તમારો પગાર કેટલો છે? એવું પૂછવા પર કન્ફ્યૂઝ થયા વગર આપો આ જવાબ

How to answer when someone ask your salary : જો તમને કોઈ આ પ્રશ્ન પૂછે તો ત્યારે શુ કહેવુ તે માટે વિકાસ દિવ્યકીર્તિની આ ટિપ્સ ફોલો કરો
 

તમારો પગાર કેટલો છે? એવું પૂછવા પર કન્ફ્યૂઝ થયા વગર આપો આ જવાબ

IAS Topper Questions : તારો પગાર કેટલો છે, તારુ પેકેજ કેટલું છે, તને ઓન હેન્ડ કેટલા રૂપિયા મળે છે? આપણા મિત્રો અને સંબંધીઓ અનેકવાર ન પૂછવાના સવાલો પૂછી લે છે. તેઓ આ મુદ્દે જરાપણ વિચાર કરતા નથી કે, આ સવાલ કેટલો પર્સનલ છે. દરેક વ્યક્તિને આવા સવાલનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક આ દરમિયાન એવી ઓકવર્ડ પરિસ્થિતિ પેદા થાય છે જેમાં વ્યક્તિ ન ઈચ્છે તો પણ જવાબ આપવો પડે છે. ત્યારે આ સવાલ કોઈ પૂછે તો શુ જવાબ આપવો તેનું માર્ગદર્શન એક્સપર્ટ ડો.વિકાસ દિવ્યકીર્તિ આપી રહ્યાં છે. સંબંધીઓ જ્યારે આ સવાલ પૂછે તો શુ જવાબ આપવો તેની યોગ્ય રીત વિકાસ દિવ્યકીર્તિએ જણાવી.

જો તમને કોઈ આ પ્રશ્ન પૂછે તો ત્યારે શુ કહેવુ તે માટે વિકાસ દિવ્યકીર્તિની આ ટિપ્સ ફોલો કરો. એક ઈન્ટરવ્યૂમાં ડો.વિકાસ દિવ્યકીર્તિને પૂછવામા આવ્યુ હતું કે, જો કોઈ સંબંધી પગાર પૂછે તો તેનો શું જવાબ આપવો જોઈએ. તેઓ જણાવે છે કે, જો તમારો પગાર તે લોકોને ચોંકાવી દે તેવો હોય તો બિન્દાસ્ત બતાવી દો. જેથી તેમને બળતરા થાય.

જો તમે પૂછનાર પર દબાણ મૂકવા માંગો છો તો થોડી વધારીને સેલેરી કહી દો. વળી ક્યા એ તમારો પગાર ચેક કરવા આવવાના છે. તેઓ જણાવે છે કે, આવુ એટલા માટે કરવું કે, જેનાથી તેઓ પોતાની જાતને કમ્પેરીઝન કરી શકે. જો તમને આવા અણગમતા સવાલો કરે છે તો તેને થોડું દુખ આપવુ તો બને છે. તમે પગાર વધારીને બોલી દો. 

હકીકતમાં પગાર એ દરેકની અંગત માહિતી છે. કોને કેટલો પગાર મળે છે તે જાણવામાં બીજાએ રસ ન ધરાવવો જોઈએ. તમારા અંગત લોકો આ સવાલ કરે તો તે વાજબી છે. પરંતુ કાર્યક્રમમાં આવતાજતા સંબંધીઓ ગમે ત્યારે આ પ્રશ્નનો મારો કરે છે. આવામાં સામી વ્યક્તિ ગૂંચવાઈ જાય છે કે પગાર કહેવો કે નહિ. તેથી જો હવે પછી તમને કોઈ આવો સવાલ કરે તો ડો.વિકાસને આ ટિપ્સને ફોલો કરજો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news