પોરબંદરમાં 18 ઈંચ વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ, કેટલીક ટ્રેન રદ તો કેટલીક રિશિડ્યુલ કરાઈ, આ રહ્યું લિસ્ટ
Porbandar Flood Alert : અવિરત વરસાદથી પાણી પાણી થયું પોરબંદર... છેલ્લા 22 કલાકમાં વરસ્યો 18 ઈંચ વરસાદ... રાણાવાવ, કુતિયાણમાં પણ ધોધમાર વરસાદ.. સ્કૂલોમાં જાહેર કરાઈ રજા, તો વેસ્ટર્ન રેલવે દ્વારા કેટલીક ટ્રેનો રદ કરવામા આવી છે
Trains Cancel : મુસ્તાક દલ/જામનગર : પોરબંદરમાં 18 ઈંચ વરસાદથી આભ ફાટ્યું છે. એક જ રાતમાં આટલો બધો વરસાદ ખાબકતા શહેર જળમગ્ન બન્યું છે. પશુઓ તણાયાં, તો ઘરો-દુકાનોમાં પાણી ઘૂસ્યાં છે. આ ઉપરાંત રેલવે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન વ્યવહારને મોટી અસર પડી છે. આ કારણે કેટલીય ટ્રેન રદ કરવામાં આવી છે. પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર થશે. તો પોરબંદર-કાનાલુસ સેક્શનમાં ભારે વરસાદને કારણે પાણી ભરાવાના કારણે પોરબંદરથી દોડતી ટ્રેનોને અસર થશે.
વેસ્ટર્ન રેલવે ભાવનગર ડિવિઝનના પોરબંદર-કાનલુસ સેક્શનમાં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે પોરબંદર સ્ટેશનથી દોડતી અને પોરબંદર સ્ટેશન જતી ટ્રેનોને અસર થઈ છે, જેની વિગતો નીચે મુજબ છેઃ
રિશિડ્યુલ કરેલ ટ્રેનો
1. ટ્રેન નંબર 12949 પોરબંદર-સાંતરાગાછી સુપરફાસ્ટ ટ્રેન 19.07.2024ના રોજ તેના નિર્ધારિત સમય સવારે 9.10 વાગ્યાના બદલે 6 કલાક મોડી એટલે કે 15.10 કલાકે ઉપડશે.
2. ટ્રેન નંબર 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ તેના નિર્ધારિત સમય 10.30 કલાકને બદલે ગાંધીનગર કેપિટલ સ્ટેશનથી 11.30 કલાકે ઉપડશે.
શોર્ટ ટર્મિનેટ/શોર્ટ ઓરિજિનેટ/આંશિક રીતે રદ કરાયેલી ટ્રેનો
1. ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે. આમ આ ટ્રેન જેતલસર-પોરબંદર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
2. ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ પોરબંદરને બદલે જેતલસર સ્ટેશનથી ચાલશે. આમ આ ટ્રેન પોરબંદર-જેતલસર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
3. ટ્રેન નંબર 20938 દિલ્હી સરાઈ રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસ ટ્રેન 19.07.2024 ના રોજ ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે.
સંપૂર્ણપણે રદ ટ્રેનો
1. ટ્રેન નંબર 09550/09549 પોરબંદર-ભાણવડ-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
2. ટ્રેન નંબર 09565/09568 પોરબંદર-ભાવનગર-પોરબંદર ટ્રેનો 19.07.2024 ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
3. ટ્રેન નંબર 09516/09515 પોરબંદર-કાનાલુસ-પોરબંદર ટ્રેનો 19.07.2024ના રોજ સંપૂર્ણપણે રદ રહેશે.
રેલવે પ્રશાસન મુસાફરોને થઈ રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરે છે. આ ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
પોરબંદરમાં આભ ફાટ્યું : 14 ઈંચ વરસાદથી શહેરમાં ગોઠણડૂબ પાણી, ફસાયેલા 6 શ્રમિકોને રેસ્ક્યૂ કરાયા