તેજસ દવે/ મહેસાણા: જિલ્લાના બહુચરાજી તાલુકાના ડેડાણા ગામ ગ્રામપંચાયતના પીવાના પાણીમાં એકેએક કાળું ઓઇલ યુક્ત પાણી આવતા પંચાયતના સરપંચ સહિત ગ્રામજનો આશ્ચર્ય સાથે મુશ્કેલીમાં મુકાયા હતા. સવારે ડેડાણા ગ્રામ પંચાયતના પીવાના પાણીના બોર શરૂ કરતાં સમગ્ર ગામમાં ઘેર ઘેર ઓઇલ યુકત પાણી નીકળ્યું હતું. આ કાળું પાણી જોઈ ગ્રામજનોએ સત્વરે સરપંચને જાણ કરી. સરપંચ બોર સુધી પહોંચી તપાસ હાથ ધરતા પાણી એકદમ કાળું જાણે કે ઓઇલ યુક્ત હોય તેવું જણાતા આશ્ચર્યમાં મુકાયા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોરબી શહેરમાં 'આદર્શ માતા' માટેની અનોખી સ્પર્ધા, નિયમો પણ હતા ખુબ જ રસપ્રદ...
સત્વરે ગામમાં પાણીનો સપ્લાય બંધ કરી દીધો હતો અને સત્વરે બહુચરાજી ટીડીઓ તેમજ પાણી પુરવઠા વિભાગને જાણ કરી હતી. સત્વરે બોર બંધ કરી અને ગ્રામજનોને આ ઘટનાની વાત કરી સમજાવ્યા હતા. ઝડપથી આ સમસ્યાનો ઉકેલ થાય તેવા પગલાંના ભાગ રૂપે ઉચ્ચ અધિકારીઓને આ સમગ્ર મામલે રજુઆત કરી હતી. તો બીજી તરફ ગ્રામપંચાયતના બોરમાં પાણી કાળું નીકળતા ગ્રામજનો પણ આશ્રયમાં મુકાયા હતા. 


માતાના મઢ નજીક ગમખ્વાર અકસ્માત, 3ના ઘટના સ્થળે જ મોત નિપજ્યાં- 12 ઘાયલ
ગામમાં પીવાના પાણીનો બીજો વિકલ્પ ના હોવાથી ભારે મુશ્કેલીમાં ગ્રામજનો મુકાઈ ગયા હતા. ગામમાં નર્મદાનું પાણી અલગથી અપાય છે. જે ગામના છેવાડે ઉભા કરાયેલ સ્ટેન્ડ સુધી ભરવા માટે આવવા મજબુર થવું પડશે. તેમજ તે પાણી પણ પૂરતું આવતું ના હોવાથી હાલ જ્યાં સુધી બોર ની સમસ્યા હલ ના થાય ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવા તેમજ નવીન બોરની માંગ ગ્રામજનો હાલ કરી રહ્યા છે. આ બોર 2017માં બનાવેલ હોવા છતાં ખરાબ થતા ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. નવીન બોર બનાવવા ગ્રામજનો ની માંગ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube