ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ભરતી પ્રક્રિયા માટેના ભરતી કેલેન્ડર સંદર્ભના નિર્ણયમાં પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે સૈદ્ધાતિંક મંજૂરી આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દાદા બગડયા! 4 ક્લાસવન અધિકારી સહિત ગુજરાતના 51 સરકારી અધિકારી સામે તપાસના આદેશ


અગાઉ વર્ષ 2014માં પ્રસિધ્ધ થયેલ ભરતી કેલેન્ડર ડિસેમ્બર-2023મા પૂર્ણ થતું હોવાથી આગામી વર્ષ 2024 થી 2033 માટે વહીવટી વિભાગોમાં જગ્યાઓ ભરવા માટેના ભરતી કેલેન્ડર તૈયાર કરવાની સૈદ્ધાતિંક મંજૂરી અપાઇ છે. જેના અંતર્ગત અધિક મુખ્ય સચિવ, સામાન્ય વહીવટ વિભાગ, અધિક મુખ્ય સચિવ, નાણાં વિભાગ અને સચિવ, ખર્ચ કક્ષાએ તમામ વહીવટી વિભાગો સાથે નવું 10 વર્ષીય ભરતી કેલેન્ડર તૈયાર કરવા માટે તબક્કાવાર બેઠકોનું આયોજન કરવામાં આવશે.


સમોસા ખાતા પહેલાં ચેતજો! સુરતના વ્યક્તિએ સમોસામાં એવું ભર્યું કે દેખશો તો પણ ઉલટી કર


જૂન, જુલાઈ અને ઓગષ્ટ માસ દરમિયાન બેઠકો યોજીને દરેક વહીવટી વિભાગ માટેના નવા ભરતી કેલેન્ડર તૈયાર કરીને નવીન કેલેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે, વર્ષ 2014 થી 2023 દરમિયાન કૂલ-1,56,417 જગ્યાઓ ભરવાનું રાજ્ય સરકારનું આયોજન હતું.  જેની સામે હાલની સ્થિતિેએ 1,67,255 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવી છે. 


વિદ્યુત સહાયકની ભરતીમાં અંદાજે સાડા પાંચ કરોડના વહીવટનો ખુલાસો! 70થી 80 લોકોએ નોકરી