આખા દેશમાં એક ટાઈમ સેટ કરવા આ પાટીદાર નેતાની છે મોટી ભૂમિકા, જાણો ભારતના સમયની કહાની

Indian Standard Time Introduced 1 September 1947: તમે બધા ઘડિયાળ તો પહેરતા હશો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે સમગ્ર ભારતમાં સમય એકસરખો કેવી રીતે છે? કદાચ બહુ ઓછા લોકો હશે જેઓ હાથ પર ઘડિયાળ પહેરે છે, પરંતુ તેઓ જાણતા હશે કે ભારતીય સમય ક્યારે અને કેવી રીતે નક્કી કરવામાં આવ્યો? જેના કારણે સમગ્ર ભારતનો સમય સમાન છે, નહીં તો દેશમાં સમયને લઈને વિવાદ થયો હતો.

આખા દેશમાં એક ટાઈમ સેટ કરવા આ પાટીદાર નેતાની છે મોટી ભૂમિકા, જાણો ભારતના સમયની કહાની

Indian Standard Time: ભાઈ...ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? જી...12 વાગવાના છે. કેટલું સરળ છે ને કોઈ ઘડિયાળમાં સમય જોઈને કોઈને બતાવવું, પરંતુ જો તમને એવો પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતીય સમય કેવી રીતે નક્કી કરવામાં આવ્યો અને કોણે નક્કી કર્યો, તો તમારો જવાબ શું હશે? વિચારોમાં ખોવાઈ જશો. તો ચાલો જાણીએ કે વિશ્વના અન્ય દેશોની જેમ ભારતનો ભારતીય માનક સમય ક્યારે અને કેવી રીતે નક્કી કરવામાં આવ્યો અને કોણે કર્યો.

ઈન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ 1 સપ્ટેમ્બર 1947
ભારતને આઝાદી મળી, તો 1 સપ્ટેમ્બર 1947ના રોજ આખા દેશમાં એક સમય ઝોન પસંદગી કરવામાં આવી, જેણે આઈએસટી કહેવામાં આવ્યો. વિશ્વના સંકલિત સમય (એટલે ​​​​કે UTC) મુજબ, તે +05:30 એટલે કે સાડા પાંચ કલાક આગળનો સમય ઝોન માનવામાં આવે છે. ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ, આપણે બધા એક સમયના સૂત્રમાં બંધાઈ ગયા હતા. ભારતને પોતાનો પ્રમાણભૂત સમય મળ્યો હતો. વૈવિધ્યસભર દેશનો ભારતીય સમયનો ખ્યાલ પણ અદ્ભુત હતો. આનો શ્રેય પણ મોટાભાગે ભારતના લોખંડી પુરુષ એટલે કે વલ્લભભાઈ પટેલને જાય છે.

ઈન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમનો ઈતિહાસ ખુબ જ દિવસ્પર્શ છે. કહેવામાં આવે છે કે પહેલા ભારતમાં કોઈ પણ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમ નહોતો, પરંતુ બ્રિટિશ કાળમાં પહેલીવાર આ વાત થઈ, એક અન્ય કહાણી છે કે બ્રિટિશ કાળમાં મુંબઈ (બોમ્બે), ચેન્નાઈ (મદ્રાસ), કોલકાતા (કલકત્તા) જેવા શહેર અને રાજ્ય અનુસાર ટાઈમ ઝોનને નિર્ધારિત કરવામાં આવ્યો હતો.

શું છે ઈન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમનો ઈતિહાસ
બોમ્બે ટાઈમ ઝોન: ઈન્ડિયન સ્ટેન્ડર્ડ ટાઈમને દુનિયાને કોર્ડિનેટેડ સમય (એટલે યૂટીસી)થી સાડા પાંચ કલાક આગળ ચાલનાર ઝોન માનવામાં આવ્યો. અગાઉ સમસ્યા તો હતી અને તે પણ ગંભીર! છેવટે વિવિધતા ધરાવતા દેશને એક સમયે કેવી રીતે જોડી શકાય? સમય અને ભારતીય સમય વિશે ચર્ચાઓ થતી હતી કારણ કે બોમ્બે અને કલકત્તા (કોલકાતા)ના પોતાના સમય ઝોન હતા.

