Ahmedabad News : અમદાવાદના માંડલમાં આવેલી ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન થયા બાદ 20 જેટલા દર્દીઓને દ્રષ્ટિમાં તકલીફ થઈ હતી. ત્યારે આ મામલે એક મોટો ખુલાસો થયો છે. માંડલના મોતિયાકાંડમાં તપાસ કમિટીએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો છે. રિપોર્ટમાં જણાવાયું કે, હોસ્પિટલના પ્રોટોકોલનું પાલન નહોતું થયું. તેથી ઓપરેશન થિયેટરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકાયો છે. આ વિશે આરોગ્ય વિભાગના અધિક નિયામક નિલમ પટેલે જણાવ્યું કે, અમે બેઝિક માહિતી માટે તરત જ એક કમીટી મોકલી આપી હતી. બીજા દિવસે 9 સભ્યોની તજજ્ઞ ડોકટરની કમિટી મોકલી હતી. જેમાં મેન પાવરની ક્ષતિ જોવા મળી, ટેકનિકલ સ્ટાફની અછત પણ હતી. ઓપરેશન થિયેટરમાં પ્રોટોકોલ મુજબ વ્યવસ્થા ન હોવાનું સામે આવ્યું છે. તેથી આ ઓપરેશન થિયેટર બંધ કરવા માટે સુચના લેખિતમા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંડલ હોસ્પિટલ વિવાદ મામલામાં ગત રોજ વધુ 3 દર્દીને આંખની હોસ્પિટલ લાવવામા આવ્યા હતા. અસારવા આંખની હોસ્પિટલમાં કુલ 20 દર્દી હાલ સારવાર હેઠળ છે, જેઓને મોતિયાના ઓપરેશન બાદ આંખમાં જોવાની તકલીફ ઉઠી હતી. જોકે, હજુ દર્દીની સંખ્યા વધવાની શક્યતા છે. માંડલ ખાતે મોકલેલી ટિમ બાદ દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. બે દિવસ પહેલા 17 દર્દી અને ગતરોજ 3 દર્દી સારવાર માટે લાવવામાં આવ્યા છે. 


હાથમાં જય શ્રીરામ નામનું બેનર લઈને આ ગુજરાતણે આકાશમાંથી લગાવી છલાંગ


આ વિશે સિવિલ આંખની હોસ્પિટલના ડાયરેક્ટર ડો.સ્વાતિ રવાણીએ જણાવ્યું કે, માંડલથી હાલ 20 દર્દીઓ અમદાવાદ સિવિલમાં દાખલ કરાયા છે. 20 દર્દી પૈકી 3 દર્દીની તબિયેત સુધારા પર છે. બાકીના 17 દર્દીની પરિસ્થિતિમાં કોઈ જ સુધારો નથી. તમામ દર્દીઓને આંખોની દ્રષ્ટિ નથી. આંખનો દુખાવો છે અને આંખો લાલ થાય છે. નવા ત્રણ દર્દી ગઈકાલે રાત્રે અમદાવાદ સિવિલ આવ્યા છે. જેમના નામ સવિતાબેન દેવીપૂજક પાટણ (ઉંમર 62), જેન્તીભાઇ ઠાકોર માંડલ (ઉંમર 45) અને છેલાભાઈ ભાલિયા સુરેન્દ્રનગર (ઉંમર 60) છે. સિવિલ હોસ્પિટલના તબીબની વિશેષ ટીમ દ્વારા તેઓનું સ્ક્રીનીંગ કરાયું છે. 


આ ગુજરાતણ પાસે છે દુનિયાનું સૌથી મોટું અને મોંઘુ ઘર, અંબાણીનું એન્ટીલિયા પણ નાનું છે


ગત રોજ હાઇકોર્ટે હેલ્થ સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SP ને નોટિસ પાઠવાઈ છે. 7 ફેબ્રુઆરીએ આ સુઓમોટો ચીફ જજની કોર્ટમાં રજૂ થશે. પ્રાથમિક તપાસ રિપોર્ટ સોંપવા હાઇકોર્ટનો સરકારને આદેશ કરાયો છે. કોર્ટે નોંધ્યું કે અહેવાલ પ્રમાણે વિરમગામના માંડલની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન બાદ કેટલાક લોકોએ અડધી દ્રષ્ટિ ગુમાવી છે. જેમાં 17 દર્દીઓએ તારીખ 01 થી 10 જાન્યુઆરી દરમિયાન ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીઓને આંખે અંધાપાની ફરિયાદ આવી હતી. રામાનંદ હોસ્પિટલ સેવાનિકેતન ટ્રસ્ટ દ્વરા ચલાવાય છે. આ ઘટના અનેક સવાલો પેદા કરી રહી છે. જેમ કે, આઈ ડ્રોપ હલકી ગુણવત્તાના હતા કે, ફેસિલિટીમાં ખામી હતી, કે મેડિકલ સાધનોની સાર સંભાળ નહોતી રખાઈ? આ કિસ્સામાં હજુ સુધી કોઈ પણ મેડિકલ કર્મી સામે પોલીસ ફરિયાદ થઈ નથી. પીડિતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગણી પણ કરાઈ છે. જેથી હેલ્થ વિભાગના સેક્રેટરી અને અમદાવાદ ગ્રામ્ય SP ને હાઇકોર્ટની નોટિસ મોકલી છે. 


તમારો પગાર કેટલો છે? એવું પૂછવા પર કન્ફ્યૂઝ થયા વગર આપો આ જવાબ


એક ગુજરાતીએ છોડ્યું કેનેડા, પત્નીને પણ પાછા લેતા આવ્યા : બીજાને આપી મિલિયન ડોલર સલાહ


કેનેડા જતા પહેલા સાવધાન : કેનેડા જનારાઓની સંખ્યામાં મોટો ઘટાડો, આ છે મોટુ કારણ