અમદાવાદ :બબ્બે વાર પરીક્ષા રદ કરીને વિવાદોમાં આવેલી ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આખરે આજે બિન સચિવાલય ક્લાર્ક (Bin Sachival Clerk) અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ-3 સંવર્ગ (Office Assistant examination)ની પરીક્ષા લેવાશે. રાજ્યભરમાંથી 10.50 લાખ જેટલા ઉમેદવારો આજે પરીક્ષા આપશે. રાજ્યભરના 3171 જેટલા પરીક્ષા કેન્દ્રો (Exam center) પર પરીક્ષા લેવાશે. બપોરે 12 વાગ્યાથી 2 વાગે સુધી આ પરીક્ષા યોજાશે. જેમાં ઉમેદવારોને સવારે 11 વાગ્યાથી પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવાનું શરૂ કરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં સરકાર રચવા NCPનું કાઉન્ટડાઉન શરૂ, આજે પૂણેમાં કરશે મહત્વની મીટિંગ


ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-3ની ખાલી પડેલી 3900 જેટલી જગ્યા માટે આજે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાનાર છે. જેમાં ધોરણ-12 પાસ અને ગ્રેજ્યુએટ યુવાનોએ મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. અમદાવાદના 515 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે. જેમાં સૌથી વધુ અમદાવાદમાંથી 1.62 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. 


રાશિફળ 17 નવેમ્બર: 5 રાશિવાળા માટે આજનો દિવસ છે ઝક્કાસ, 3 રાશિનો સૌથી ખરાબ, અને બાકીના પણ વાંચી લેજો


છેલ્લી ઘડી સુધી ઉમેદવારોનો જીવ ઉંચો રાખ્યો
આ પરીક્ષાને વિવાદોનું ગ્રહણ શરૂઆતથી જ લાગેલું છે. કોલ લેટર અપલોડ કર્યા બાદ પણ ગૈણ સેવા પસંદગી મંડળે પરીક્ષા કેન્દ્રો બદલવાનું ચાલુ રાખ્યું હતું. જેને કારણે ઉમેદવારો રોષે ભરાયા હતા. છેલ્લી ઘડી સુધી પોતાના પરીક્ષા કેન્દ્રને લઈને તેઓ મૂંઝવણમાં મૂકાયા હતા. બેઠક વ્યવસ્થા ખૂટી પડતા 48,000 ઉમેદવારોને અન્ય જિલ્લામાં ખસેડાયા છે. રવિવારે પરીક્ષા યોજાય તે પહેલા શનિવારે બનાસકાંઠાના 13 હજાર ઉમેદવારોને મહેસાણા, મહેસાણાના 13 હજાર ઉમેદવારોને અમદાવાદ, ગાંધીનગરના 13 હજાર ઉમેદવારોને અમદાવાદમાં, અરવલ્લીમાંથી 5 હજાર ઉમેદવારોને ખેડામાં અને અન્ય 4 હજાર ઉમેદવારોને અમદાવાદમાં કેન્દ્રો ફાળવી દેવાયા હતા. આમ, છેલ્લી ઘડી સુધી મંડળે ઉમેદવારોના જીવ ઉંચે રાખ્યા હતા. 


પરીક્ષા આપનાર ખાસ ધ્યાનમાં રાખે આ બાબતો


  • એક મિનિટ પણ મોડા આવનાર ઉમેદવારને પરીક્ષાખંડમાં પ્રવેશ નહીં આપવામાં આવે

  • પરિક્ષાખંડમાં સુપરવાઈઝરને પણ મોબાઈલ સાથે ન રાખવા આદેશ કરાયો છે

  • પરીક્ષાખંડના CCTV ફરજિયાત ચાલુ રાખવાની સૂચના અપાઈ છે

  • CCTV નથી એવા કેન્દ્ર પર તકેદારી અધિકારીની નિમણૂંક કરાઈ છે

  • ઉમેદવારથી OMR માં ભૂલ થાય તો અન્ય OMR ન આપવા પણ આદેશ કરાયો છે


પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
ઉલ્લેખનીય છે કે, અગાઉ બે વાર આ પરીક્ષા કેન્સલ કરવામાં આવી છે. જેના બાદ ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું. જેમાં રાજ્યભરમાંથી મોટાભાગના યુવાનોએ ગાંધીનગર પહોંચીને હલ્લાબોલ કર્યું હતું. ત્યારે આજે પરીક્ષાને પગલે દરેક કેન્દ્ર પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો, અહીં 135 સેન્ટરો પર 1536 બ્લોકમાં પરીક્ષા લેવાશે. જેમાં 121 સેન્ટરો સીસીટીવીથી સુસજ્જ છે. 14 સેન્ટરો પર તકેદારી અધિકારી દેખરેખ રાખશે. તો પરીક્ષામાં 2700 કર્મચારીઓ અને 5૦૦થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્ત કરશે.


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube