Biparjoy Cyclone: અરેબિયન સમુદ્રમાં ઉઠેલું બિપરજોય વાવાઝોડું દરિયાકાંઠા સુધી આવતા પહેલા સંતાકુકડી જેવી રમત રમી રહ્યું છે. સતત દિશા બદલતું વાવાઝોડું ક્યારેક ગુજરાત માટે આફતની આગાહી કરે છે, તો ક્યારેક રાહત આપે છે. વાવાઝોડું તો હજુ દરિયામાં જ છે, પણ તેની અસર દરિયા કાંઠના વિસ્તારોમાં દેખાઈ રહી છે, જેની સામે તંત્ર સાવચેત છે. બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે ગીર સોમનાથના વેરાવળ સમુદ્ર કિનારે ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બીપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. હવામાનમાં અચાનક પલટો આવી ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બનવા અંતિમ દિવસે ભારતને 280 તો ઓસ્ટ્રેલિયાને 7 વિકેટની જરૂર


અરબી સમુદ્રમાં ઉઠેલા બિપરજોય વાવઝોડાની ગુજરાતના દરિયા કિનારેથી પસાર થઈ પાકિસ્તાન તરફ ફંટાવાની સંભાવના વધી છે. ત્યારે ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડાની અસર વર્તાવાની સંભાવનાને પગલે નવસારી જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં આવ્યુ છે. જેમાં ગણદેવી અને જલાલપોર તાલુકાના કુલ 16 ગામોને સતર્ક કરવા સાથે લોકોને વાવાઝોડા પ્રત્યે જાગૃત કરવાના પ્રયાસો હાથ ધર્યા હતા.


ગુજરાતમાં મોટા ખતરાનો છે સંકેત! શું છે દ્વારકાની ધજા અડધી કાઠીએ ફરકાવવાનું કારણ?


સોનગઢ , વ્યારા અને ડોલવણ તાલુકામાં વરસાદ
વાવાઝોડાને પગલે તાપી જીલ્લાના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. સોનગઢ, વ્યારા અને ડોલવણ તાલુકામાં વરસાદ પડ્યો છે. દક્ષિણ સોનગઢનાં ગામોમાં ધીમીધારે વરસાદર શરૂ થયો છે.  વાતાવરણમાં પલટો આવતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.  


શુભમન ગિલ આઉટ હતો કે નોટઆઉટ? ભારતીય ફેન્સ થયા નારાજ, ટ્વિટર પર કાઢ્યો ગુસ્સો


જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદ 
જામનગર શહેરના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરુ થયો છે. ભારે પવનથી વૃક્ષો હચમચી ગયા છે. જામનગર શહેરના ટાઉનહોલ, બેડીગેટ, લાલબંગલા સહિતના વિસ્તારમાં જોવા વરસાદ અને પવન જોવા મળી રહ્યો છે. જો કે શહેરના અન્ય વિસ્તારોમાં હજુ સુધી કોઈ અસર જોવા મળી નથી.


વાવાઝોડાના કારણે ગુજરાતના દરિયાનો કલર બદલાયો! આ વિસ્તાર પર સૌથી મોટું જોખમ


ગીર સોમનાથના દરિયાકિનારે વરસાદી ઝાપટું 
ગીર સોમનાથનાં દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે. બિપરજોય વાવાઝોડાની અસર ગીર સોમનાથનાં દરિયાકિનારે પણ જોવા મળી હતી. તેમજ ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. જ્યારે સુત્રાપાડા, કોડીનાર, વેરાવળ સહિતના તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યા હતા.


વાવાઝોડાની દિશા જાણવા અજાણી લિંક પર ક્લિક ના કરતા, નહીંતર ખાતા પરથી પસાર થઈ બેલેન્સ


ડાંગમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો વરસાદ
ડાંગ જીલ્લાનાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. આહવા સહિતના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદ વરસતા ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. 


આ શાળાની ખાસિયતો જાણી તમે કહેશો વાહ! વેકેશનમાં શિક્ષકે શાળાને કચરામાંથી કંચન બનાવી


નોંધનીય છે કે, અરબ સાગરમાં બિપરજોય વાવાઝોડુ ઉઠ્યા બાદ ગુજરાત તરફ આગળ વધી રહ્યુ હતું. જેમાં આજથી ત્રણ દિવસ દરમિયાન વાવાઝોડુ કિનારે અથડાય એવી સંભાવના જોવાતી હતી. પરંતુ હવે ગુજરાતના માથેથી આફત ટળી છે. હવામાન વિભાગની આજે સાંજે 36 નંબરના બુલેટિન જોતા બિપરજોય વાવાઝોડુ નવસારીના દરિયા કિનારાના દૂરથી પસાર થઈ શકે છે. પરંતુ વાવાઝોડાની અસર ચોક્કસ નવસારીના કાંઠામાં જોવા મળશે, જેમાં લગભગ 45 થી 65 કિમીની ઝડપે પવનો ફૂંકાવા સાથે વરસાદ અપડવાની સંભાવના જોવાઈ રહી છે. જેને ધ્યાને લઇ જિલ્લા તંત્ર તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા સતર્કતા રાખવામાં આવી છે. 


Upcoming IPO: આગામી સપ્તાહે લોન્ચ થશે 4 આઈપીઓ, જાણો પ્રાઇઝ બેન્ડ સહિત દરેક વિગત


ખાસ કરીને 52 કિમીના દરિયા કિનારાના ગણદેવી તાલુકાના મેંધર, માસા, ધોલાઈ, બીગરી, ભાઠા અને કલમઠા મળી 6 ગામો તેમજ જલાલપોર તાલુકાના દાંતી, ઉભરાટ, દીપલા, વાસી, બોરસી, ઓંજલ માછીવાડ, દાંડી, કૃષ્ણપુર, છાપર, સામાપોર મળી 10 ગામો સાથે કુલ 16 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ગામોમાં વર્ગ 1 ના અધિકારીઓને નિયુક્ત કરવામાં આવ્યા છે. જેની સાથે જ બંને તાલુકાના તલાટીઓ અને પ્રાંત અધિકારીની કક્ષાએથી અધિકારી કર્મચારી મળી 2 લોકોની ટીમ પણ ગામોમાં સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. 


ગુજરાતમાં હિન્દુઓ માટે ખુશખબર, સરકારે કૈલાશ માનસરોવરની યાત્રાની સહાય ડબલ કરી


જેઓ દ્વારા ગ્રામજનોને દરિયા કિનારે ન જવા સાથે વાવાઝોડાની અસર દરમિયાન ભારે પવન ફૂંકાય ત્યારે શું તકેદારી રાખવી એની માહિતી બેઠકો કરીને આપવામાં આવી છે. સાથે જ ગામડાઓ અને ગણદેવી, જલાલપોરના શહેરી વિસ્તારોમાં રિક્ષા ફેરવીને લોકોને સંભવિત વાવાઝોડા મુદ્દે જાગૃત કરવાના પ્રયાસો હાથ ધરાયા છે. 


હદ વટાવતો કિસ્સો! સગીરાના શરીર પર હવસખોરે છાતી પર ભર્યા બચકાં, ઓરડીમાં ખેંચી ગયોને..


બિપોરજોય વાવાઝોડા ક્યાં પહોંચ્યું?
બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ મોડ પર છે. વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. પોરબંદરનાં દરિયાકાંઠેથી વાવાઝોડું 570 કિમી દૂર છે. જ્યારે વાવાઝોડાના લેન્ડફોલની દિશા આવતીકાલે ખબર પડશે. આગામી 24 કલાકમાં વાવાઝોડું મજબૂત બનશે. પોરબંદરથી 570 કિમી દૂર છે વાવાઝોડું. જ્યારે ગોવાથી 690 કિમી દૂર છે. વાવાઝોડું.  મુંબઈથી 610 કિમી દૂર વાવાઝોડું છે. જ્યારે કરાંચીથી 880 કિમી દૂર છે.  ત્યારે વાવાઝોડાને લઈ દરિયાકાંઠાનાં વિસ્તારોમાં ભારે પવન અને વરસાદી માહોલ જોવા મળી શકે છે.