કારમાં CNG કીટ લગાવી દીધી પરંતુ જો આ વાતનું ધ્યાન નહીં રાખો તો તમારી મુશ્કેલી વધી જશે
cng kit for car price: સીએનજી સેફ્ટીની દ્રષ્ટિએ પણ સારું હોય છે અને તેનાથી હવા પણ પ્રદૂષિત થતી નથી. સીએનજી ગેસ જો લીક થઈ જાય તો ઘણી ઝડપથી હવામાં ભળી જાય છે. સીએનજી કારની માઈલેજ પેટ્રોલ-ડિઝલની સરખામણીએ 50 ટકા વધી જાય છે.
Trending Photos
CNG kit In Car: દેશમાં વધતા પ્રદૂષણ અને પેટ્રોલ-ડિઝલની કિંમત આસમાને પહોંચી રહી છે. તેની વચ્ચે નવી કાર ખરીદવાની જગ્યાએ જૂની કારમાં સીએનજી કીટ લગાવવાનો સારો વિકલ્પ હોઈ શકે છે. સીએનજી કીટ લગાવ્યા પછી તમારે કયા બે જરૂરી કામ કરી લેવા જોઈએ તેના વિશે તમારે જાણવું જરૂરી છે.
સીએનજી સેફ્ટીની દ્રષ્ટિએ પણ સારું હોય છે અને તેનાથી હવા પણ પ્રદૂષિત થતી નથી. સીએનજી ગેસ જો લીક થઈ જાય તો ઘણી ઝડપથી હવામાં ભળી જાય છે. સીએનજી કારની માઈલેજ પેટ્રોલ-ડિઝલની સરખામણીએ 50 ટકા વધી જાય છે.
વીમા પોલિસીમાં સીએનજી કીટ મેન્શન કરો:
જો તમે બહારથી સીએનજી કીટ લગાવી રહ્યા છો તો રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ અને ઈન્શ્યોરન્સમાં સીએનજી કીટ જરૂર ફીટ કરાવી લો. આવું નહીં કરવા પર એક્સિડેન્ટ થવાની સ્થિતિમાં મુશ્કેલી વધી શકે છે. કંપની ક્લેમ આપવાનો ઈનકાર કરી શકે છે. આથી કીટ લગાવ્યા પછી આરસી અને વીમા પોલિસીમાં સીએનજી કીટને જરૂરી નોંધો. રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ માટે નજીકના આરટીઓ ઓફિસમાં જાણ કરવાની હોય છે. કોઈપણ વાહનને ખરીદવા પર પરિવહન વિભાગ તરફથી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવે છે. જેમં વાહન સાથે જોડાયેલી બધી જાણકારી હોય છે.
ક્લેમમાં 25 ટકા સુધીનો થઈ શકે છે ઘટાડો:
સીએનજી કીટની ડિટેઈલ્સ રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પર છે. પરંતુ ઈન્શોરન્સ પોલિસીમાં ઉલ્લેખ નહીં હોય તો એક્સિડેન્ટની સ્થિતિમાં ઈન્શ્યોરન્સ કંપનીઓ ઈનકાર કરી શકે છે. ક્લેમ થશે તો પણ સેટલ્ડ અને નોન સ્ટાન્ડર્ડ બેસિસ પર થશે. કંપની ક્લેમની કુલ રકમના 25 ટકા સુધીનો ઘટાડો કરી શકે છે. આથી ઈન્શ્યોરન્સના સમયે સીએનજી કીટનો ઈન્શ્યોરન્સ જોઈન્ટ કરાવી દો.
ઘરે આવી શકે છે ઈ-મેમો:
જો સીએનજી કીટની જાણકારી આરસી બુકમાં કે પોલિસીમાં નહીં હોય તો અકસ્માતની સ્થિતિમાં ઈન્શ્યોરન્સ કંપનીઓ કોઈપણ પ્રકારનો ક્લેમ આપવાનો ઈનકાર કરી શકે છે. તે સિવાય બહારથી સીએનજી લગાવીને કાર ચલાવવી ગેરકાયદેસર ગણાય છે. તેના માટે તમારે ઈ-મેમો પણ ભરવો પડી શકે છે.
આ પણ વાંચો: સુહાગરાતની Reels બાદ હવે સુહાગરાતનો આખેઆખો આલ્બમ વાયરલ
આ પણ વાંચો: બિન્દાસ છે આ છોકરી...છોકરો ના પાડતો રહી તો પણ તૂટી પડી, કીસથી કરી દીધો તરબોળ!!!!
આ પણ વાંચો: છોકરા સાથે બળજબરી કરી રહી છે છોકરી, દરવાજો બંધ કરીને કરીને એવી હરકત કે...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે