સુરતમાં અજીબોગરીબ કિસ્સો; સાત મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચબાઈ ગઈ, માતાને ખબર પડતાં જ...
સુરતમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. આજકાલ લોકો ગરોળી જોઈને ભાગી જતા હોય છે, ત્યારે સુરતમાં એક સાત મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચબાઈ ગઈ હતી.
Trending Photos
પ્રશાંત ઢીવરે-સુરત: મોટાભાગના લોકો ગરોળીથી ડરે છે. ગરોળી જોતા જ લોકો ભાગી જાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સુરતમાં વાલીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સાત મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચાવી ગઈ હતી. જી હા.. સુરતમાં બાળકીની માતા ડ્યુટીસિંગ ઘરમાં કામ કરતી હતી, ત્યારે બાળકી અચાનક ગરોળી ચાવી જતા માતા દોડી આવી હતી. ત્યારબાદ બાળકીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. કડોદરા વિસ્તારમાં સાત મહિનાની બાળકી રમતા રમતા ગરોળી ચબાઈ જતા હોસ્પિટલમાં ખસેડાય છે. બાળકીની માતા ઘરના કામમાં વ્યસ્ત હતી. બાળકીને માતાએ ગરોળી ચબાવતા જોતા દોડી આવી હતી. બાળકીના મોઢામાંથી ગરોડી કાઢી ફેંકી દીધી હતી. બાળકીને તાત્કાલિક સારવાર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
જો તમારા ઘરમાં નાના બાળકો છે તો આ સમાચાર તમારા માટે છે. સુરતમાં માતા-પિતા માટે ફરી એકવાર લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં કડોદરા વિસ્તારમાં આવેલ નીલકંઠ સોસાયટીમાં સાત મહિનાની બાળકી ગરોળી ચપાઈ ગઈ છે. એકાઉન્ટન તરીકે નોકરી કરતા અભિષેકસિંહની 7 મહિનાની દીકરી નિતારા ઘરમાં એકલી રમી રહી હતી તે દરમિયાન તેમની બાજુ માંથી એક ગરોળી પસાર થતી હતી. બાળકી એ રમત રમતમાં આ ગરોળીને પકડી લીધી હતી અને સીધી જ પોતાના મોમાં મૂકી ગરોળીને ચાવી લીધી હતી.
બાળકીની માતા ઘરકામમાં વ્યસ્ત હોવાથી સમગ્ર વાતથી અજાણ હતી. પરંતુ બાળકીના હાથમાં ચાવેલી ગરોળી જોતા માતાના હોંશ ઉડી ગયા હતા. બાળકીને તાત્કાલિક જ નજીકના દવાખાને લઈ ગઈ હતી. જો કે ગરોળી જેવી ચીજ ચાવી જતા તાત્કાલિક જ વધુ સારવાર અર્થે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ બાળકીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સ્થિર છે.
મહત્વનું છે કે બાળકો નાના હોય છે તે દરમિયાન તેમને કોઈ પ્રકારની સમજણ ના હોવાને લીધે આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે. પરંતુ માતા-પિતાએ પણ પોતાના બાળકનું ધ્યાન રાખવું આવશ્યક છે કારણ કે બાળકની આસપાસ આંટા ફેરા મારતા જીવજંતુઓને બાળક રમત રમતમાં પકડી લે છે. ત્યારબાદ બાળકનો જીવ પણ જોખમમાં મુકાઈ જતો હોય છે. તેવી જ ઘટના કડોદરા વિસ્તારમાં સાત માસની બાળકી સાથે બની હતી. બાળકી હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તેમની તબિયત પણ સુધારા પર છે.
બીજી બાજુ શહેરમાં નાના બાળકોના આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. બાળકો રમતા રમતા પાણીના ટાંકામાં પડી જવાથી મોતની ઘટના પણ બની ચુકી છે. તો ક્યાંક રમતા રમતા પોતાના ઘરના ગેલેરી પરથી પડી જવાથી બાળકોના મોત પણ નિપજ્યા છે. હાલ કડોદરામાં તો બાળકી રમતા રમતા ગરોળી જ ચપાઈ ગઈ હતી. જો કે બાળકીને તાત્કાલિક સમયસર હોસ્પિટલમાં સારવાર મળી જતા હાલ તેની હાલત સ્થિર જોવા મળી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે