જામજોધપુર યાર્ડ પાસે 20 લાખની લૂંટ મામલે મોટા સમાચાર, જાણો આરોપીઓની શું હતી મોડ્સ ઓપરેન્ડી?
જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં યમુના ટે્રડીંગ પેઢી ધરાવતા ભૌતિકભાઈ પ્રવિણભાઈ રામોલિયા નામનો વેપારી યુવાન ગત તા.14 ના રોજ એચડીએફસી બેંકમાંથી રૂા.20 લાખ લઇ બાઈક પર જતો હતો.
મુસ્તાક દલ/જામનગર: જામનગર જિલ્લાના જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં પેઢી ધરાવતો વેપારી યુવાન ગત તા.14 ના રોજ બપોરના સમયે એચ ડી એફ સી બેંકમાંથી 20 લાખી રોકડ ઉપાડીને તેના બાઈક પર જતો હતો ત્યારે યામાહા એફઝેડ પર આવેલા બે શખ્સોએ લાખોની રોકડ ભરેલા થેલાની લૂંટના બનાવમાં એલસીબીની ટીમે સુરતનો અને એક લાલપુરના શખ્સને રૂા.18,50,000 ની રોકડ અને બાઇક તથા મોબાઇલ સહિત ઝડપી લઇ અન્ય બેશખ્સોની શોધખોળ આરંભી છે.
ભઇ, કોરોના ફરી આવ્યો સમજો! ગુજરાતમાં કોરોનાએ હદ્દ વટાવી,આજના કેસ જાણી ધ્રાંસકો લાગશે
મળતી વિગત મુજબ, જામજોધપુર માર્કેટીંગ યાર્ડમાં યમુના ટે્રડીંગ પેઢી ધરાવતા ભૌતિકભાઈ પ્રવિણભાઈ રામોલિયા નામનો વેપારી યુવાન ગત તા.14 ના રોજ એચડીએફસી બેંકમાંથી રૂા.20 લાખ લઇ બાઈક પર જતો હતો ત્યારે યાર્ડના મુખ્ય ગેઈટ પાસે પહોંચ્યો તે સમયે યામાહા એફ ઝેડ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પલકવારમાં વેપારી પાસેથી લાખોની રોકડ ભરેલા થેલીની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતાં.
ઢોંગી તાંત્રિકનો મહિલા સાથે મોટો 'કાંડ'! નિર્વસ્ત્ર કરીને ગાદલાં પર સુવડાવી અને પછી.
આ બનાવમાં જામજોધપુર પોલીસે જિલ્લામાં નાકાબંધી કરાવી હતી. પોલીસ અધિક્ષ પ્રેમસુખ ડેલુની સૂચના દ્વારા લુંટનો ભેદ ઉકેલવા કરાયેલા આદેશના પગલે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી. ગોહિલ, પી.એમ. મોરી તથા એલસીબી-એસઓજી અને પેરોલ ફર્લો તથા જામજોધપુર પોલીસની જુદી જુદી ટીમો બનાવી જામજોધપુર, ઉપલેટા, જેતપુર-ગોંડલ, સુરત, ધોરાજી, જામકંડોરણામાં તપાસ આરંભી હતી. દરમિયાન ટેકનિકલ સેલ અને હ્યુમન રિસોર્સની મદદથી ગુનામાં વપરાયેલ એફ ઝેડ બાઇક સુરતના ખાટોદરામાંથી ચોરી કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
અમદાવાદ સહિત અડધા ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ, આ જિલ્લાઓમાં આગામી 2 દિવસ ખુબ જ ભારે!
જેના આધારે એલસીબીની ટીમ દ્વારા પેટ્રોલિંગમાં સંજયસિંહ વાળા, દિલીપ તલાવડિયા, હિતુભા જાડેજા, શિવભદ્રસિંહ જાડેજા, હરદીપ ધાંધલ, ફીરોજ ખફી, રાકેશ ચૌહાણને મળેલી બાતમી તથા નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમારના ટેકનિકલ એનાલિસીસના આધારે સુરતના દસ્તગીર શકીલ કુરેશી અને લાલપુર તાલુકાના નાની રાફુદડનો નરશી રવશી ખાણધર દ્વારા અંજામ અપાયો હોવાનું અને અને તે પૈકીનો દસ્તગીર ધોરાજી-જામકંડોરણા તરફથી કાલાવડ બાજુ આવતો હતો.
