વિદ્યુત સહાયકની ભરતીમાં અંદાજે સાડા પાંચ કરોડના વહીવટનો ખુલાસો! 70થી 80 ઉમેદવારોએ મેળવી નોકરી

પોલીસ પૂછપરછ માં ઘણી ચોકાવનારી માહિતી સામે આવી હતી. જેમાં આરોપીઓ દ્વારા હાલ સુધીની તપાસ દરમ્યાન આરોપીઓ દ્રારા આશરે ૭૦ થી ૮૦ જેટલા ઉમેદવારોને પાસ કરાવવા માટે ઉમેદવાર દિઠ સરેરાશ ૮ થી ૧૦ લાખ રૂપિયા નક્કી કરી લેવામાં આવતા હતા.

વિદ્યુત સહાયકની ભરતીમાં અંદાજે સાડા પાંચ કરોડના વહીવટનો ખુલાસો! 70થી 80 ઉમેદવારોએ મેળવી નોકરી

ઝી બ્યુરો/સુરત: વિદ્યુત સહાયક પરીક્ષાઓમાં ગેરરીતી આચરી, ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરાવવાના કૌભાંડમાં વધુ બે આરોપીઓની ક્રાઇમબ્રાંચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બંને આરોપીઓ એક ઉમેદવાર પાસેથી રૂપિયા 8 થી 10 લાખ વસૂલતા હતા. આ ઉપરાંત ઉમેદવાર પાસેથી મળેલી રકમ વચેટિયાઓ, એજન્ટ તેમજ સંચાલકોમાં વેચી દેતા હતા. 

ગુજરાત રાજ્યની વીજ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL, UGVCL, તથા GSECL માં કુલ-૨૧૫૬ વિદ્યુત સહાયક ની ભરતી પરીક્ષા વડોદરા, રાજકોટ, સુરત, અમદાવાદ ખાતે અલગ અલગ સેન્ટરોમાં તા.૦૯/૧૨/૨૦૨૦ થી તા.૦૬/૦૧/૨૦૨૧ દરમ્યાન અલગ-અલગ તારીખોએ લેવામાં આવેલ હતી. આ પરીક્ષામાં પરીક્ષા કેન્દ્રના માલિકો, કોમ્પ્યુટર લેબના ઇન્ચાર્જ તથા તેમના મળતીયા તથા એજન્ટો નાઓએ એકબીજાના મેળાપીપણામાં આર્થિક લાભ મેળવી પરીક્ષામાં ગેરરીતી આચરી ઉમેદવારોને ઓન લાઇન પરીક્ષા પાસ કરાવી એકબીજાના મેળાપીપણામાં વીજ કંપનીઓ સાથે તેમજ લાયક હોવા છતાં નોકરી મેળવવામાં વંચિત રહેલ લાયક ઉમેદવારો સાથે ઠગાઇ કર્યા હોવાની હકીકત સામે આવી હતી. 

જે તે સમયે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ સમગ્ર બાબતમાં તપાસ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ ટીમો બનાવી આ ગુનામાં સામેલ અન્યઆરોપીઓને શોધવા તેઓના રહેઠાંણ, સંભવીત ઠેકાણા તથા પરીક્ષા સેન્ટરોની લેબો ઉપર વોચ રાખવામાં આવી હતી. જે પૈકી પોલીસે આરોપી એવા (૧) ભાસ્કર ગુલાબચંદ ચૌધરી (૨) ભરતસિંહ તખતસિંહ ઝાલા ની ધરપકડ કરવામાં આવી હતી. 

પોલીસ પૂછપરછ માં ઘણી ચોકાવનારી માહિતી સામે આવી હતી. જેમાં આરોપીઓ દ્વારા હાલ સુધીની તપાસ દરમ્યાન આરોપીઓ દ્રારા આશરે ૭૦ થી ૮૦ જેટલા ઉમેદવારોને પાસ કરાવવા માટે ઉમેદવાર દિઠ સરેરાશ ૮ થી ૧૦ લાખ રૂપિયા નક્કી કરી લેવામાં આવતા હતા. જે તમામ એજન્ટ, વચેટીયા તથા પરીક્ષા કેન્દ્રના માલિક, લેબઇન્ચાર્જ વચ્ચે વહેંચી લેવામાં આવતા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર બનાવવામાં આરોપીઓના રિમાન્ડ લઈ વધુ તપાસા કરી છે એક અંદાજ મુજબ આરોપીઓ દ્વારા 400 થી વધુ ઉમેદવારોને ગેરકાયદેસર નોકરી અપાવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ગુનાહિત ઇતિહાસ:-
(૧) ભાસ્કર ગુલાબચંદ ચૌધરી સને-૨૦૧૯ માં રાજસ્થાન બીટ્સ પીલાની કોલેજમાં વિધ્યાર્થીઓને ગેરકાયદેસર એડમીશન અપાવવાના ગુનામાં CBI દ્વારા પકડાયેલ હતો અને તિહાર જેલમાં હતો. બે મહિના જેલમાં રહ્યા બાદ તે જામીન ઉપર મુક્ત થયેલ ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા સને-૨૦૨૩ માં જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવેલ તેમાં ગેરરીતી આચરેલ જેમાં ગુજરાત ATS માં ગુનો દાખલ થયેલ તે ગુનામાં ધરપકડ થયેલ તે ગુનામાં હાલમાં વડોદરા મધ્યસ્થ જેલમાં કેદ છે.

(૨) ભરતસિંહ તખતસિંહ ઝાલા જાતે ઠાકોર શિક્ષક તરીકે નોકરી કરતો હતો સને-૨૦૧૮ માં ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગની લોકરક્ષકની ભરતી બહાર પાડવામાં આવેલ હતી. આ પરીક્ષામાં ગેરરીતી આચરેલ જે અંગે ગાંધીનગર સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર થયેલ હતો જેમાં ધરપકડ થયેલ હતી અને સાબરમતી જેલમાં કેદ થયેલ અને ત્રણ મહિના બાદ જામીનમુકત થયેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news