનો જૌહર ન કરવા કરી રહ્યાં છે અપીલો

  • આવતીકાલે દેશભરના રાજવીઓને આંદોલનમાં જોડાશે

  • 6 એપ્રિલે રાજવીઓ અમદાવાદમાં કરશે પ્રેસ કોન્ફરન્સ કરશે.

  • રાજકોટમાં ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક

  • રાજકોટ સહિત ગોધરામાં પણ મોટા કાર્યક્રમોનું આયોજન 

  • રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ મહિપાલસિંહ ગુજરાત આવશે.

  • રાજકોટમાં પદ્મિનીબા વાળાની આગેવાનીમાં રેલી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલમાં ગુજરાતમાં ભાજપના કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઇને રાજપૂત સમાજમાં આક્રોશ વધતો જાય છે.  પરષોત્તમ રૂપાલાના નિવેદનને લઇને માંફી માંગી ચૂક્યા છે પરંતુ રાજપૂત સમાજ માફ કરવા માટે તૈયાર નથી. પરષોત્તમ રૂપાલાને બદલવાની માંગણી કરવામાં આવી રહી છે. તેથી અંતે રૂપાલાને બદલવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજની મહિલાઓ કમલમ ખાતે જૌહર કરવાનું નક્કી કરી લીધું છે. આવતીકાલે 7 ક્ષત્રિય મહિલાઓ કમલમ પાસે જૌહર કરશે.


ફેમસ સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટે બીજીવાર માર ખાધો, મહિલાનો ફોન લઈ લેતા ગુસ્સે થઈ મહિલા


હસતા મોઢે જોહર કરીએ છીએ રાજનીતિ ન કરતા
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય મહિલાઓની જૌહરની ચીમકી આપી છે. ક્ષત્રિય આગેવાન ગીતાબા પરમારે ઝી 24 કલાક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમે આવતી કાલે કમલમમાં જૌહર કરીશું. આવતી કાલે 7 ક્ષત્રિયાણીઓ કમલમ પર જઈને જૌહર કરશે. આજે મહેંદી લગાવીશું અને સાધુ સંતોના આશીર્વાદ મેળવીશું. અમે બે દિવસનું અલ્ટિમેટમ પૂરું થયું , તેથી આવતીકાલે અમે જૌહર કરીશું. આવતી કાલે લગ્નનું જોડું પહેરીને જૌહર કરીશું. હસતા મોઢે જૌહર કરીએ છીએ રાજનીતિ ન કરતા. અમે ક્ષત્રિયાણીઓ આવું ન સાંભળી શકીએ. જૌહર બાદ રાજપૂતો અને પાટીદારો શાંતિ જાળવે. પાટીદાર ભાઈઓએ જૌહર ન કરવા વિનંતી કરી. બીજા કોઈ પાટીદારને ટિકિટ આપો, રૂપાલાની ટિકિટ કાપો. 


Positive Story : ગુજરાતનો વામન પટેલ પરિવાર : પિતાએ હિંમત આપી, અને આજે દીકરીએ આભ કરતા ઉંચી ઉડાન ભરી


આજે રૂપાલાએ રાજકોટમાં ચૂંટણી પ્રચાર શરૂ કરતા ક્ષત્રિયો વધુ રોષે ભરાયા છે. ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે. જેથી રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ ગુજરાત આવશે. આવતીકાલે ગોધરા અને રાજકોટમાં મોટો કાર્યક્રમ યોજાશે. રવિવારે સાંજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન યોજશે. રૂપાલા અંગે આવતીકાલે બેઠકોનો દૌર ચાલશે. જે માટે ઉતેલિયાના યુવરાજ સાહેબ ભગીરથ સિંહને મોટી જવાબદારી અપાઈ છે. દેશભરના રાજવીઓને આંદોલનમાં જોડવાની જવાબદારી સોંપાઈ છે. આવતીકાલે રૂપાલા વિરુદ્ધ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. આવતીકાલે રાજકોટમાં પણ ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક મળશે. જેમાં રણનીતિ રાજકોટથી જ નક્કી કરવામાં આવશે. રાષ્ટ્રીય કરણી સેનાના પ્રમુખ મહિપાલ સિંહ મકરાણા પણ ગુજરાત આવશે. આવતીકાલે ગોધરા અને રાજકોટમાં મોટો કાર્યક્રમ યોજાશે. ગોધરામાં ક્ષત્રિય સંમેલન અને રાજકોટ આવેદન પત્ર અપાશે. રવિવારે સાંજે ધંધુકામાં ક્ષત્રિય સમાજનું મોટું સંમેલન યોજશે.


Disclaimer : જોહરનો નિર્ણય જવાબદાર મહિલાઓનો અંગત છે. અમે ફક્ત માહિતીના હેતુથી આ સમાચાર પ્રસારિત કરી રહ્યા છીએ.


ગુજરાતમાં ભાજપ કેમ નથી હારતું, આ આંકડાઓ જાણશો તો કહેશો કે 26માંથી 26 જ જીતશે