ગાંધીનગર: ગાંધીનગરમાં ઉઠેલા બિનસચિવાલય પરીક્ષા (bin sachivalay exam) ના મુદ્દે આક્રોશ બાદ ગુજરાત સરકાર પોતાનો બચાવ કરવા મેદાનમાં ઉતરી હતી. વિદ્યાર્થીઓ તથા સોશિયલ મીડિયા પર ઘેરાયેલી રૂપાણી સરકાર (Vijay Rupani) નો ભારે વિરોધ થયો હતો. ત્યારે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજા (Pradipsinh Jadeja) એ પાણી વહી ગયા બાદ પાળ બાંધતા હોય તેમ પરીક્ષામાં થયેલી ગેરરીતિ મામલે કેવા એક્શન લેવાયા છે તેની માહિતી આપી હતી. જો કે વિદ્યાર્થીઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, જ્યાં સુધી પરીક્ષા રદ્દ નહી થાય ત્યાં સુધી તેઓ ઘરે નહી જાય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પરીક્ષા કોઇ કાળે રદ્દ નહી થાય, વિદ્યાર્થીઓ શાંતિથી ઘરે પરત ફરે: પ્રદિપસિંહ જાડેજા

વિદ્યાર્થીઓ દ્વારા સરકારને પણ ચોખ્ખુ સંભળાવી દેવામાં આવ્યું હતું કે, જ્યાં સુધી પરીક્ષા રદ્દ કરવામાં નહી આવે ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહી. વિદ્યાર્થીઓએ ફ્લેશ લાઇટ ચાલુ કરીને સરકારનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ સરકાર વિરોધી બેનરો દેખાડીને વિરોધ વ્યક્ત કર્યો હતો. બીજી તરફ વિદ્યાર્થીઓને સમજાવવા માટે આવેલા સંજય રાવલે પણ પ્રયાસ કર્યો હતો. જો કે વિદ્યાર્થીઓએ તેમને સરકાર તરફથી આવ્યા હોવાનું કહીને તેની વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યો હતો. જેથી સંજય રાવલે પણ ત્યાંથી ચાલતી પકડી હતી. 


સુરતમાં ઓવરલોડ થઇ જતા લિફ્ટ પાંચમે માળેથી પટકાઇ, 9 લોકો ઘાયલ
SPG અને PAAS પણ વિદ્યાર્થીઓની પડખે, કહ્યું દરેક પરિક્ષામાં સેટિંગ થાય છે
વિદ્યાર્થીઓ માત્ર પરીક્ષા રદ્દ કરવાની એક જ માંગ સાથે સમગ્ર વિસ્તાર ઘેરીને બેઠા છે. તો બીજી તરફ સરકાર દ્વારા કોઇ પણ સ્થિતીમાં પરીક્ષા રદ્દ કરવામાં નહી આવે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. જેનાં કારણે હાલ ભારે અફડા તફડીની સ્થિતી છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓનું આવું ભુતકાળમાં નવનિર્માણનું આંદોલન થયું હતું. તે સિવાય ગુજરાતમાં આવું ક્યારેય વિદ્યાર્થી આંદોલન થયું નથી. ત્યારે આ દ્રશ્યો જોતા હાલ નવનિર્માણની યાદ આવી રહી છે. વિદ્યાર્થીઓ કોઇ પણ ભોગે પરીક્ષા રદ્દ કરાવવા માટે મરણી બન્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube