ઉદય રંજન/અમદાવાદ: વર્ષ 2023 માં અમદાવાદના માધુપુરામાં ડબ્બા ટ્રેડિંગ અને સટ્ટા બેટીંગનું રેકેટ પકડવામાં આવ્યું હતું/ જેની તપાસમાં 2273 કરોડના વહેવાર મળી આવ્યા હતા. જે કેસમાં ડબ્બા ટ્રેડિંગમાં સંડોવાયેલ મુખ્ય આરોપીની દુબઇ ખાતેથી smcએ પ્રત્યાર્પણ સંધિથી ધરપકડ કરી છે. ગુજરાત પોલીસ ની સ્ટેટ મોનીટરીંગ સ્કોડ ની ગિરફ્ત માં ઉભેલા આ શખ્સ નું નામ છે દિપક ધીરજ ઠક્કર આ આરોપી ની વાત કરતા પહેલા થોડોક ભૂતકાળ સમજી લઈએ 23/03/2023 ના દિવસે માધુપુરા માં સટ્ટા બેટિંગ અને ડબ્બા ટ્રેડિંગ નું 2273 કરોડ નું રેકટ પકડી પાડવા માં આવ્યું હતું જેમાં અત્યાર સુધીમાં 186 આરોપી ના નામ ખુલવા પામ્યા છે જેમાંથી 36 આરોપીઓ ની ધરપકડ કરવા માં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે ભાદરવો મહિનો ગુજરાતમાં ભુક્કા કાઢશે! અન્ય એક ડિપ્રેશનથી આ વિસ્તારોનું થશે રમણભમણ


આ રેકેટમાં બે અલગ અલગ દિશામાં તપાસ ચાલી રહી હતી. જેમાં એક તપાસ સટ્ટા બેટિંગમાં તપાસ હતી. પોલીસ ફરિયાદમાં હર્ષિત જૈન ક્રિકેટ સટ્ટા કિંગ અમિત મજેઠીયા મહાદેવ એપનો મુખ્ય સંચાલક સૌરભ ચંદ્રાકાર ઉર્ફે મહાદેવ નામ સામે આવ્યું હતું અને બીજી તપાસ ડબ્બા ટ્રેડિંગમાં ચાલી રહી હતી. જેમાં ડબ્બા ટ્રેડિંગમાં મુખ્ય આરોપી તરીકે દિપક ધીરજ ઠક્કર ઉર્ફે દિપક ડિલક્સ નું નામ સામે આવ્યું હતું. ત્યારે તપાસ કરતી એજન્સી smc એ આરોપી દિપક ધીરજ ઠક્કર ઉર્ફે દિપક ડિલક્સ ની ધરપકડ માટે પ્રયાસ શરૂ કરતા માલુમ થયું હતું કે આરોપી દુબાઈ ખાતે વર્ષ 2019થી સ્થાયી છે.


ખુશખબરીઃ 15 સપ્ટેમ્બર પહેલા ભારતમાં થશે 3 ધાંસૂ કારની એન્ટ્રી, લોન્ચ ડેટ કન્ફર્મ


smc ની તપાસમાં સામે આવ્યું હતું કે દિપક ધીરજ ઠક્કર ઉર્ફે દિપક ડિલક્સ વેલોસિટી સર્વરમાં મેટા ટ્રેડર એપ્લિકેશનનો ઉપયોગ કરી, શેરબજારના ડબ્બા ટ્રેડીંગ ના આઈ.ડી. આપી અંદાજે 2 લાખથી વધુ ગ્રાહકોને સાથે વ્યવહાર કરે છે ત્યારે દિપક ધીરજ ઠક્કર ઉર્ફે દિપક ડિલક્સની દુબાઈ ખાતેથી ધરપકડ કરવા માટેથી પહેલા કોર્ટમાંથી તેનું CRPC કલમ-૭૦ મુજબનું ભાગેડુ તરીકેનું વોરંટ મેળવ્યું હતું. 