દેશભરમાં ભીડભાળ વાળી જગ્યાએ જતાં પહેલા સાવધાન, મુંબઈના 6 આરોપીની કરાઈ છે ધરપકડ
ત્યારે કાલાવડના ટોડા ગામના પાટીયા પાસેથી એલસીબીની ટીમે આંતરીને દસ્તગીરને દબોચી લીધો હતો. તેની પાસેથી રૂા.18,50,000 મળી આવ્યા હતાં અને આ રકમ જામજોધપુરમાંથી વેપારી પાસેથી ચીલ ઝડપ કર્યાની કેફીયત આપી હતી. તેમજ આ ગુનામાં ઉપલેટા તાલુકાના ભાયાવદરનો ધવલ અશોક સિનોજીયા તેમજ જામજોધપુરનો દિલીપ વિઠ્ઠલ કાંજીયા સંડોવાયેલો હોવાનું જણાવ્યું હતું. જેના આધારે પોલીસે ભાયાવદરના ધવલ અશોક સિનોજીયાની ધરપકડ કરી હતી.
ના હોય! ગુજરાતમાં ચીકુનો ભાવ ગગડતા ખેડૂતોએ ઘરના રૂપિયા મૂકવા પડે એવી સ્થિતિ...!
આરોપી નરશી ખાણધર અને દસ્તગીર કુરેશીએ થોડા દિવસો પહેલા જામજોધપુર આવી ધવલ સિનોજીયા અને દિલીપ કાંજીયા સાથે મળીને જામજોધપુરના યાર્ડના વેપારીઓ બેંકમાં પૈસા ઉપાડવા જતા હોય છે. તેથી તે સમયે લુંટ ચલાવવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. આ લૂંટને અંજામ આપવા નરશી અને દસ્તગીરે સુરતના ઉધના ખટોદરામાંથી યામાહા એફઝેડ બાઈકની ચોરી આચરી હતી અને લૂંટ ચલાવવા માટે બાઈકની નંબર પ્લેટના છેલ્લાં આંકડાઓ તોડી નાખ્યા હતાં.
ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થીઓને હવે પરીક્ષા આપવા બાબતે કોઈ ચિંતા કરવાની જરૂર નથી!
તેમજ જામજોધપુર યાર્ડ અને બેંકની આજુબાજુમાં ધવલ અને દિલીપએ રેકી કરી અને વેપારી ભૌતિક વધુ પૈસા લઇને જતો હોવાનું નરશી ખાણધર તથા દસ્તગીર કુરેશીને બાતમી આપી હતી. ત્યારબાદ ચારેય શખ્સોએ એકસંપ કરી લૂંટને અંજામ આપ્યો હતો. એલસીબીની ટીમે ઝડપેલા દસ્તગીર શકીલ કુરેશી વિરૂધ્ધ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના બરવા, સુરતના ખટોદરા, સુરતના આઠવા લાઈન, સુરતના ખટોદરા, મધ્યપ્રદેશનું ઉદયનગર દેવાસ અને ખરગોન પોલીસ સ્ટેશનમાં છ ગુનાઓ નોંધાયેલા છે.
'હું એક પત્રકાર છું' કહીને વેપારી પાસે તોડ કરવા ગયો, પણ...આરોપી કઈ રીતે પાડતો ખેલ!
જ્યારે નરશી રવજી ખાણધર વિરૂધ્ધ મધ્યપ્રદેશના બરવામાં, સુરતના ખટોદરામાં, ભાણવડમાં, લાલપુરમાં, ઉદયનગર દેવાસમા અને ખરગોનમાં છ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે દિલીપ ઉર્ફે મુન્નો વિઠલ કાંજિયા વિરૂધ્ધ મધ્યપ્રદેશના ભીમનગાવ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે.
CNG કીટ લગાવી દીધી પરંતુ જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારી મુશ્કેલી વધી જશે
એલસીબીની ટીમે જામજોધપુર યાર્ડના તીરૂપતિ ટે્રડર્સમાં નોકરી કરતા દિલીપ ઉર્ફે મુન્નો વિઠલ કાંજીયા અને લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામના નરશી રવજી ખાણધરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. એલસીબીની ટીમે દસ્તગીર અને ધવલ પાસેથી રૂા.18,50,000 ની રોકડ, રૂા.25 હજારની કિંમતનું ચોરાઉ બાઈક અને રૂા.7000 ની કિંમતના બે મોબાઇલ ફોન સહિત કુલ રૂા.18,82,000 નો મુદ્ામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.