Surat: વીમો લેવાનો છે...ફોન કરી એજન્ટને મિત્રે ઘરે બોલાવ્યો, અને પછી દરવાજો બંધ કર્યો, હનીટ્રેપમાં ફસાયો
આજના સમયમાં હનીટ્રેપમાં લોકોને ફસાવી પૈસા પડાવવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતમાં વધુ એક આવી ઘટના સામે આવી છે. આ વખતે એક વીમા એજન્ટ હનીટ્રેપનો શિકાર બન્યો છે.
Trending Photos
ચેતન પટેલ/સુરત: શહેરના સિટીલાઇટના એલઆઈસી એજન્ટને મિત્રે વીમા પોલિસી લેવાના બહાને બોલાવી હનીટ્રેપમાં ફસાવી અડાજણ પોલીસના નામે 43 હજાર પડાવ્યા હતા. આ ગુનામાં અડાજણ પોલીસે મુખ્ય સૂત્રધાર અશ્વિન ઉર્ફે ગોપાલ ઉલવાની ધરપકડ કરી હતી.
સિટીલાઈટ ખાતે રહેતા 40 વર્ષીય પ્રકાશભાઈ એલઆઈસીએજન્ટ છે. ગત ઓગસ્ટ મહિનામાં સાંજે જયેશ ઉર્ફે સંજય વાઘેલાએ ફોન કરી વીમા પોલીસીના કામને બહાને અડાજણ શ્રીજી આર્કેટની સામે હાઉસીંગના મકાનમાં રહેતા દીલીપ મામાના ફ્લેટમાં બોલાવ્યો હતો. પ્રકાશભાઈ ફ્લેટમાં પહોંચતા તેની પાસે એક છોકરી આવીને બેઠી હતી અને તેને આવીને ફ્લૅટનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. એજન્ટ કંઈ સમજે તે પહેલા અગાઉથી નક્કી કરેલા કાવતરા પ્રમાણે થોડીવારમાં ગોપાલ ઉલવા અને રાજુ લક્ષ્મણ નામના બે યુવકો અંદર ઘસી આવ્યા હતા. બંનેએ પોતાની ઓળખ અડાજણ પોલીસ સ્ટેશનથી આવ્યા હોવાની આપી હતી.
પોલીસની ઓળખ આપીને તમે ખોટા કામ કરો છો તેમ કહી લાકડીથી પીઠ સહિત શરીરના ભાગે મારમારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને આવા ધંધા કરો છો તેમ કરી ગોંધી રાખીબળજબરીપુવર્ક 3 લાખની માંગણી કરી હતી. છેવટે રૂપિયા 75 હજારની માંગણી કરી 43 હજાર રૂપિયા પડાવ્યા હતા અને આ વાત કોઈને કહીશ તો જાનથી મારવાની ધમકી આપી હતી.
પ્રકાશને પોતાને હનીટ્રેપમાં ફસાવી ખોટો કેસ કરવાને બહાને પૈસા પડાવ્યા હોવાનો ખ્યાલ આવતા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અડાજણ પોલીસે ગોપાલ ઉલવા, રાજુ લક્ષ્મણ હડીયલ, જયેશ ઉર્ફે સંજય વાઘેલા, દીલીપ મામા અને એક મહિલા સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમિયાન અશ્વીનભાઇ ઉર્ફે ગોપાલ નાથાભાઈ ઉલવાની ધરપકડ કરી છે. ગોપાલ હોટલ ચલાવે છે. પોલીસે આ અંગે અશ્વિનને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બંનેએ પોતાની ઓળખ અડાજણ પોલીસ સ્ટેશનથી આવ્યા હોવાની આપી હતી. પોલીસની ઓળખ આપીને તમે ખોટા કામ કરો છો, તેમ કહી લાકડીથી પીઠ સહિત શરીરના ભાગે મારમારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને આવા ધંધા કરો છો તેમ કરી ગોંધી રાખી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે