દિવ્યેશ જોશી/રાજકોટ: એઇમ્સને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. OPD બાદ હવે IPD શરૂ કરવામાં આવશે. જૂન 2023 સુધીમાં IPD શરૂ કરવામાં આવશે. હાલમાં 5 બિલ્ડીંગ તૈયાર થઇ ગયા છે. બે બિલ્ડીંગમાં હોસ્ટેલ અને બે બિલ્ડીંગમાં 250 બેડની કેપેસિટી સાથે IPD શરૂ કરવામાં આવશે. IPDમાં સિટીસ્કેન, ઓપરેશન થિયેટર, ડાગ્નોલોજી, રેડિયોથેરાપી સહિતની 18 જેટલી મલ્ટી સ્પેશ્યાલિટી સુવિધાઓ ડિસેમ્બર સુધીમાં શરૂ થશે. IPD શરૂ કરવા માટે સ્ટાફની ભરતી શરૂ થઇ છે અને નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્ર માટે મેડીકલ ક્ષેત્રે મોટી વસ્તુ છે એવું AIIMS રાજકોટમાં નિર્માણ પામ્યું છે. રાજકોટમાં  AIIMSરૂપી વધુ એક ઘરેણું ઉમેરાઈ જવા પામ્યું છે. ગુજરાતની પ્રથમ AIIMS હોસ્પિટલનું કામ ફુલ સ્પીડમાં ચાલી રહ્યું છે. રાજકોટ જામનગર રોડ પર રૂપિયા 1195ના ખર્ચે 201 એકરમાં બની રહેલી AIIMS હોસ્પિટલ 750થી વધુ બેડથી સજ્જ હશે. મહત્ત્વનું છે કે, એક વર્ષ પહેલાં જ 100 જેટલા બેડની OPD શરૂ કરી દેવામાં આવી હતી અને હવે ટૂંક સમયમાં જ IPD પણ શરુ કરવામાં આવશે.


ગુજરાતમાં અહીં 100 કિમીની ઝડપે પવન ફૂંકાયો, આગામી 48 કલાક ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે


IPDમાં ઓછામાં ઓછી 18 જેટલી મલ્ટી સ્પેશિયાલિટી, ઓપરેશન થિયેટરનું કામ ઓક્ટોબર,નવેમ્બર MRI અને સીટી સ્કેનનું મશીન, ડાયગ્નોલોજીક રેડિયો સહિતની સુવિધાઓ શરૂ થઈ જશે અને ગુજરાતની જનતાને 2023 સુધીના અંત સુધીમાં AIIMS હોસ્પિટલને અર્પણ કરવામાં આવશે.


આ વિશે મળતી માહિતી પ્રમાણે, રાજકોટના પરા પીપળીયા ખાતે બની રહેલી એઇમ્સને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ઓપીડી બાદ હવે આઇપીડી પણ ટૂંક સમયમાં જ શરૂ કરવામાં આવશે. આગામી જૂન 2023 સુધીમાં આઇપીડી પણ શરૂ કરવામાં આવશે. હાલ પાંચ જેટલા બિલ્ડીંગ તૈયાર થઈ ચૂક્યા છે. બે બિલ્ડિંગમાં હોસ્ટેલ અને બે બિલ્ડિંગમાં 250 બેડની કેપેસિટી સાથે આઇપીડી શરૂ કરવામાં આવશે. આઈપીડીમાં સીટી સ્કેન, ઓપરેશન થિયેટર, ડાયગ્નોલોજી સેન્ટર, રેડિયો થેરાપી સહિતની 18 જેટલી અલ્ટી સ્પેશિયાલિટી સુવિધાઓ ડિસેમ્બર સુધીમાં શરૂ કરી દેવામાં આવશે. ત્યારે આઈપીડી શરૂ કરવા માટે સ્ટાફની ભરતી પણ શરૂ કરી દેવામાં આવી છે.


પેટ્રોલ-ડીઝલ કે લાઈટ નહીં, હવે 'હવા' થી ચાલશે વાહનો! ગુજરાતમાં એક જ નવો જ અવિષ્કાર


હાલ AIIMS હોસ્પિટલની 5 બિલ્ડીંગો તૈયાર થઈ ગઈ છે. જેમાંથી અન્ય બે બિલ્ડિંગોમાં હોસ્ટેલ અને અદ્યતન લેબ તૈયાર કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય બિલ્ડિંગનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. જે બાદ આગામી મેં અથવા જૂન મહિનામાં IPD પણ શરૂ થશે એટલે કે હોસ્પિટલ શરૂ કરી દેવામાં આવશે. જોકે, આ પછી માત્ર 3થી 4 વિભાગોની કામગીરી બાકી રહેશે અને વર્ષ 2023ના અંત સુધીમાં આખી હોસ્પિટલ શરૂ થઈ જાય તેવી શક્યતા સેવાઇ રહી છે.


ઝટકો લાગશે: 1.40 કરોડ ગુજરાતીઓનું નવું વર્ષ બગડશે, 8,400 કરોડનો આવી રહ્યો છે બોજ


AIIMSના ડાયરેક્ટર ડોક્ટર સી.ડી.એસ કટોચે મીડિયાને જણાવ્યું હતું કે, અમારા તરફથી બધી કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે સ્ટાફની ભરતી પણ કરી લેવામાં આવી છે અને હાલ નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ પણ શરૂ કરી દેવામાં આવી છે. IPD માટે જે સાધનોની જરૂર પડે તેની ખરીદી પણ કરવામાં આવી રહી છે.