મોરબી શહેરમાં 'આદર્શ માતા' માટેની અનોખી સ્પર્ધા, નિયમો પણ હતા ખુબ જ રસપ્રદ...

શહેરમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મળીને ૧૪૦૦ જેટલી માતાઓ દ્વારા જુદાજુદા તબકકામાં લેખિત અને મોખિક પરીક્ષા આપી હતી. આજે હજારો લોકોની હાજરીમાં આદર્શ માતા કસોટીની છેલ્લી ૧૧ માતાઓમાંથી નંબર આદર્શ માતા માતા પસંદ કરવા માટે બાળરોગ નિષ્ણાત ડોકટરો દ્વારા "બાળ ઉછેર બે હાથમાં" પુસ્તકમાંથી કાઢવામાં આવેલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના બહેનો દ્વારા કડકડાટ જવાબો આપવામાં આવ્યા હતા.
મોરબી શહેરમાં 'આદર્શ માતા' માટેની અનોખી સ્પર્ધા, નિયમો પણ હતા ખુબ જ રસપ્રદ...

હિમાંશુ ભટ્ટ/મોરબી: શહેરમાં કોમનમેન ફાઉન્ડેશન દ્વારા આદર્શ માતા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ મળીને ૧૪૦૦ જેટલી માતાઓ દ્વારા જુદાજુદા તબકકામાં લેખિત અને મોખિક પરીક્ષા આપી હતી. આજે હજારો લોકોની હાજરીમાં આદર્શ માતા કસોટીની છેલ્લી ૧૧ માતાઓમાંથી નંબર આદર્શ માતા માતા પસંદ કરવા માટે બાળરોગ નિષ્ણાત ડોકટરો દ્વારા "બાળ ઉછેર બે હાથમાં" પુસ્તકમાંથી કાઢવામાં આવેલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેના બહેનો દ્વારા કડકડાટ જવાબો આપવામાં આવ્યા હતા.

વર્તમાન સમયને સોશ્યલ મીડિયાનો યુગ કહેવામાં આવે છે, કેમ કે લોકોના હાથમાં રહેલા સ્માર્ટ ફોનમાં આંગળીના ટેરવે તેને કોઈ પણ વિષયને લાગણી માહિતી મળી રહે છે. પરંતુ નારી વાસ્તવિકતાએ છે કે જાણતા કે અજાણતા માતાઓ દ્વારા બાળ ઉછેરમાં બેદરકારી રાખતી હોય છે ત્યારે આવી કસોટી માતાઓને જાગૃત કરવા માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. મોરબીમાં યોજવામાં આવેલ આદર્શ માતા કસોટીનું કુલ મળીને ત્રણ તબક્કામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબક્કામાં બાળકો આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાં હેલ્ધી બાળકોને ચેક કરવામાં આવ્યા હતા. "વસ્ત્ર પરિધાન સ્પર્ધા" યોજવામાં આવી હતી. જેના માર્ક પણ તેની માતામાં પ્લસ કરવામાં આવ્યા હતા ત્યારે બાદ ૧૪૦૦ માતાઓની લેખિત કસોટી લેવામાં આવી હતી. જેના આધારે મોરબી જીલ્લામાં આદર્શ માતા નજીક કરવામાં આવશે.

મોરબી જિલ્લાની ૧૪૦૦ માતાઓમાંથી પ્રથમ આવેલ ૧૧ માતાઓની લાઈવ મોખિક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં બાળરોગ નિષ્ણાત ડોકટરો દ્વારા માતાઓને "બાળ ઉછેર બે હાથમાં" પુસ્તકમાંથી કાઢવામાં આવેલા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જો કે, દરેક સવાલના બહેનો દ્વારા કડકડાટ જવાબો આપવામાં આવ્યા હતા. થોડીવાર તો આયોજકો પણ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા, અને ત્રણ રાઉન્ડના અંતે ફર્સ્ટ ફાઈવ બહેનો સિલેક્ટ થયા તેમાંથી નંબર વન આદર્શ માતાને સિલેક્ટ કરવા માટે બહેનોને સૌરાષ્ટ્રના નિષ્ણાત ડોકટરો દ્વારા લાંબા પ્રશ્નો પૂછવા આવ્યા હતા તેમજ બાળવાર્તા કહેવડાવવામાં આવી હતી અને આજકાલ મોબાઈલના યુગમાં મોટાભાગની માતાઓ જેને ભૂલી જ ગયેલ  છે તેવા હાલરડું પણ સ્પર્ધક માતા પાસે ગવડાવવામાં આવ્યા હતા જેના આધારે મોરબી જિલ્લાની "આદર્શ માતા"નક્કી કરવામાં આવી હતી.

આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે આવેલા માતાને સવા લાખની કિમંતનો બ્યુટી કવીન જેવો તાજ પહેરાવવામાં આવ્યો હતો અને ફર્સ્ટ રનર્સ અપ માતાને સોનાનો ચેન બાકીના ૩ થી ૧૧ નંબર સુધીના તમામ માતાઓને પણ સોનાના ઈનામો આયોજકો તરફથી આપવામાં આવ્યા હતા અને ૧૪૦૦ માંથી ૧૦૦ નંબર સુધીના બહેનોને એક હાજરનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ ભાગ લેનાર તમામને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યાહ હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news