ઝટકો લાગશે: 1.40 કરોડ ગુજરાતીઓનું નવું વર્ષ બગડશે, 8,400 કરોડનો આવી રહ્યો છે બોજ

Electricity Rate in Gujarat: ગુજરાત સરકારની ઊર્જા ક્ષેત્રની મુખ્ય કંપની નવા વર્ષમાં સરકારી વીજળીના ભાવ માટે જર્ક' સમક્ષ જે પિટિશન કરી છે. તેમાં દર વર્ષની માફક પ્રત્યક્ષ રીતે વિગત ભાવવધારાની કોઈ માગણી કરી નથી પણ પાછલા બારણે હર હંમેશની જેમ ફ્યૂઅલ સરચાર્જ યાને FPPPA ચાર્જમાં વધારો કરી આપવા માટે પરોક્ષ રીતે ભાવવધારો માગ્યો છે.

ઝટકો લાગશે: 1.40 કરોડ ગુજરાતીઓનું નવું વર્ષ બગડશે, 8,400 કરોડનો આવી રહ્યો છે બોજ

ગાંધીનગર: નવા વર્ષમાં ગુજરાતીઓને એક મોટો ઝટકો લાગે તેવી સંભાવના છે. વીજળીના બિલમાં તોતિંગ વધારો થાય તેવો પ્લાન ઘડાઈ રહયો છે. ગુજરાત સરકારની ઊર્જા ક્ષેત્રની મુખ્ય કંપની નવા વર્ષમાં સરકારી વીજળીના ભાવ માટે જર્ક' સમક્ષ જે પિટિશન કરી છે. તેમાં દર વર્ષની માફક પ્રત્યક્ષ રીતે વિગત ભાવવધારાની કોઈ માગણી કરી નથી પણ પાછલા બારણે હર હંમેશની જેમ ફ્યૂઅલ સરચાર્જ યાને FPPPA ચાર્જમાં વધારો કરી આપવા માટે પરોક્ષ રીતે ભાવવધારો માગ્યો છે. 

અત્યારે બેઝિક ફ્યુઅલ સરચાર્જ યુનિટે રૂ. 1.90 છે અને સરચાર્જ યુનિટે રૂ. 3.29 છે, એટલે જર્ક' પાસે યુનિટદીઠ 70 પૈસાનો ભાવવધારો ફ્યુઅલ સરચાર્જમાં વધારો મગાયો છે. જો જર્ક દ્વારા આ માગણી ગ્રાહ્ય રખાય કરોડોનો જબરજસ્ત બોજો આવશે. તમારા વીજળીના બિલમાં મસમોટો વધારો થશે. 

No description available.

ગુજરાત વીજ નિયમન પંચ જો આ ચૂકાદો માન્ય રાખે તો તેને પરિણોમે એફપીપીપીએ-ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ અત્યારે યુનિટદીઠ રૂા. 1.90 ચૂકવવાના આવે છે તે વધીને રૂા. 2.60 થઈ જશે. તદુપરાંત વીજ ખરીદી અને વીજ ઉત્પાદન માટે વપરાતા ઇંધણમાં આવતા ખર્ચ બોજના વધારાનો ખર્ચ એફપીપીપીએની ફોર્મ્યુલા હેઠળ વીજ વપરાશકારોને માથે મહિને અંદાજે રૂા. 700 કરોડ અને વરસે અંદાજે રૂા. 8400 કરોડનો બોજો આવી શકે છે.

No description available.

યુનિટ વાપરનારા પર બોજો રૂ.
રહેણાક કક્ષામાં નીચા સ્લેબમાં રહેણાક કેટેગરીના સૌથી નીચા સ્લેબમાં વીજળીનો ભાવ યુનિટે રૂ. 3.05 છે પણ પ્રથમ 50 યુનિટના વપરાશમાં ફ્યૂઅલ સરચાર્જ અને ઇલેક્ટ્રિસિટી ડ્યૂટી સહિત યુનિટદીઠ રૂ. 6.50 વસૂલ થાય છે. નવો પ્રસ્તાવિત ફ્યૂઅલ સરચાર્જ લાગુ થશે તો યુનિટદીઠ વીજળીનો ભાવ 80 પૈસા વધીને રૂ. 7.30 થઈ જશે. આ ગણતરીએ મહિને 200 યુનિટ વાપરતા ગ્રાહકો ઉપર મહિને રૂ. 160નું અને મહિને 400 યુનિટ વાપરતા ગ્રાહકો ઉપર મહિને રૂ. 320નું જંગી ભારણ આવશે. 

જર્ક સમક્ષ જીયુવીએનએલ દ્વારા કરાયેલી પિટિશનોની સુનાવણી પહેલી માર્ચ. 2023થી શરૂ થશે અને 31 માર્ચ પહેલા જર્કનો ઓર્ડર આવી જશે. વીજળીનો પડતર ભાવ એટલે કે પાવર પરચેઝ કોસ્ટ વધીને યુનિટદીઠ રૂ. 5.75 ઉપર પહોંચી છે, પરંતુ સીધી રીતે ભાવ વધારતા લોકોનો રોષ વહોરવો પડે એ ભીતિથી સરકાર હંમેશા પાછલા બારણેથી ફ્યૂઅલ સરચાર્જમાં વધારો કરીને જ પરોક્ષ રીતે ભાવવધારો કરવાનો માર્ગ અપનાવે છે. આમ ગુજરાતીઓને નવા વર્ષમાં સીધો ઝટકો લાગશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news