આખા દેશમાં એક ટાઈમ સેટ કરવા આ પાટીદાર નેતાની છે મોટી ભૂમિકા, જાણો ભારતના સમયની કહાની


ત્યાર બાદ ૧૨/૦૭/૨૦૨૩ના રોજ લુક આઉટ સર્ક્યુલ મેળવવવા માં આવ્યું હતું ત્યારબાદ ૧૫/૧૨/૨૦૨૩ ના રોજ ઈન્ટરપોલ મારફતે રેડ કોર્નર નોટિસ કાઢવા માં આવી હતી જે આધારે UAEની દુબઇ પોલીસ દ્રારા ૧૩/૦૩/૨૦૨૪ના રોજ આરોપી દિપક ધીરજ ઉર્ફે દિપક ડીલક્ષની ધરપકડ કરવા આવી અને 6 માસ સુધી જેલ માં રાખવા માવયો હતો આ સમય દરમિયાન યુનાઈટેડ આરબ એમીરાતને ૨૫/૦૬/૨૦૨૪ના રોજ ધરપકડ માટે થી પ્રત્યાર્પણ દરખાસ્ત મોકલી આપવામાં આવેલી હતી. જે દરખાસ્ત આધારે પ્રત્યાર્પણ ની મંજુરી આપવામાં આવતા આવેલ જેના આધારે .૨૭/૦૮/૨૦૨૪ના ના રોજ smc ના ડીઆઈજી નિર્લિપ્ત રાય ડીવાયએસપી કે ટી કામરિયા પીઆઇ આર જી ખાંટને દુબાઈ ખાતેથી આરોપીની ધરપકડ કરવાની મંજૂરી મળતા ૦૧/૦૯/૨૦૨૪ના રોજ દિપક ધીરજ ઠક્કર ઉર્ફે દિપક ડિલક્સની દુબાઈ ખાતે થી ધરપકડ કરવામાં આવી અને ગાંધીનગર ખાતે લાવવામાં આવ્યો હતો. 


હાથ, પગ અને શરીર પર લાલ ચકામા અને સોજો દેખાવા લાગ્યો છે? ડોક્ટરે જણાવ્યું મોટું કારણ


આ આખી પ્રકિર્યાને smcને એક વર્ષ જેટલો સમય લાગી ગયો હતો. કદાય ગુજરાત પોલીસનો આ પ્રકારનો પ્રથમ કેસ હોવાનું મનાઈ રહ્યું છે. જેના પાછળનું કારણ એ પણ સામે આવ્યું છે કે ભારત કે ગુજરાતના સટ્ટા કિંગ કે ડબ્બા ટ્રેડિંગના કિંગની માનસિકતા રહી છે કે દુબાઈ જઈને આવા રેક્ટે કરતા આવ્યા છે, જેમાં એક દાખલો બેસાડવા માટેથી આ કાર્યવાહી કરવામાં આવી હતી.


આ અભિનેત્રીના ઘરે પડી ચુકી છે IT ની રેડ! કરોડોમાં કરે છે કમાણી, બિઝનેસમેન છે પિતા 


smcએ આ પ્રત્યાર્પણની પ્રક્રિયામાં અરેબિક ભાષામાં કાગળો પ્રિન્ટ કરી દુબાઈ પોલીસ પાસે મુક્યા હતા અને દુબઈ પોલીસ સાથે વાતચીત કરવા માટેથી ફોનમાં રહેલ AI એપ્લિકેશનથી વાતચીત કરવાની જરૂરિયાત પડી હતી. smc એ આરોપી દિપક ધીરજ ઠક્કર ઉર્ફે દિપક ડિલક્સ પર કોનો હાથ છે અને અત્યાર સુધીમાં કેટલા સુધીનું ડબ્બા ટ્રેડિંગ કરી ચુકયા છે અને કેટલાની રકમ હવાલા કરી ચુક્યો છે. તેને લઇને તપાસ શરુ કરી છે. પોલીસે આરોપી પાસેથી એક મોબાઈલ અને એક બુક કબ્જે કરી છે, જેને લઇને પણ તપાસ શરુ કરી છે. જેમાં ડેયલી ડાયરીના પોલીસને ભગવાનના મંત્ર અને નામ લખેલા મળી આવ્યા છે.