Junior Clerk Exam : આજે શાંતિપૂર્ણ માહોલમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થઈ. ત્યારે પેપર લીકની ઘટના ન બનતા ઉમેદવારોમાં ખુશી જોવા મળી. તો સાથે જ આખરે પરીક્ષા આપ્યા બાદ પરીક્ષાર્થીઓના ચહેરા પર આનંદ પણ છવાયેલો જોવા મળ્યો. હસમુખ પટેલે સફળતાથી આખું અભિયાન પાર પાડ્યું. ત્યારે પરીક્ષા બાદ હસમુખ પટેલે પ્રેસ કોન્ફરન્સ સંબોધીને આભાર માન્યો હતો. તો સાથે જ જુનિયર ક્લર્કની પરીક્ષાનું જૂનમાં પરિણામ જાહેર થશે તેવુ જણાવ્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કહ્યું કે, આ પરીક્ષા માટે જે વ્યવસ્થા કરી હતી તે પ્રમાણે ગાંધીનગર અને અમદાવાદના 15 થી 20 કેન્દ્રની મેં પોતે મુલાકાત લીધી હતી. આખા જિલ્લામાં પણ સંપર્કમાં હતો. 7 લાખ 30 હજાર ઉમેદવારોએ કોલ લેટર ડાઉનલોડ કર્યા હતા. તમારા માટે પરીક્ષા પૂરી એટલે અમારા માટે કામ ચાલુ થયું છે. પરીક્ષા સામગ્રી યોગ્ય સ્થળે પહોંચાડવાની છે. હુ તમામ બાબતો પર ધ્યાન રાખીશ. આજે પેપર લાંબુ હતું, જેના સંકેત આપ્યા હતા અને તે બધા માટે હતું માટે યોગ્ય ન્યાય મળશે. આજના પેપરમાં ચોરીની તક નહીં મળે. 75 હજારથી વધારે કર્મચારીઓ આ પરીક્ષામાં રોકાયા હતા. પોલીસની તાલીમ કરી હતી અને જેમાં અનેક મોટા સુધારો આવ્યો. જેમાં પગરખાં ન પહેરવા દેવા, બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કર્યા છે. માટે કોઈ ઉમેદવારને તકલીફ પડ્યા ના સમાચાર આવ્યા નથી. હવે 20 દિવસ પછી 30 તારીખે તલાટીની પરીક્ષા છે માટે તેના પર ધ્યાન રાખીશું.


હાશ...! વિધ્ન વગર પૂરી થઈ જુનિયર ક્લાર્કની પરીક્ષા : ભાવનગરમાં 5ની અટકાયત કરાઈ


જુનિયર ક્લાર્ક પરીક્ષાના ઉમેદવારો માટે દેવદૂત બની ગુજરાત પોલીસ, મદદનો હાથ લંબાવ્યો



જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ વિશે તેમણે કહ્યું કે, બંને પરીક્ષાનું પરિણામ જુનમાં આપીશું. આગામી 3 દિવસમાં મને તલાટીની પરીક્ષા માટે કેન્દ્રો મળશે તો જ તે પરીક્ષા યોજી શકીશું. 3 દિવસમાં કેન્દ્રો નહિ મળે તો અમે પરીક્ષા નહિ લઈ શકીએ. હું પંચાયત વિભાગનો પણ આભાર માનું છું. ઉમેદવારોને 254 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો તો તેનો અમલ કર્યો છે. પંચાયત પસંદગી મંડળના તમામ સભ્યોએ મહેનત કરી છે. ખૂબ જ મહેનત બાદ આજે પરીક્ષા પૂર્ણ થઈ છે. ઘરના લગ્ન હોય તેમ અધિકારીઓએ મહેનત કરી છે. જિલ્લા વહીવટી તંત્રએ પણ સારી મહેનત કરી છે. હું તમામનો આભાર માનું છું. ઉમેદવારોનો પણ આભાર માનું છું, કેમ કે તેમને પડકાર વચ્ચે સહકાર આપ્યો છે. દીકરીઓનો પણ આભાર માનું છું. 


દીકરીઓ મારી લાડકવાયી દેવની દીધેલ છે : ગુજરાતી ખેડૂત પિતાનું અભિમાન બની 5 દીકરીઓ


જુનિયર ક્લાર્કની પરીક્ષામાં જવા નીકળેલા ઉમેદવારોની ગાડીને નડ્યો અકસ્માત