Banaskantha Big News બનાસકાંઠા : વિકસતા ગુજરાતમાં ચારેતરફ દેખાતી પાનની પીચકારીઓ કાળી ટિલ્લી સમાન છે. પાનમાવા ખાઈને થૂંકવું એ ગુજરાતની એક ઓળખ બની ગઈ છે. ગુજરાતીઓ આ માટે વિદેશોમાં પણ બદનામ છે. ગુજરાતની લગભગ દરેક ઈમારત, ખાલી દીવાલ પર પાનની પીચકારીઓ જોવા મળે છે. નવી નક્કોર બિલ્ડીંગ બન્યાના થોડા દિવસો બાદ તેની શકલ બદલાઈ જાય છે. આવામા બનાસકાંઠાના એક નાનકડા ગામે આવકારદાયી નિર્ણય લીધો છે. આ ગામની પંચાયતે ગામમાં દારૂ અને ગુટકા વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એટલુ જ નહિ, દારૂ-ગુખવા વેચનારને માતબર રકમનો દંડ ફટકારવાનો પણ નિયમ બનાવ્યો છે. જો આવો દંડ હશે તો ગુજરાતના દરેક શહેર-ગામમાં લગાવવામાં આવે તો, ગેરેન્ટી આપીને કહીએ કે, ગુજરાતના ખૂણે ખૂણે પાનની પીચકારીઓ નહિ જોવા મળે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બનાસકાંઠાના ગામની પહેલ
બનાસકાંઠાના થરાદ તાલુકાના ડોડગામ ગ્રામ પંચાયત દ્વારા ગામમાં દારૂ અને ગુટકા વેચવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ડોડગામની પંચાયત દ્વારા એવા નિર્ણયો લેવાયા છે કે, જેનાથી ગામમાંથી વ્યસનમુક્તિ થાય. ગામમાં વ્યસનની બદી દૂર કરી શકાય છે. ડોડગામમાં તારીખ 1, માર્ચ, 2023 લેવાયેલા તમામ નિયોમો અમલ કરવા ગ્રામ પંચાયતે નોટિસ બનાવી છે. તો સાથે જ તેને તોડવા પર કડકમાં કડક દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. 


આ પણ વાંચો : 


અરેરાટી થાય તેવો ખતરનાક અકસ્માત : બે ટ્રકની ટક્કરમાં ડ્રાઈવરના શરીરના બે ટુકડા થયા


ગુજરાતના ખેડૂતો માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો, સૌથી મોટું ખાનગી માર્કેટ યાર્ડ આજથી શરૂ


કયા કયા નિયમો બનાવાયા
જો કોઈ શખ્સ ગામમાં દારૂનું વેચાણ કરતા પકડાય તો 51000 રૂપિયા દંડ કરાશે
જો કોઈ દારૂ લઈ જતા પકડાય તો 5100 રૂપિયા  દંડ કરવામાં આવશે
જો કોઈ વ્યક્તિ દારૂ પીધેલ પકડાય તો પોલીસને સોંપવો અને ગામ લોકોએ જામીન પણ આપવા નહિ
ગુટકા અને તમાકુ વેચાણ કરનારને 11000 રૂપિયાનો દંડ
શાળા છૂટવા કે શરૂ થવાના સમયે અન્ય છોકરાઓ શાળા પાસે ઉભા રહેશે તો 1100 રૂપિયાનો દંડ
ગ્રામ પંચાયત દ્વારા ઉઘરાવેલ દંડની રકમ ગો શાળામાં અપાશે


ડોડગામ પંચાયત દ્વારા બનાવાયેલા તમામ નિયમો આવકારદાયક છે. ગુજરાતને સ્વચ્છતાના રસ્તે લઈ જવુ હોય તો ડોડગામે બનાવેલા નિર્ણયો સામુહિક રીતે અપનાવવા જોઈએ. તો જ ગુજરાતને પાનની ગંદી પિચકારીઓથી મુક્ત કરી શકાય છે. 


આ પણ વાંચો : 


ભાજપના આ 8 નેતા છે બ્લેક લિસ્ટમાં, લોકસભા ચૂંટણી પહેલા ગમે ત્યારે રાજીનામા લઈ લેવાશે


‘તમારી મિત્રતા તમારા ઘર સુધી રાખો, અહીં તમે મેયર છો ધ્યાન રાખીને સમય ફાળવો’