જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: ગોધરાથી ઉમરાહ માટે સાઉદી અરેબિયા ગયેલા 23થી વધુ લોકો એજન્ટના પાપે ફસાયા છે. કરોડો રૂપિયાનું ઉઠમણું કરી એજન્ટ ફરાર થઈ જતા હાલ સાઉદી અરેબિયામાં લોકો નિરાધાર બન્યા છે. મક્કામાં પવિત્ર ઉમરાહ યાત્રા માટે ગોધરાના લોકોએ અલ હયાત નામની ટૂર એજન્સી પાસેથી ટિકિટ બુક કરાવી હતી. જેમાં એજન્સીએ વ્યક્તિ દીઠ 70થી 80 હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા. જે બાદ 23 સપ્ટેમ્બરે આ તમામ 23 લોકોને મુંબઈ એરપોર્ટ પર મોકલ્યા હતા. પરંતુ વિઝા સહિતા ડોક્યુમેન્ટમાં ખામી હોવાથી 2થી 3 દિવસ આ લોકો અહીં જ ફસાયેલા રહ્યા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અજીબોગરીબ કિસ્સો; સાત મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચબાઈ ગઈ, માતાને ખબર પડતાં જ...


જે બાદ એજન્ટે સેટિંગ કરી તમામ 23 લોકને સાઉદી અરેબિયા ના જીદ્દાહ ખાતે મોકલ્યા હતા..ત્યાં પણ મુશ્કેલી વેઠ્યા બાદ આખરે તમામ શ્રદ્ધાળુ હોટલ સુધી પહોંચ્યા હતા..પરંતુ બીજા દિવસે હોટલના સંચાલકે તેમને બહાર કાઢી નાખતા 23 લોકો ખુલ્લામાં ગ્રાઉન્ડ પર 3થી 4 દિવસ વિતાવ્યા હતા. આ લોકો પાસેથી રૂપિયા ખંખેર્યા બાદ એજન્ટ હાલ ફરાર થઈ ગયો છે. 


રાજકોટમાં નવો ટ્રેન્ડ; હાર્ટ એટેકના ખતરા વચ્ચે 'ઝૂંબા વિથ દાંડિયા'નો આવ્યો કોન્સેપ્ટ


આ 23 લોકો જ નહીં પણ બીજા લોટમાં ઉમરાહ માટે જનાર લોકોના પૈસા અને પાસપોર્ટ પણ લઈ ગયો છે..જેથી આ તમામ લોકો એજન્સીના ધક્કા ખાઈ રૂપિયા પરત આપવા અને ત્યાં ફસાયેલા લોકોને હેમખેમ પરત લાવવાની માગ કરી રહ્યા છે. ત્યારે સાંસદ રતનસિંહ રાઠોડે તમામ પરિવારજનોને આશ્વાન આપ્યું છે કે અટવાયેલ લોકોની મદદ કરી તેમને પરત લાવવાના પ્રયાસ કરાશે.


વીમો લેવાનો છે...ફોન કરી એજન્ટને મિત્રે ઘરે બોલાવ્યો, અને પછી દરવાજો બંધ કર્યો, હનીટ


આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે, ગોધરાના પશ્ચિમ વિસ્તારના અંદાજીત 23 જેટલા લોકો સાઉદી અરેબિયાના મક્કા ખાતે પવિત્ર ઉમરાહ યાત્રા માટે ગોધરામાં આવેલ અલ હયાત નામની ટુર એજન્સી દ્વારા ગત 23 સપ્ટેમ્બર ના રોજ બોમ્બે એરપોર્ટ મોકલવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં વિઝા સહિતના ડોક્યુમેન્ટમાં ખામી આવતા બેથી ત્રણ દિવસ સુધી બોમ્બે એરપોર્ટ ખાતે અટકાવવાનો વારો આવ્યો હતો. જો કે બે ત્રણ દિવસ બાદ એજન્ટ દ્વારા કોઈપણ તરકીબ અજમાવીને તમામ યાત્રાળુઓને સાઉદી અરેબિયાના જીદ્દાહ ખાતે મોકલવામાં આવ્યા હતા. 


પરંપરા હજી પણ જીવે છે, ગુજરાતના ખુણે ખુણે જોવા મળશે બોટાદના રંગબેરંગી માટીના ગરબા


જો કે ત્યાં પહોંચ્યા બાદ પણ આ યાત્રાળુઓને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી હતી. આખરે એજન્ટ દ્વારા બતાવવામાં આવેલી હોટેલ પર પહોંચ્યા બાદ બીજે દિવસ સવારે આ તમામ યાત્રાળુઓને હોટેલના સંચાલકો દ્વારા બહાર કાઢી નાખવામાં આવ્યા હતાં. તમામ લોકો રસ્તા પર આવી જતા ભારે હાલાકી વચ્ચે ખુલ્લા ગ્રાઉન્ડમાં ભૂખ્યા તરસ્યા 3 થી 4 દિવસ વિતાવવાનો વારો આવ્યો હતો. ફસાયેલા લોકોમાં મહિલાઓ સહિત વયોવૃદ્ધ લોકો પણ હોઈ ભારે મુશ્કેલીઓ પડી રહી છે. 


આપ કા ક્યા હોગા? સુરતમાં વરાછા પોલીસે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરની કરી ધરપકડ


બીજી તરફ ગોધરા ખાતે આવેલા અલ હયાત ટુર્સ એન્ડ ટ્રાવેલ ના સંચાલકો ના ફોન પણ બંધ આવતા યાત્રાળુઓ નોંધારા બની ગયા હતાં. અજાણ્યા દેશ માં પોતાના પૈસા ખર્ચી જે પણ સગવડ મળે તે લઈ દીવસો પસાર કરી રહ્યા છે.જો કે બીજી તરફ બીજા લોટમાં ઉમરાહ માટે જનારા સંખ્યાબંધ લોકોના પૈસા અને પાસપોર્ટ લઈને એજન્ટ ફરાર થઈ ગયો છે. એક વ્યક્તિ દીઠ 70 થી 80 હજાર રૂપિયા ઉઘરાવી ઓફિસે તાળા મારી દેતા ગોધરા સહિત આસપાસના વિસ્તારના સંખ્યાબંધ લોકો છેતરાયા હોવાનો અહેસાસ થતા એજન્ટ ની ઓફિસે ધક્કા ખાઈ રહ્યા છે. મક્કામાં ફસાયેલા 23 થી વધારે લોકો પોતે પરત આવવાની તેમજ જેના પૈસા લઈ એજન્ટ ફરાર થઇ ગયો છે તે તમામ લોકો પૈસા પરત મેળવવાની માંગ કરી રહ્યા છે. 


ખોટી રીતે લગ્ન નોંધણીના રેકેટનો પર્દાફાશ; આ 5 જિલ્લામાં ચાર હજારથી વધુ ખોટી રીતે થયા


આ સમગ્ર મામલે પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા તમામ પરિવારો ને આશ્વાસન આપવામાં આવ્યું છે. અટવાયેલા લોકોને વતન પરત લાવવા માટે પોતે વિદેશ મંત્રાલયમાં વાત કરશે અને પરિવારોને ન્યાય અપાવવા માટે પોતે તમામ પ્રયત્નો કરશે તેવુ આશ્વાસન આપ્યું હતું.