ઝી બ્યુરો/અમદાવાદ: બાવાળા બનાવટી ડોક્ટર દ્વારા સંચાલિત હોસ્પિટલ કેસમાં કેરાલા જીઆઇડીસી પોલીસે વધુ સાત આરોપની ધરપકડ કરી છે. આરોપીઓના રીમાન્ડ દરમ્યાન પુછપરછમાં હોસ્પિટલની સાથે લેબોરેટરી પણ બનાવટી અને પેથોલોજીસ્ટ વિના ચાલતી હોવાનું ખુલ્યુ છે. માત્ર 10 પાસ આરોપી લેબ ચલાવતું હોવાનું સામે આવ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ 6 કિસ્સાઓના લીધે દેશભરમાં ગુજરાતને આવ્યો નીચું જોવાનો વારો! હંમેશા માટે લાગ્યો દાગ


અમદાવાદ જિલ્લાના બાવાળા તાલુકા ખાતે આવેલી અને બનાવટી ડોક્ટર દ્વારા સંચાલીત અનન્યા હોસ્પિટલમાં એક બાદ એક નવા રહસ્યો ખુલી રહ્યા છે. હોસ્પિટલની સાથે સાથે પુજા પેથોલોજી લેબ પણ બનાવટી હોવાનું સામે આવ્યુ છે. અનન્યા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ દ્વારા ચલાવવામા આવતી બોગસ પુજા પેથોલોજી લેબમાં કોઇ પણ પ્રકારની ડીગ્રી કે રજીસ્ટ્રેશન વિના અનન્યા હોસ્પિટલમાં આવતા દર્દીઓના મેડીકલ સેમ્પલ લઈ પુથ્થકરણ કરી ખોટા લેબ રીપોર્ટ તૈયાર કરવામાં આવતા હતા. આ કેસમાં કુલ સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં...


(૧) સ્મિત રાજેશભાઈ રામી-મોરૈયા ગામ
(૨) જયેશભાઈ ગોવિંદભાઈ ચાવડા-મોરૈયા ગામ
(૩) દિનેશભાઈ ધનશ્યામભાઈ મકવાણ-જુવાલ ગામ
(૪) વિશાલ મુકેશભાઈ પરમાર-નિધરાડ ગામ 
(૫) તરૂણ કાંતીભાઈ ગોહીલ-મોરૈયા ગામ
(૬) રાજીવ ઉર્ફે ભુદેવ વિશ્વનાથભાઈ શર્મા-ચાંગોદર
(૭) કિશનભાઈ મનોજભાઈ ઠાકોર-કાસીન્દ્રા ગામ,નો સમાવેશ થાય છે


વધુ એક સિસ્ટમ ગુજરાતમા લાવશે તબાહી! આ તારીખ બાદ ભુક્કા બોલાવશે મેઘો, અંબાલાલની આગાહી


બનાવટી ડોક્ટરથી હોસ્પિટલ અને પેથોલોજી લેબોરેટરી ચલાવતા આરોપીઓએ પોતે આચરેલા ગુન્હાના પુરાવાનો નાશ કરવાનો પણ પ્રયત્નો કર્યો હોવાનું સામે આવ્યુ છે. આરોપીઓ પૈકીના એક આરોપીએ અનન્યા હોસ્પિટલની ઇમારતના પાછળના ભાગેથી પ્રવેશ કરી સીસીટીવીના ડીવીઆઇર અને રીપોર્ટ પેપરની ચોરી કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી ડિવીઆર રીકવર કરી તેની એફએસએલ તપાસની પ્રક્રિયા હાથ ધરી છે. પોલીસને એવી પણ આશંકા છે કે આરોપીઓએ ડીવીઆર સાથે ચેડા કર્યા હોય. 


શું ખરેખર કોરોના પછી હાર્ટ એટેક બની રહ્યો છે કાતિલ? આ આંકડાઓ તમને સો ટકા ડરાવશે!


અમદાવાદના દુવાલી ગામની એક સગીરાના અપમૃત્યુનો વિડિયો વાઇરલ થયા બાદ હરકતમાં આવેલા આરોગ્ય વિભાગે અનન્યા હોસ્પિટલને સીલ કરી. પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ કરતાં લેબ પણ બનાવટી નિકળી. આ કેસમાં દર્દીઓ પાસેથી કેવા પ્રકારે બનાવટી લોકો સારવારાના નામે લુંટ ચલાવતા હતા તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.