અંગ્રેજોએ 1884માં આ ટાઈમ ઝોન નક્કી કર્યો હતો જ્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે ટાઈમ ઝોન નક્કી કરવા માટે અમેરિકામાં એક બેઠક યોજાઈ હતી. ગ્રીનવિચ મીન ટાઈમ અથવા જીએમટી કરતા ચાર કલાક અને 51 મિનિટ આગળનો સમય ઝોન હતો બોમ્બે ટાઈમ. 1906માં જ્યારે IST ની દરખાસ્ત બ્રિટિશ શાસન હેઠળ આવી, ત્યારે ફિરોઝશાહ મહેતાએ બોમ્બે ટાઈમ સિસ્ટમ બચાવવા માટે જોરદાર હિમાયત કરી અને બોમ્બે ટાઈમ બચી ગયો!

કલકત્તા ટાઈમ ઝોન
બીજો હતો કલકત્તા ટાઈમ ઝોન. વર્ષ 1884 વાળી બેઠકમાં જ ભારતમાં બીજો ટાઈમ ઝોન હતો કલકત્તા ટાઈમ. જીએમટીથી 5 કલાક 30 મિનિટ 21 સેકેન્ડ આગળના ટાઈમ ઝોનને કલકત્તા ટાઈમ માનવામાં આવ્યો. 1906માં આઈએમટી પ્રસ્તાવ અસફળ રહ્યો તો કલકત્તા ટાઈમ પણ ચાલતો રહ્યો.

ઐતિહાસિક કિસ્સો
દેબાશીષ દાસે તેમના એક લેખમાં તેની ઐતિહાસિકતા વિશે ઘણા કિસ્સા શેર કર્યા. ભારતીય સ્ટેન્ડર્ડ ટાઈમ સમયનો પરિચય: તેમણે એક ઐતિહાસિક સર્વેમાં તેનો ઉલ્લેખ કર્યો છે. લખેલું છે કે- જુલાઈ 1947માં આઝાદી પહેલા સરદાર વલ્લભભાઈ પટેલને કલકત્તાનો સમય સમાપ્ત કરવા વિનંતી કરવામાં આવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલની ભૂમિકા
કહેવામાં આવ્યું છે કે- જ્યારે સમગ્ર ભારતમાં ખાસ કરીને બંગાળમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને તાકીદની બાબતને સંબંધિત સત્તાવાળાઓ દ્વારા અવગણવામાં આવી રહી છે, એટલે કે બંગાળનો સમય જે ભારતીય માનક સમય કરતાં એક કલાક આગળ છે અને માત્ર બંગાળમાં જ તેણે અનુસરવામાં આવે છે જે નાગરિકોના હિત માટે હાનિકારક છે. અમે બંગાળી સમય એટલે કે ભારતીય માનક સમયના સ્વરૂપને અનુસરવા માંગીએ છીએ. જે અન્ય તમામ પ્રાંતોમાં અનુસરવામાં આવે છે. બોમ્બેના સંદર્ભમાં પણ આવી જ વિનંતી કરવામાં આવી હતી.

પટેલનું સૂચન
ગૃહ વિભાગે સૂચન કર્યું કે સંબંધિત રાજ્ય સરકારે આ બાબતે વિચાર કરવો જોઈએ. અને બંને શહેરો સંમત થયા, કલકત્તાએ લગભગ તરત અને બોમ્બે એ અઢી વર્ષ બાદ તેણે સ્વીકાર કરી લીધો. કલકત્તા અને પશ્ચિમ બંગાળ પ્રાંતે 31 ઓગસ્ટ/1 સપ્ટેમ્બર 1947ના રોજ મધ્યરાત્રિએ IST અપનાવ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news